Rashtriya ekta divas 2026 ગુજરાતમાં Bharat Parvaની ઉજવણી દેશની એકતા અને વિવિધતાનો જોવા મળશે સંગમ

Rashtriya ekta divas એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ ભારતના મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી નિમિત્તે ઉજવવામાં આવે છે. દેશને એક સૂત્રમાં બાંધવામાં સરદાર પટેલે આપેલા યોગદાનને યાદ કરવાનો આ ખાસ દિવસ છે. સાથે જ આ દિવસ દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા, અને સામાજિક સંવાદિતાના મહત્વને પણ ઉજાગર કરે છે.
ભારત અનેક ભાષા, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા, અને જીવનશૈલી ધરાવતો દેશ છે, આટલી વિવિધતા વચ્ચે પણ દેશને એકતા ના બંધનમાં જોડીને રાખવાની ભાવના એટલે રાષ્ટ્રીય એકતા દિવસના સંદેશમાં જોવા મળે છે. વર્ષ 2026 માં પણ આ દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવશે.
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ 2026 માં ભવ્ય આયોજન
Rashtriya ekta divas પરેડ 2026 આ ઉજવણી એક મહત્વનું આકર્ષણ બનવાની છે. આ પરેડમાં દેશની એકતા. અને રાષ્ટ્રીય ભાવના ની ઝલક જોવા મળશે.
મળતી માહિતી પ્રમાણે પરેડમાં અંદાજે 10.000 જેટલા લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.તેમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા કલાકારો પણ સામેલ થશે.
આ પરેડ દરમિયાન દેશની વિવિધતા અને એકતાને રજૂ કરતા કાર્યક્રમો યોજાશે લોકો માટે રોક બેન્ડની ખાસ રજૂઆતો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, આ ઉપરાંત ભારતીય વાયુ સેનાનું શાનદાર ટ્રાય પાસ્ટ પણ યોજાશે જે સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ વધુ મજબૂત બનાવશે,
ગુજરાતમાં Bharat Parva 2026 ની ઉજવણી
Rashtriya ekta divasની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે ગુજરાતમાં ભારત પર 2026 નું આયોજન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય મહોત્સવ એક નવેમ્બર થી 15 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે.
ગુજરાત દ્વારા આ રાષ્ટ્રીય મહોત્સવ નું આયોજન થવું રાજ્ય માટે પણ ખાસ પ્રસંગ છે. દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશોની સંસ્કૃતિને એક જ સ્થળે રજૂ કરવાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બની રહેશે.
આ સમગ્ર મહોત્સવની મુખ્ય થીમ Ek bharat shreshth bharat રાખવામાં આવી છે. આ થીમનો મુખ્ય હેતુ દેશના અલગ અલગ વિસ્તારો વચ્ચે સાંસ્કૃતિક, જોડાણ વધુ મજબૂત બનાવવાનો અને એકબીજાની પરંપરાઓને સમજવાનો છે.
દેશની વિવિધ સંસ્કૃતિઓની જોવા મળશે ઝલક
Bharat Parva દરમિયાન દેશના વિવિધ ભાગોની કલા હસ્તકલા. અને પરંપરાગત સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવામાં આવશે. અલગ અલગ રાજ્યોના કલાકારો અને કારીગરો પોતાની પરંપરાગત કળા અને સંસ્કૃતિ રજૂ કરશે.
મહોત્સવમાં પરંપરાગત કલા સ્વરૂપો સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રકારની હસ્તકલાની રજૂઆત કરવામાં આવશે. જેના કારણે મુલાકાતિઓને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા ને નજીકથી જાણવાની તક મળશે.
ભારતના દરેક રાજ્યની પોતાની અલગ ઓળખ છે. ક્યાંક લોક નૃત્ય પ્રખ્યાત છે તો ક્યાંક હસ્તકલા અને સંગીતની પોતાની આગવી પરંપરાએ ભારત પર આવા તમામ રંગોને એક જ મંચ પર લાવવાનું કામ કરશે
Multi-State Food Festival બનશે ખાસ આકર્ષક
Bharat Parvaમાં સંસ્કૃતિની સાથે દેશના વિવિધ પ્રદેશોના સ્વાદની પણ મુલાકાતિઓને મજા માણવા મળશે મહોત્સવ દરમિયાન મલ્ટી સ્ટેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે
ભારતના દરેક પ્રદેશની પોતાની આગવી ખાણીપીણી છે. ગુજરાતના પરંપરાગત ભોજનથી લઈને દેશના અન્ય રાજ્યોની જાણીતી વાનગીઓ સુધી વિવિધ સ્વાદ એક જ સ્થળે માણવા મળી શકે છે.
આ ઉજવણીનો એક મહત્વનો ભાગ Studio Kitchen પણ રહેશે અહીં પ્રવાસીઓ ભારતની અલગ અલગ ખાદ્ય પરંપરા નો વિશેષ અનુભવ કરાવવામાં આવશે વિવિધ પ્રદેશોની વાનગીઓ અને તેની સાથે જોડાયેલી ખાણીપીણીની પરંપરાઓ અહીં રજૂ કરવામાં આવશે.
આ કારણે ભારત પર્વ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતો સીમિત નહીં રહે પરંતુ ખાણીપીણીના શોખીનો માટે પણ ખાસ અનુભવ બની રહેશે.
આ પણ વાંચો: Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત
સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવાનો દિવસ
Rashtriya ekta divas માત્ર એક મહાન નેતા ની જન્મ જયંતીની ઉજવણી નથી આ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના બંધનમાં બાંધવા માટે આપેલા મહત્વપૂર્ણ યોગદાનને યાદ કરવાનો અવસર છે.
સરદાર પટેલને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે સ્વતંત્રતા પછી દેશના અનેક રજવાડાઓને ભારત સાથે જોડાવાની પ્રક્રિયામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી તેમના પ્રયાસોના કારણે ભારતની રાજકીય એકતાને મજબૂતી મળી.
આજના સમયમાં પણ તેમની વિચારધારા અને દેશની એકતા સાથે જોડાયેલો સંદેશ મહત્વ ધરાવે છે. ભારતની વિવિધતા તેની સૌથી મોટી ઓળખ છે. અને આ વિવિધતા વચ્ચે પરસ્પર સન્માન અને ભાઈચારો જાળવવો ખૂબ જરૂરી છે.
એકતા સાથે વિવિધતાની ઉજવણી
Rashtriya ekta divas 2026 અને ભારત પર્વ દ્વારા દેશની વિવિધતા સાથે એકતા ની ભાવનાને ઉજવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરેડ દરમિયાન સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમો હસ્તકલા અને વિવિધ રાજ્યોના ભોજન જેવા કાર્યક્રમો લોકોને દેશની અલગ અલગ પરંપરાઓ સાથે જોડશે
ભારતમાં ભાષા વસ્ત્ર ભોજન કલા અને રીતરિવાજોમાં અને તફાવત તો જોવા મળે છે તેમ છતાં આ તમામ વિવિધતાઓ ભારતની એક જ સાંસ્કૃતિક ઓળખનો ભાગ છે. આ જ વિચારને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.
રાષ્ટ્રીય એકતા દિવસનો સંદેશ પણ એ જ છે. કે દેશની વિવિધતાનું સન્માન કરતાં એકતાની ભાવનાને મજબૂત બનાવવી જોઈએ સમાજમાં પરસ્પર સન્માન સહકાર અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દરેક નાગરિકની પોતાની જવાબદારી છે.
ગુજરાતમાં યોજાનાર ભારત પર 2026 અને Rashtriya ekta divasની ઉજવણી દેશની સંસ્કૃતિ એકતા અને રાષ્ટ્રીય ભાવના ને એક મંચ પર લાવશે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને યાદ કરતા આ ઉજવણી ભારતની વિવિધતા માં રહેલી એકતાની સુંદર તસવીર રજૂ કરશે