Home › GUJARAT › Kevadi Eco Tourism Safari Booking ગાઈડ, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ પ્રથમ જંગલ સફારી જાણો ટિકિટ નો ભાવ અને સમય
GUJARAT

Kevadi Eco Tourism Safari Booking ગાઈડ, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ પ્રથમ જંગલ સફારી જાણો ટિકિટ નો ભાવ અને સમય

Share this article WhatsApp Facebook Telegram

Kevadi Eco Tourism Safari Booking: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. હવે જંગલ અને વન્ય જીવોને નજીકથી જોવા માટે ગીર કે ડાંગ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કેવડીના જંગલમાં નવી જંગલ સફારી શરૂ કરવામાં આવી છે કુદરતની વચ્ચે સમય પસાર કરવાનું પસંદ કરતા લોકો માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.

Kevadi Eco Tourism સાઈટ પર શરૂ થયેલી આ સફારીમાં પ્રવાસીઓ ખુલ્લી જિપ્સીમાં બેસીને જંગલના કુદરતી વાતાવરણ નો આનંદ માણી શકે છે. લગભગ પાંચ કિલોમીટરના જંગલ માર્ગ પર થતી આ સફર દરમિયાન વિવિધ વન્યજીવો અને પક્ષીઓને તેમના કુદરતી રહેઠાણમાં જોવાની તક મળી શકે છે.

જો તમે પરિવાર કે મિત્રો સાથે અહીં ફરવાનું વિચારી રહ્યા છો તો Kevadi Eco Tourism Safari Booking કરતા પહેલા સફારી નો સમય વાહનની ક્ષમતા અને ટિકિટના ભાવ વિશે જાણવું ખૂબ જરૂરી છે.

Kevadi Eco Tourism Safari

કેવડી જંગલ સફારી ક્યાં આવેલી છે?

કેવડી જંગલ સફારી સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ઇકો ટુરીઝમ વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે આ વિસ્તાર લગભગ 2300 હેક્ટરમાં ફેલાયેલા જંગલ માટે જાણીતો છે. અહીં લીલીછમ હરિયાળી નાના ડુંગરો જળાશય અને વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે.

આ જંગલમાં આવ્યા પછી શહેરના ઘોંઘાટથી દૂર કુદરત સાથે સમય વિતાવવાનો અનુભવ મળે છે ખાસ વાત એ છે કે અહીં પ્રવાસીઓ માટે અગાઉથી રહેવા અને ફરવાની સુવિધાઓ પણ બનાવવામાં આવી છે

વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ જંગલ સફારી નો સરકારનો મુખ્ય હેતુ દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ જંગલ અને વન્યજીવનને પ્રવાસીઓ સુધી પહોંચાડવાનો છે

પાંચ કિલોમીટરના જંગલ માર્ગ પર સફારી નો અદભૂત રોમાંચ

કેવડિયામાં શરૂ કરવામાં આવેલી સફારીનો માર્ગ કેવડી ઇકો ટુરીઝમ સાઈડ થી રાજાના ટાંકા સુધીનો છે આ રૂટ લગભગ પાંચ કિલોમીટર લાંબો છે પ્રવાસીઓ માટે 8 સીટર ખુલ્લી જીપસી ની વ્યવસ્થા કરવામાં આવી છે એક વાહનમાં એક સાથે આઠ લોકો સફારીનો આનંદ માણી શકે છે આખી સફારી નો સમય લગભગ બે કલાકનો રાખવામાં આવેલ છે.

જંગલની અંદર પસાર થતી વખતે આસપાસના વૃક્ષો પક્ષીઓનો અવાજ અને કુદરતી વાતાવરણ પ્રવાસને યાદગાર બનાવે છે.

Kevadi Eco Tourism Safari

કેવડીના જંગલમાં ક્યાં ક્યાં વન્યજીવો જોવા મળશે

કેવડી નો જંગલ વિસ્તાર વિવિધ પ્રકારના વન્યજીવો અને પક્ષીઓનું કુદરતી રહેઠાણ છે અહીં પ્રવાસીઓને નીચેના પ્રાણીઓ જોવા મળી શકે છે

હરણ
નીલગાય
દિપડો
ઉડતી ખિસકોલી
અને વિવિધ પ્રકારના જંગલી પક્ષીઓ
હોર્ન બિલ સહિતની પક્ષીઓની પ્રજાતિઓ

આ તમામ પ્રાણીઓ ખુલ્લા જંગલમાં રહે છે તેથી સફારી દરમિયાન દરેક પ્રાણી જોવા મળશે તેની ખાતરી હોતી નથી વન્યજીવોને જોવાની શક્યતા તેમની કુદરતી હિલચાલ અને સમય પર આધારિત છે.

કેવડી ખાસ કરીને પક્ષી નિરીક્ષણ માટે પણ જાણીતું બન્યું છે અહીં વર્ષ 2023માં યોજાયેલા બર્ડ ફેસ્ટિવલ દરમિયાન પક્ષીઓની 116 પ્રજાતિઓ નોંધાઈ હતી ત્યારબાદ કરવામાં આવેલા વધુ વ્યાપક સર્વેમાં બે 202 પ્રજાતિઓની ઓળખ કરવામાં આવી હતી

ઉડતી ખિસકોલી આ વિસ્તારના ખાસ આકર્ષણ નું કેન્દ્ર માનવામાં આવે

Kevadi Eco Tourism Safari

Kevadi Eco Tourism Safari Booking ટિકિટના ભાવ કેટલા છે તેની વિગત

કેવડી જંગલ સફારીમાં એક વ્યક્તિના બદલે આખી જીપ નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે એક જીપસીમાં વધુમાં વધુ આઠ પ્રવાસીઓ બેસી શકે છે.

પ્રકાશિત બુકિંગ વિગતો પ્રમાણે સોમવારથી શુક્રવાર દરમિયાન એક જીપસી નું ભાડું ₹3,400 છે જ્યારે શનિવાર અને રવિવારે આ ભાડું ₹4,000 રાખવામાં આવ્યું છે

આઠ લોકો એક સાથે સફારી માટે જાય તો વ્યક્તિ દીઠ ખર્ચ અંદાજે Rs 425 થી 500 Rs જેટલો થાય છે

કેવડી જંગલ સફારી ટાઈમિંગ

પ્રવાસીઓની સુવિધા માટે દરરોજ ત્રણ સફારી સ્લોટ રાખવામાં આવ્યા છે

સફારી સ્લોટ અને સમય

પ્રથમ સ્લોટ સવારે 9:00 વાગ્યા થી 11 વાગ્યા સુધી
બીજો સ્લોટ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
ત્રીજો સ્લોટ બપોરે 3:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી

તમારી અનુકૂળતા પ્રમાણે સમય પસંદ કરી શકાય છે જોકે બુકિંગ પહેલા ઉપલબ્ધ સ્લોટ અને સમયની વન વિભાગ પાસેથી પુષ્ટિ કરી લેવી યોગ્ય રહેશે

કેવડી ઇકો ટુરીઝમ સફારી બુકિંગ કેવી રીતે કરવું

જો તમે કેવડી જંગલ સફારીની મજા માણવા માગતા હો તો પ્રવાસ પહેલા બુકિંગ ની માહિતી મેળવી લેવી જરૂરી છે
સફારીની બુકિંગ વિગતો માટે સુરત વન વિભાગ નો સંપર્ક કરી શકાય છે પ્રકાશિત માહિતી પ્રમાણે બુકિંગ માટે સત્તાવાર વેબસાઇટ નો ઉપિયોગ કરો

બુકિંગ કરતી વખતે નીચે બાબતોનું ખાસ ધ્યાન રાખવું

1 તમારી મુલાકાત ની તારીખ નક્કી કરો
2 કેટલા લોકો સફારીમાં જવાના છે તે નક્કી કરો
3 ઉપલબ્ધ સફારી પ્લોટ વિશે માહિતી મેળવો
4 ટિકિટના વર્તમાન ભાવની પુષ્ટિ કરો
5 બુકિંગ કન્ફર્મ થયા પછી જ પ્રવાસનું આયોજન કરો
સફારીના ભાડા અને બુકિંગ ની વિગતોમાં ફેરફાર થઈ શકે છે તેથી અગાઉથી ખાતરી કરવી જરૂરી છે

કેવડી ઇકો ટુરીઝમ માં રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ

કેવડી માત્ર જંગલ સફારી માટે જ નહીં પરંતુ શાંતિ થી રજાઓ માણવા માટે પણ સારું સ્થળ બની શકે છે
અહીં પ્રવાસીઓ માટે ટ્રી હાઉસ, ઇગલું ,અને કોટેજ જેવી રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે પરિવાર સાથે એક દિવસની મુલાકાત ઉપરાંત રાત્રિ રોકાણનું આયોજન પણ કરી શકાય છે.

આ વિસ્તારની એક ખાસ વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી અથવા ખૂબ મર્યાદિત છે એટલે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહીને કુદરત સાથે સમય પસાર કરવાની તક મળે છે

Kevadi Eco Tourism Safari

ભવિષ્યમાં ઈલેક્ટ્રીક જીપ્સી શરૂ કરવાની યોજના

હાલમાં સફારી માટે ડીઝલ થી ચાલતા વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે ભવિષ્યમાં ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે
ઈલેક્ટ્રીક જીપ્સી શરૂ થવાથી વાહનોના અવાજ અને ધુમાડામાં ઘટાડો કરવા માં મદદ મળશે જંગલમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને પ્રવાસન પ્રવૃત્તિઓની થતી અસર ઓછી કરવાનો પણ આ એક પ્રયાસ છે
વન વિભાગ કેવડીને એવી ઇકો ટુરિઝમ સાઈડ તરીકે વિકસાવવા માંગે છે કે જ્યાં પ્રવાસીઓ કુદરતનો આનંદ માણવાની સાથે પર્યાવરણનું મહત્વ પણ સમજી શકે

આ પણ વાંચો: Swachhta Survekshan Award 2025-26 સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતના શહેરોનો દેશભરમાં ડંકો અમદાવાદ સાણંદને પ્રથમ સ્થાન

નિષ્કર્ષ

દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલી કેવડી જંગલ સફારી પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ બની શકે છે ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ ,અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એક સારો પ્રવાસ વિકલ્પ છે

જો તમે જંગલમાં ફરવાનું પક્ષીઓ જોવા અને વન્યજીવન વિશે જાણવું ગમતું હોય તો કેવડી ની મુલાકાત લેવાનું અવશ્ય આયોજન કરી શકો છો, પ્રવાસ પહેલાં કેવડી કોટ ટુરીઝમ સફારી બુકિંગ સફારી નો સમય અને ટિકિટના ભાવની તાજી માહિતી મેળવી લેવી ખૂબ જરૂરી છે.

ડિસ્પ્લેમર: આ લેખમાં આપેલી સફારી ટિકિટ સમય અને બુકિંગ ની માહિતી ઉપલબ્ધ સ્ત્રોતો દ્વારા અને તેના આધારે રજૂ કરવામાં આવેલી છે તેમાં ફેરફાર હોઈ શકે છે. મુલાકાત કરતા પહેલા સંબંધીત વિભાગ પાસેથી માહિતીની પુષ્ટિ કરવી અને ઓનલાઈન બુકિંગ કરતાં પહેલા ચકાસો અને સત્તાવાર વેબસાઇટ અથવા વેરીફાઇડ સ્ત્રોત દ્વારા બુકિંગ કરો

Related News