Home › CRICKET › Neha Chavda: જામનગરની નેહા ચાવડાની વેસ્ટ ઝોન ક્રિકેટ ટીમમાં પસંદગી સ્મૃતિ મંધાના સાથે રમવાની તક મળશે
CRICKET

Neha Chavda: જામનગરની નેહા ચાવડાની વેસ્ટ ઝોન ક્રિકેટ ટીમમાં પસંદગી સ્મૃતિ મંધાના સાથે રમવાની તક મળશે

Share this article WhatsApp Facebook Telegram

Neha Chavda: જામનગરની મહિલા ક્રિકેટર નેહા ચાવડાએ ક્રિકેટ ક્ષેત્રે શહેર અને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે પોતાની મહેનત સતત પ્રેક્ટિસ અને રમત પ્રત્યેના સમર્પણના જોરે વેસ્ટ ઝોન ની ટીમમાં સ્થાનમેળવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં ભારતીય મહિલા ક્રિકેટની પ્રસિદ્ધ ખેલાડી સ્મૃતિ મંધાના સહિત અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ પણ સામેલ છે.

નેહા ચાવડાની આ પસંદગી જામનગરની મહિલા ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે ક્રિકેટની શરૂઆત કરીને જોનલ ટીમ સુધી પહોંચવાની તેમની સફર બીજી છોકરિઓ માટે પણ પ્રેરણા રૂપ બની શકે છે.

નેહા ચાવડા ની ક્રિકેટ સફર સંઘર્ષ અને મહેનતથી ભરેલી રહી છે

નેહા હરસુખભાઈ ચાવડા ને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો અન્ય રમતો કરતા તેમનું ધ્યાન વધારે ક્રિકેટ તરફ રહેતું હતું. આ શોખને કારણે કારકિર્દીમાં બદલવા માટે તેઓ વર્ષોથી સતત મહેનત કરી છે.
વર્ષ 2007 થી નેહાએ જામનગરની નવાનગર ક્રિકેટ એકેડમી અને જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાઈને તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સમય જતા તેમની રમત વધુ સારી બનતી ગઈ અને સ્થાનિક ક્રિકેટમાં તેમણે પોતાની ઓળખ બનાવી
નેહા ડાબા હાથે સ્પીન બોલિંગ કરે છે. અને જમણા હાથે બેટિંગ કરે છે એટલે કે તેઓ એક સારા ઓલરાઉન્ડર ખેલાડી તરીકે સ્થાન ધરાવે છે

156 મેચમાં 1220 રન અને 181 વિકેટ તેમના નામે છે

નેહા ચાવડાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની મહિલા ટીમ તરફથી રમતી વખતે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેમની રમતના આંકડા તેમની ક્ષમતા દર્શાવે છે.

નેહા ચાવડા ના ક્રિકેટ ના આંકડા અને જાણકારી

નામ – નેહા હરસુખ ચાવડા
શહેર – જામનગર
રમત – મહિલા ક્રિકેટ
બેટિંગ – જમણા હાથે
બોલિંગ – ડાબા હાથની સ્પીનર બોલર
કુલ મેચ – 156
કુલ રન – 1220
કુલ વિકેટ – 181
પસંદગી – વેસ્ટ જોન ટીમ
બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં યોગદાન આપવાની ક્ષમતાને કારણે નેહા ટીમ માટે ઉપયોગી ખેલાડી બની રહી છે

સ્મૃતિ મંધાના સહિતની ખેલાડીઓ સાથે રમવાની તક

વેસ્ટ ઝોન ની ટીમમાં દેશના અલગ અલગ રાજ્યોથી પ્રતિભાશાળી મહિલા ક્રિકેટરોને સ્થાન આપવામાં આવે છે. આ ટીમમાં મુંબઈ ,મહારાષ્ટ્ર ,ગુજરાત, વડોદરા, અને સૌરાષ્ટ્રની ખેલાડીઓનો સમાવેશ થાય છે.
નેહા ચાવડાની આ ટીમમાં સ્થાન મળતા તેમની સ્મૃતિ મંધા જેવી જાણીતી ભારતીય મહિલા ક્રિકેટર સાથે રમવાની તક મળી છે. આ અનુભવ તેમની ક્રિકેટ કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Neha Chavda દરરોજ 10 કલાકથી વધુ સમય ક્રિકેટની પ્રેક્ટિસ

નેહા ચાવડાની સફળતા પાછળ વર્ષોની મહેનત રહેલી છે ક્રિકેટમાં આગળ વધવા માટે તેઓ દરરોજ 10 કલાકથી વધુ સમય તાલીમ અને પ્રેક્ટિસમાં વિતાવતા હતા.
જામનગરના ક્રિકેટ બંગલે મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી તેમણે ક્રિકેટની તાલીમ મેળવી છે.અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ને તેઓ પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે.
નેહા અગાઉ સૌરાષ્ટ્રની અંડર 19 મહિલા ટીમમાં પણ રમી ચૂકી છે, ત્યારબાદ સિનિયર મહિલા ટીમમાં સ્થાન મેળવીને તેમણે પોતાની રમતને વધુ મજબૂત બનાવી છે.

આ પણ વાંચો: ODI World Cup 2027. વિરાટ કોહલી નો છેલ્લો વર્લ્ડ કપ હશે? રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા

દેશ વિદેશમાં ક્રિકેટ રમીને જામનગરનું નામ રોશન કર્યું

નેહા ચાવડાએ માત્ર સ્થાનિક મેદાનો પૂરતી પોતાની રમતને મર્યાદિત રાખી નથી તેમણે દેશના વિવિધ શહેરોમાં યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લીધો છે
વર્ષ 2011માં બેંગ્લોર ખાતે ભારત ભર માંથી પસંદ કરાયેલી 30 મહિલા ક્રિકેટરોની તાલીમ માટેની પસંદગીમાં પણ નેહા ચાવડાને સ્થાન મળ્યું હતું આ ઉપરાંત પુડુચેરી, લખનઉ, રાંચી, ધનબાદ, અને વિશાખાપટનમ જવા શહેરોમાં પણ તેઓ ક્રિકેટ રમી ચૂકી છે. અને બાંગ્લાદેશમાં પણ પોતાની રમત બતાવવાની તક મળી હતી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું છે નેહા ચાવડા

નેહા ચાવડા માટે વેસ્ટ ઝોન ની ટીમમાં સ્થાન મેળવવું એ અંતિમ મુકામ નથી તેમનું મોટું સપનું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું છે.
આ માટે તેઓ સતત પોતાની બેટિંગ અને બોલિંગમાં સુધારો કરવા મહેનત કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરીને દેશ માટે રમવાની તક મેળવવા તેઓ ઉત્સુક છે.
જામનગરની નેહા ચાવડાની વેસ્ટ ઝોન ટીમમાં પસંદગીથી શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં આનંદની લાગણીઓ જોવા મળી રહી છે તેમની આ સફળતા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રની યુવા મહિલા ક્રિકેટરોને આગળ વધવા માટે નવી પ્રેરણા આપશે

આ પણ વાંચો: India vs Japan T20I: જાપાન સામે માંડ માંડ જીત્યું ભારત, બે રનથી રોમાંચક જીત

Related News