ODI World Cup 2027. વિરાટ કોહલી નો છેલ્લો વર્લ્ડ કપ હશે? રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા

ODI World Cup 2027ને લઈને ભારતીય ક્રિકેટ ચાલકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતના અનુભવી બેસ્ટમેન વિરાટ કોહલીએ આગામી વન-ડે વર્લ્ડકપને લઈને પોતાના ભવિષ્ય અંગે મહત્વની વાત કરી છે. કોહલીએ એવા સંકેત આપ્યો છે કે 2027 માં યોજાનારો વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. સાથે જ તેને સ્પષ્ટ કર્યું કે આ ટુર્નામેન્ટમાં ભારતને ચેમ્પિયન બનાવવાનું તેનું લક્ષ રહેશે, અને તેના માટે તે પોતાની તમામ તાકાત લગાવી દેશે.
વિરાટ કોહલી હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે સિરીજ ની શરૂ થાય તે પહેલા તેણે Jio Star સાથેની વાતચીત દરમિયાન પોતાના ભવિષ્ય અને આગામી વર્લ્ડકપ વિશે વાત કરી હતી. કોહલીએ આ વાત બાદ ODI World Cup 2027માં તેની ભૂમિકા અંગે ચર્ચા વધુ તેજ બની હતી.
ODI World Cup 2027 વિરાટ કોહલી માટે છેલ્લો વર્લ્ડ કપ હશે?
Virat Kohli ભારતીય ટીમ સાથે અનેક મોટી ટુર્નામેન્ટ નો ભાગ રહી ચૂક્યા છે. 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમમાં પણ કોહલી સામેલ હતો હવે 2027 ના વર્લ્ડ કપ ને લઈને તેણે વાત કરી છે. તે તેના ચાહકો માટે ખાસ મહત્વ ધરાવે છે.
કોહલીએ જણાવ્યું કે આવનારો વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ વાતજ તેને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. તેણે કહ્યું કે, તેનું મુખ્ય લક્ષ વર્લ્ડ કપ જીતવાનું છે. અને આ લક્ષ મેળવવા માટે જે કંઈ કરવું પડશે તે કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
કોહલીની વાત પરથી એવું સ્પષ્ટ થાય છે કે તેની નજર માત્ર વર્લ્ડ કપ માં રમવા પર નથી પરંતુ ટીમ ઇન્ડિયા સાથે ટ્રોફી જીતવા પર છે.
50 ઓવરના વર્લ્ડ કપ નો પડકાર અલગ હોય છે
વિરાટ કોહલી 50 ઓવરના World Cupમાં રમવાના પડકાર વિશે પણ વાત કરી હતી તેના મતે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં સતત ઉચ્ચ સ્તર નું પ્રદર્શન કરવું સરળ નથી.
50 ઓવરની મેચ લાંબી હોય છે, અને તેના ખેલાડીઓએ લાંબા સમય સુધી બેટિંગ, બોલિંગ અથવા ફિલ્ડિંગ, દરમિયાન પોતાની એકાગ્રતા જાળવી રાખવી પડે છે. વર્લ્ડ કપ દરમિયાન એક પછી એક મહત્વની મેચ રમવાની હોય છે. તેથી દરેક મુકાબલામાં સંપૂર્ણ ઉર્જા સાથે ઉતરવું જરૂરી બની જાય છે.
કોહલીએ જણાવ્યું કે વન-ડે મેચમાં T20 જેવી તીવ્રતા હોય છે. પરંતુ સમયગાળો ઘણો લાંબો હોય છે. એટલે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એ જ પ્રકારની ગતિ અને એકાગ્રતા જાળવી રાખવી એક મોટો પડકાર બની જાય છે.
આ ઉપરાંત 2027 નો આ વર્લ્ડ કપ ભારતની બહાર યોજાવાનો હોવાથી, ભારતીય ખેલાડીઓ માટે પરિસ્થિતિ પણ મહત્વની રહેશે.
ODI World Cup 2027 ની યજમાની કોણ કરશે?
ODI World Cup 2027ની યજમાની દક્ષિણ આફ્રિકા. ઝિમ્બાબ્વે. અને નામીબીયા. કરવાના છે. એટલે ભારતીય ટીમને અલગ અલગ મેદાનો અને પરિસ્થિતિઓમાં રમવાનું રહેશે.
વિદેશી પરિસ્થિતિમાં રમતી વખતે પીચ હવામાન અને મેદાનની સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે આવી સ્થિતિમાં ખેલાડીઓએ પોતાની રમત પ્રમાણે ઝડપથી ફેરફાર કરવો પડશે
વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડી માટે આ અનુભવ ટીમ માટે ઉપયોગી બની શકે છે. જોકે વર્લ્ડ કપ દરમિયાન દરેક મેચમાં નવા પડકારનો સામનો કરવો પડી શકે છે.
Rohit Sharmaએ પણ વર્લ્ડ કપને લઈને શું કહ્યું
વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્માએ પણ આવનાર વન-ડે વર્લ્ડ કપ અને પોતાના લક્ષ્ય અંગે વાત કરી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે. જ્યાં સુધી તે ક્રિકેટ રમી રહ્યો છે, ત્યાં સુધી તેની સામે હંમેશા કંઈક નવું હાંસલ કરવાનું લક્ષ રહેશે.
Rohit Sharmaના કહેવા પ્રમાણે એવું ક્યારેય લાગુ જોઈએ નહીં કે જે મેળવવાનું હતું તે બધું મેળવી લીધું છે. જ્યાં સુધી કોઈ ખેલાડી મેદાન પર છે ત્યાં સુધી તેની સામે આગળ વધવાની અને કંઈક મેળવવાની તક રહે છે.
રોહિતે વર્લ્ડ કપને લઈને ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે તે આ ટુર્નામેન્ટ અને તેમાં પોતાના માટે રહેલી શક્યતાઓને લઈને ઉત્સાહિત છે.
આઈસીસી (ICC) ટુર્નામેન્ટમાં પડકાર કેમ અલગ હોય છે?
રોહિત શર્માએ આઇસીસી ટુર્નામેન્ટના પડકારો અંગે પણ પોતાની વાત રાખી હતી. સામાન્ય દ્રીપક્ષીય શ્રેણી કરતા વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પરિસ્થિતિ અલગ હોય છે.
વર્લ્ડ કપ માં અલગ અલગ દેશોની ટીમો સામે રમવાનું હોય છે. દરેક ટીમની રમત ની રીત અલગ હોય છે. અને દરેક મેદાનની સ્થિતિ પણ એક સરખી હોતી નથી તેથી ખેલાડીઓએ દરેક મેચ પ્રમાણે પોતાની તૈયારીમાં ફેરફાર કરવો પડે છે.
રોહિતે કહ્યું કે આઈસીસી ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યા પછી તૈયારી ની રીત અને વિચારવાની રીત પણ બદલવી પડે છે. અલગ વિરોધીઓ અને અલગ મેદાનો સામે રમવું પોતાના માટે એક મોટો પડકાર હોય છે.
આ પણ વાંચો: India vs Japan T20I: જાપાન સામે માંડ માંડ જીત્યું ભારત, બે રનથી રોમાંચક જીત
ODI World Cup 2027 માટે ભારતની તૈયારી પર નજર
ODI World Cup 2027 રમાવાને હજી બહુ સમય બાકી છે પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓની વાતો જણાવેછે કે વર્લ્ડ કપ નું મહત્વ તેમના માટે હજુ પણ પહેલા જેટલુજ જ છે.
કોહલી માટે આ ટુર્નામેન્ટ તેની વર્લ્ડ કપ કાર્યકાળનો અંતિમ અધ્યાય બની શકે છે. આવી પરિસ્થિતિમાં ભારતને વર્લ્ડ કપ જીતાવવાની તેની ઈચ્છા સ્વાભાવિક રીતે વધુ મજબૂત બની શકે છે.
2027 માં દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારા વર્લ્ડ કપ માં ભારત સામે અલગ પ્રકારના પડકારો હશે. વિદેશી પરિસ્થિતિ અલગ અલગ ટીમો અને લાંબી ટૂર્નામેન્ટ વચ્ચે ખેલાડીઓએ સતત સારો દેખાવ કરવો પડશે.
વિરાટ કોહલી માટે જો ખરેખર આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે તો તેની નજર પોતાની કારકિર્દીના આ મહત્વના તબક્કાને યાદગાર બનાવવા પર રહેશે. ભારત માટે પણ આ ODI World Cup 2027 નવી પેઢી અને અનુભવી ખેલાડીઓ વચ્ચેના સંયોજનની મોટી કસોટી બની શકે છે.
આ પણ વાંચો: Rashtriya ekta divas 2026 ગુજરાતમાં Bharat Parvaની ઉજવણી દેશની એકતા અને વિવિધતાનો જોવા મળશે સંગમ