Swachhta Survekshan Award 2025-26 સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતના શહેરોનો દેશભરમાં ડંકો અમદાવાદ સાણંદને પ્રથમ સ્થાન

Swachhta Survekshan Award 2025-26 અંતર્ગત ગુજરાતને સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતના વિવિધ શહેરોએ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને અમદાવાદ અને સાણંદ શહેર ની જોડીએ સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી ને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
દેશના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદીમુરમુજી ના હસ્તે અમદાવાદ અને સાણંદને આ સિદ્ધિ બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાએ રાજ્યના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મેળવ્યું છે. જ્યારે સુરત શહેર સુપર સ્વચ્છતા લીગમાં સતત બીજા વર્ષે પણ દેશમાં બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અમદાવાદ અને સાણંદની સ્વચ્છ શહેર જોડીમાં દેશભરમાં પ્રથમ સ્થાન
સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26 માં અમદાવાદ અને સાણંદે સંયુક્ત રીતે સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે બંને શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થાપન અને નાગરિકોની ભાગીદારી અને સ્વચ્છતા ને લગતી કામગીરીને આ સન્માન સાથે આવી છે
આ સિદ્ધિ ગુજરાત માટે ગૌરવની બાબત છે શહેરોની સ્વચ્છતા જાળવવામાં સ્થાનિક રાજ્ય ની સંસ્થાઓ ની સાથે નાગરિકોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે.
વડોદરા બન્યું ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર
સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાએ પણ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે વડોદરા ને ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મળ્યું છે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે હાથ ધરવામાં આવતી વિવિધ કામગીરી અને વ્યવસ્થાપનના પ્રયાસોની આ સફળતા સાથે જોડવામાં આવ્યા છે
વડોદરાની આ સિદ્ધિ રાજ્યના અન્ય શહેરો માટે પણ પ્રેરણા રૂપ બની છે
સુરતની સુપર સ્વચ્છતા લીગમાં સતત બીજા વર્ષે બીજું સ્થાન મળ્યું છે
સુરત શહેર સ્વચ્છતાના ક્ષેત્રમાં પોતાની સિદ્ધિ જાળવી રાખી છે સુપર સ્વચ્છતા લીગમાં સુરતને સતત બીજા વર્ષે સમગ્ર દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે
સુરતની આ સિદ્ધિ દર્શાવે છે કે શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાની સતત જાળવી રાખવા અને તેમાં સુધારો કરવા માટે કાયમી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરો અને નાગરિકોને પાઠવ્યા અભિનંદન
ગુજરાતના શહેરોએ સ્વચ્છતા ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાણંદ,વડોદરા અને સુરત સહિત સબંધિત શહેરોના નાગરિકો તથા સ્થાનિક તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન માં ગુજરાતમાં સ્વચ્છતા માત્ર એક અભિયાન નહીં પરંતુ લોકોની જીવનશૈલી બનીચૂકી છે
તેમણે સ્વચ્છતા ક્ષેત્રે સતત કામગીરી કરવા બદલ શહેરોના નાગરિકો સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક રાજ્યની સંસ્થાઓના સહિયારા પ્રયાસોની રાહના કરી હતી
નવી દિલ્હીમાં યોજાયો એવોર્ડ વિતરણ સમારોહ
સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025 અને 26 નો એવોર્ડ વિતરણ સમારોહ નવી દિલ્હી ખાતે યોજાયો હતો આ સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુંજી ના હસ્તે વિજેતા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે ગુજરાત સરકાર તરફથી શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા સંબંધિત મહાનગરપાલિકાઓના તંત્ર વાહકોએ પણ સમારોહમાં હાજરી આપી એવોર્ડ સ્વીકાર્યા હતા.
Swachhta Survekshan Award 2025-26 માં ગુજરાતના શહેરોની સિદ્ધિઓ
અમદાવાદ – અને – સાણંદ – સ્વચ્છ શહેર જોડી દેશમાં પ્રથમ સ્થાન
વડોદરા – ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર
સુરત – સતત બીજા વર્ષે દેશમાં બીજા સ્થાન પર
સ્વચ્છ ગુજરાત માટે નાગરિકોની ભાગીદારી મહત્વપૂર્ણ
શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર મહાનગરપાલિકા કે નગરપાલિકાની નથી પરંતુ દરેક નાગરિકની પણ છે જાહેર સ્થળે કચરો નો ફેંકો કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું, સફાઇ કર્મચારીઓને સહયોગ આપવો અને આસપાસના વિસ્તારની સ્વચ્છ રાખવો જેવી નાની નાની બાબતો શહેરની સ્વચ્છતામાં મોટો ફાળો આપી શકે છે.
ગુજરાતના શહેરોSwachhta Survekshan Award 2025-26 માં મેળવેલી સિદ્ધિઓ પાછળ સ્થાનિક તંત્રની કામગીરીની સાથે નાગરિકોની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે.
આ એવોર્ડ થી ગુજરાતના શહેરોમાં સ્વચ્છતા પ્રતિ વધુ જાગૃતિ અને જવાબદારી વધશે તેવી આશા છે. અમદાવાદ સાણંદની પ્રથમ સ્થાનની સિદ્ધિ વડોદરા રાજ્યમાં પ્રથમ સ્થાન અને સુરત સતત બીજા વર્ષની સફળતા ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.
આ પણ વાંચો: GSRTC નો એક જ દિવસમાં ટિકિટ બુકિંગ નો નવો રેકોર્ડ 1.46 લાખથી વધુ સીટોનું બુકિંગ