Odisha Diwali Celebration ઓડિશામાં દિવાળીની અનોખી ઉજવણી ગામના યુવાને જાતે બનાવેલા રોકેટથી આકાશ ગજબિયું

Odisha Diwali Celebration: દિવાળી એટલે દીવડા રંગોળી મીઠાઈ અને ફટાકડાની રોશની દેશના મોટાભાગના શહેરોમાં લોકો દિવાળીની ઉજવણી ઘરની બાલકની કે સોસાયટીના મેદાનમાં ફટાકડા ફોડીને કરે છે. પરંતુ ઓડિશામાં દિવાળીની ઉજવણી નો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. અહીં ગામના યુવાનો પોતાની જાત મહેનતથી બનાવેલા વિશાળ રોકેટ આકાશમાં છોડીને દિવાળીની ઉજવણી કરે છે.
ઓડિશાની આ અનોખી દિવાળીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા નો વિષય બન્યો છે વીડિયોમાં ગામના ખુલ્લા મેદાનમાં યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિશાળ રોકેટને લોન્ચ કરવાની તૈયારી જોવા મળે છે. આ નજારો સામાન્ય ફટાકડાથી ઘણો અલગ છે
જોવો વિડીયો
ગામના યુવાનોએ જાતે બનાવ્યું વિશાળ રોકેટ
વીડિયોમાં જોવા મળે છે કે ખેતરની વચ્ચે ઈંટોનો એક નાનો મંચ બનાવવામાં આવ્યો છે તેના પર લાંબા વાંસના થાંભલાઓની મદદથી રોકેટ ગોઠવવામાં આવ્યું છે આ રોકેટ બજારમાંથી ખરીદવામાં આવેલુ સામાન્ય 50 રૂપિયા વાળું રોકેટ નથી પરંતુ ગામના યુવાનોએ પોતાની મહેનત અને આવડકથી તૈયાર કર્યું હોવાનો વીડિયોમાં જોવા મળે છે.
આ રોકેટ તૈયાર કરવા માટે યુવાનોએ ઘણા દિવસો સુધી મહેનત કરી હોવાનું જાણવામાં આવે છે ગામના યુવાનો માટે આ દિવાળીના ફટાકડા નથી પરંતુ તેમની કારીગરી અને ઉત્સાહ દર્શાવવાની એક અનોખી રીત છે
રોકેટ લોન્ચ થતાં જ ગુંજી ઉઠ્યું આખું મેદાન
રોકેટને આગ લગાવવામાં આવ્યા બાદ શરૂઆતમાં ધુમાડો જોવા મળે છે અને થોડીક ક્ષણોમાં જોરદાર અવાજ સાથે રોકેટ આકાશ તરફ ઝડપથી આગળ વધે છે રોકેટની સાથે ધુમાડાની લાંબી લકીર પણ જોવા મળે છે
મેદાનમાં હાજર યુવાનો અને અન્ય લોકો આ નજારો જોઈને ઉત્સાહિત થઈ જાય છે કેટલાક લોકો બૂમો પાડીને ખુશી વ્યક્ત કરે છે જ્યારે કેટલાકની નજર રોકેટ પર ટકેલી રહે છે કે રોકેટ કેટલી ઊંચાઈ સુધી પહોંચે છે તેને જોતા લોકોની નજર પણ આકાશ તરફ જ અટકી જાય છે
આ પણ વાંચો: PM Narendra Modi Gujarat visit 13 અને 14 નવેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન
Odisha Diwali Celebration ની અલગ ઓળખ
ભારતના દરેક રાજ્યમાં દિવાળી ઉજવવાની પોતાની પરંપરા અને રીત છે ક્યાંક દીવડા પ્રગટાવવામાં આવે છે તો ક્યાંક વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે ઓડિશાના કેટલા ગામોમાં વિશાલ રોકેટ અને પરંપરાગત આતિશબાજી સાથે દિવાળીની ઉજવણી થતી જોવા મળે છે
ગામના યુવાનો માટે આવી ઉજવણી મનોરંજન પૂરતી નથી તેમાં તેમની ઘણી મહેનત એકતા અને ઉત્સવ પ્રત્યેનો ઉત્સાહ પણ જોવા મળે છે
જોખમ અને પ્રદૂષણને લઈને પણ સાવચેતી જરૂરી
આવી વિશાળ આતિશબાજી જોવામાં ભલે રોમાંચ લાગે પરંતુ તેમાં આગ લાગવા ઈજા થવા અને હવા માં પ્રદુષણ ફેલાવવાનું જોખમ પણ રહેલું છે ખાસ કરીને ઘરે બનાવવામાં આવતા રોકેટ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે પ્રયોગ કરવો જોખમી બની શકે છે
તેથી આવી પ્રવૃત્તિઓથી અંતર રાખવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે દિવાળીની ખુશી ત્યારે જ સાચી કહેવાય જ્યારે ઉજવણીની સાથે લોકોની સુરક્ષા અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે
ઓડિશાની આ દિવાળીની ઝલક બતાવે છે કે ભારતના અલગ અલગ વિસ્તારોમાં તહેવારોની ઉજવણી એટલી વિવિધ અને અનોખી હોઈ શકે છે જોકે ઉજવણીની કોઈપણ ઉપમા સુરક્ષા અને જવાબદારીને પ્રાથમિકતા આપવી એટલી જ જરૂરી છે