India vs Japan T20I: જાપાન સામે માંડ માંડ જીત્યું ભારત, બે રનથી રોમાંચક જીત

India vs Japan T20I: ક્રિકેટના મેદાન પર ક્યારે શું થઈ જાય તે કહેવું બહુ મુશ્કિલ હોય છે, જાપાન સામે રમાયેલી એક માત્ર T20I મેચમાં ભારતીય ટીમ સાથે કંઈક આવું જ જોવા મળ્યું હતું, મેચમાં એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત સરળતાથી જીત મેળવી લેશે, પરંતુ અંતે મુકાબલો એટલો નજીક પહોંચી ગયો કે ભારતીય ટીમ એ માત્ર બે રનથી જીત મેળવીને રાહતનો શ્વાસ લીધો હતો.
કાંટો ખાતે રમાયેલી આ મેચમાં ભારતનું બેટિંગ ખાસ અસરકારક રહ્યું નહોતું ભારતીય બેટર્સ મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અને શરૂઆતથી જ રન બનાવવામાં મુશ્કેલી પડી હતી, બીજી તરફ જાપાને પણ અંત સુધી હાર માની ન હતી જેના કારણે મેચનો રોમાંચક છેલ્લી ઘડી સુધી જોવા મળ્યો હતો.
ભારત ભલે આ મુકાબલો જીતી ગયું હોય પરંતુ ટીમના પ્રદર્શન પર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને બેટિંગમાં ભારતીય ખેલાડીઓ પાસેથી જે અપેક્ષા હતી, તે પ્રમાણે પ્રદર્શન જોવા મળ્યું ન હતું આખરે બોલરો એ જવાબદારી સંભાળી અને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું.
ભારતનું બેટિંગ ફરીવાર મુશ્કેલીમાં
મેચ દરમિયાન ભારતની બેટિંગ લાઇન અપ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી પ્રથમ પાંચ ઓવરમાં ભારતીય ટીમ માત્ર 32 રન બનાવી શકી હતી, આ શરૂઆતથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતીય બેસ્ટમેન માટે રન બનાવવાનું સરળ નહોતું.
કેપ્ટન શ્રેયશ ઐય્યરે ટીમ તરફથી સૌથી વધુ 16 રન બનાવ્યા હતા જોકે અન્ય બેસ્ટમેને લાંબો સમય ક્રીસ પર ટકી શક્યા નહોતા, એક પછી એક વિકેટ પડતી જતા ભારત માટે મોટો સ્કોર બનાવવો મુશ્કેલ બની ગયો હતો.
ભારતીય ટીમ અગાઉ પણ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં આયર્લેન્ડ સામે મુશ્કેલીમાં જોવા મળી હતી. જાપાન સામેની આ મેચમાં પણ બેટિંગમાં આવી જ સમસ્યાઓનો સામનો કરતી ભારતીય ટીમ જોવા મળી હતી, ટીમ મેનેજમેન્ટ માટે આ બાબત ધ્યાનમાં લેવા જેવી બની છે.
India vs Japan T20Iમાં બોલેરો એ ભારતની લાજ બચાવી
જ્યારે ભારતીય બેસ્ટમેન અપેક્ષા પ્રમાણે રન બનાવી શક્યા નહોતા ત્યારે બોલરોએ ટીમની જવાબદારી પોતાના ખભા પર લીધી હતી, ભારતીય બોલરોએ શરૂઆતથી જ જાપાનના બેટર્સને ખુલ્લી રીતે રન બનાવવાની તક નહોતી આપી.
જાપાનની ટીમ પણ પાંચ ઓવરમાં માત્ર 30 રન બનાવી શકી હતી. ભારતીય બોલરોએ સતત દબાણ જાળવી રાખ્યું હતું, અને જાપાનને ઝડપથી રન બનાવતા અટકાવ્યું હતું.
ભારત તરફથી વોશિંગ્ટનસુંદરે શાનદાર બોલિંગ કરી હતી. તેણે મહત્વની વિકેટ ઝડપી અને ટીમને મેચમાં આગળ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે બેટિંગમાં ભારત મુશ્કેલીમાં હતું, ત્યારે વોશિંગ્ટન સુંદર સહિતના બોલરોએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી.
જાપાન તરફથી પણ થયો સારો પ્રયાસ
જાપાનની ટીમ માટે પણ આ મુકાબલો યાદગાર રહ્યો ભારતીય ટીમ સામે રમતી વખતે જ આપણને અંત સુધી લડત આપી અને મેચને એક તરફી બનવા દીધી નહોતી.
જાપાન તરફથી ફેડેલે બેટિંગમાં 12 રન બનાવ્યા હતા. બીજી તરફ ચાર્લી હારા બોલિંગમાં ભારત માટે મુશ્કેલી ઊભી કરી હતી. અને બે વિકેટ ઝડપી હતી. જાપાનના ખેલાડીઓના આ પ્રદર્શનને કારણે ભારત પર અંત સુધી દબાણ રહ્યું હતું.
મેચ આગળ વધતી ગઈ તેમ બંને ટીમો વચ્ચે તફાવત ઓછો થતો ગયો. ભારત પાસે જીતવાની તક હતી પરંતુ જાપાન પણ કોઈ પણ સમયે મેચનું પરિણામ બદલી શકે તેવી સ્થિતિમાં હતું.
India vs Japan T20I માં ભારતની બે રનથી જીત
અંતે ભારતે પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું, અને જાપાન સામે બે રનથી રોમાંચક જીત મેળવી, ભારતીય ટીમ માટે આ જીત ચોક્કસ પણે રાહત આપનારી રહી કારણ કે મેચમાં એક સમયે પરિસ્થિતિ એવી હતી કે જાપાન મોટો ઉલટફેર કરી શકે તેમ લાગી રહ્યું હતું.
India vs Japan T20Iમાં ભારતની જીતનો શ્રેય મુખ્યત્વે બોલરોને જાય છે. તેમને ઓછા સ્કોરનું બચાવ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી બેટિંગમાં નિરાશા મળી હોવા છતાં બોલરોએ દબાણની સ્થિતિમાં શાનદાર નિયંત્રણ જાળવી રાખ્યું.
ભારત માટે આ મેચ માંથી સૌથી મોટી વાત એ રહી કે માત્ર નામ કે કાગળ પરની મજબૂત ટીમથી મેચ જીતી શકાતી નથી. બેટિંગ માં થયેલી ભૂલોને સુધારવી પડશે અને મુશ્કેલ પરિસ્થિતિમાં શરૂઆતથી જ તેમને વધુ સારી રીતે રમવું પડશે.
બીજી તરફ જાપાન માત્ર બે રનથી હારી ગયું હોવા છતાં, તેણે ભારતને અંત સુધી ટક્કર આપી આ મુકાબલા એ બતાવી દીધું કે T20I ક્રિકેટમાં નાની ભૂલ પણ મેચનું પરિણામ બદલી શકે છે. ભારતે આખરે જીત મેળવી પરંતુ આ મુકાબલો ભારતીય ટીમ માટે સરળ રહ્યો નહોતો.
આ પણ વાંચો: Aacharya devvrat garudeshwar visit રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી ના મોડેલ ફાર્મની મુલાકાત લીધી