Home › GUJARAT › GSRTC નો એક જ દિવસમાં ટિકિટ બુકિંગ નો નવો રેકોર્ડ 1.46 લાખથી વધુ સીટોનું બુકિંગ
GUJARAT

GSRTC નો એક જ દિવસમાં ટિકિટ બુકિંગ નો નવો રેકોર્ડ 1.46 લાખથી વધુ સીટોનું બુકિંગ

Share this article WhatsApp Facebook Telegram

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા ભાઈબીજના પવિત્ર તહેવારના અવશરે ટિકિટ બુકિંગ માં નવો રેકોર્ડ નોંધાવવામાં આવ્યો છે. એક જ દિવસમાં ગુજરાત એસટી ની 146875 સીટોનું બુકિંગ થતાં GSRTC નિગમે નવી સિદ્ધિ હાસન કરી છે આ સાથે ડિજિટલ માધ્યમથી ₹33.95 કરોડની આવક અને કુલ રૂપિયા 13 કરોડથી વધુની આવક નોંધાઇ છે

તહેવારોના દિવસોમાં ગુજરાતના લાખો લોકો પોતાના વતન અને પરિવારજનો અને સ્નેહીજનોને મળવા માટે મુસાફરી કરતા હોય છે ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન એસ.ટી ST બસોમાં મુસાફરોની સંખ્યા વધતી હોય છે. આવા સમયે GSRTC દ્વારા નોંધવામાં આવેલો આ બુકિંગ રેકોર્ડ જાહેર પરિવહન વ્યવસ્થામાં ડિજિટલ સુવિધાઓના વધતા ઉપયોગને દર્શાવે છે.

GSRTC માં એક જ દિવસમાં 146875 સીટોનું બુકિંગ

ભાઈબીજના દિવસે GSRTC દ્વારા એક જ દિવસમાં કુલ 146875 સીટોનું બુકિંગ કરવામાં આવ્યું હતું. આ બુકિંગ ના પરિણામે નિગમને ₹13 કરોડથી વધુની કુલ આવક થઈ હતી જ્યારે ડિજિટલ માધ્યમથી ₹3.55 કરોડની આવક નોંધાઈ હતી.

આ આંકડા દર્શાવે છે કે તહેવારો દરમિયાન મુસાફરો ગુજરાત એસ.ટી ( ST ) ની બસ સેવાનો મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.

સતત સાતમા વર્ષે GSRTC ની નોંધપાત્ર સિદ્ધિ

ગુજરાત એસ.ટી (ST) માટે આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે સતત સાતમા વર્ષે દેશની તમામ એસ.ટી યુનિટસમાં સર્વોચ્ચ છે બુકિંગ અને આ વર્ષે પણ આવકનો રેકોર્ડ જાળવી રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સિદ્ધિ ગુજરાતના જાહેર પરિવહન ક્ષેત્રે થઈ રહેલા ડિજિટલ પરિવર્તન ટેકનોલોજીના ઉપયોગ અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ આપવાના પ્રયાસોનું ઉદાહરણ છે.

આ પણ વાંચો: એકજ પરિવારના ત્રણેય ભાઈ-બહેન Ph.D. સ્કોલર-Three Siblings Ph.D. Scholars

GSRTC ના કર્મચારીઓની મહેનતને ધન્યવાદ

આ સફળતા પાછળ GSRTC ના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત પણ મહત્વપૂર્ણ છે જ્યારે તહેવારોના દિવસોમાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવતા હોય છે ત્યારે એસ.ટી (ST)ના અનેક કર્મચારીઓ પોતાની ફરજ પર હાજર રહીને લાખો મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમની મંજિલ સુધી પહોંચાડે છે
જેમાં બસ ડ્રાઇવર, કંડક્ટર, ડેપો સ્ટાફ, અને અન્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને કારણે જ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર સરળતાથી શક્ય બને છે.

આ પણ વાંચો: PM Narendra Modi Gujarat visit 13 અને 14 નવેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન

GSRTC ની ડિજિટલ સુવિધાઓથી મુસાફરોને ફાયદો

આજના સમયમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બન્યું છે, GSRTC ની મોબાઇલ એપ્લિકેશન અને અન્ય ડિજિટલ સુવિધાઓથી મુસાફરોને ટિકિટ બુકિંગમાં સરળતા મળી રહી છે. મુસાફરો પોતાની જરૂરિયાત પ્રમાણે મુસાફરીનું આયોજન કરી શકે છે અને સમયની પણ બચત કરી શકે છે.
ભાઈબીજના દિવસે નોંધાયેલ આ બુકિંગ રેકોર્ડ GSRTC ની કામગીરીની અને ડિજિટલ સેવાઓ પ્રત્યે મુસાફરોના વધતા વિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે.

નિષ્કર્ષ

ભાઈબીજના પવિત્ર અવસરે GSRTC દ્વારા એક જ દિવસમાં 146875 સીટોનું બુકિંગ અને રૂપિયા 13 કરોડથી વધુની કુલ આવક નોંધાઈ એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ખાસ કરીને મોબાઇલ એપ્લિકેશન થી થયેલું 99402 સીટોનું બુકિંગ ડિજિટલ સેવાઓની લોકપ્રિયતા દર્શાવે છે.
આ સિદ્ધિ બદલ GSRTCના તમામ કર્મચારીઓ અભિનંદન ને પાત્ર છે, તહેવારોમાં પોતાના પરિવારથી દૂર રહીને જન સેવામાં જોડાયેલા તમામ કર્મયોગીઓની મહેનત અને ફરજ નિષ્ઠાને હૃદય પૂર્વક સો સો સલામ.

આ પણ વાંચો: Gujarat teacher requirement ગુજરાતમાં 11000 શિક્ષકોની ભરતી પણ કચ્છ ને માત્ર 568 શિક્ષકો ફાળવાયા 1501 જગ્યાઓ હજુ ખાલી

Related News