Home GUJARAT LPG Gas Cylinder KYC: LPG સબસીડી ચાલુ રાખવા માટે E-KYC જરૂરી 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું પડશે
GUJARAT

LPG Gas Cylinder KYC: LPG સબસીડી ચાલુ રાખવા માટે E-KYC જરૂરી 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું પડશે

Share this article WhatsApp Facebook Telegram

LPG Gas Cylinder KYC: હવે LPG ગ્રાહકો માટે મહત્વનું બની ગયું છે. ઘરેલુ ગેસ સિલિન્ડર પર મળતી સરકારી સબસીડી ચાલુ રાખવા માટે ગ્રાહકોએ E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. જે ગ્રાહકો સમયસર KYC નહીં કરાવે તેમને મળતી સબસીડી નો લાભ બંધ થઈ શકે છે. મળતી માહિતી મુજબ 1 ઓક્ટોબર 2026 થી LPG સબસિડી મેળવવા માટે E-KYC ફરજિયાત કરવામાં આવી છે. ગ્રાહકોએ 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં પોતાની E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, જો આ સમય મર્યાદા સુધી KYC પૂર્ણ નહીં કરવામાં આવે તો સબસીડી ના લાભ બંધ થવાની શક્યતા છે.

LPG Gas Cylinder KYC માટે 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ

LPG ગ્રાહકોએ E-KYC પૂર્ણ કરવા માટે અગાઉ પણ સરકાર તરફથી સમય આપવામાં આવ્યો હતો. આ માટેની સમય મર્યાદા અગાઉ અનેક વખત લંબાવવામાં આવી ચૂકી છે, હવે ફરીવાર ગ્રાહકોને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે,

ખાસ કરીને કચ્છ જિલ્લામાં હજુ પણ મોટી સંખ્યામાં LPG ગ્રાહકોનું બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન બાકી હોવાનું સામે આવ્યું છે. કચ્છમાં અંદાજે 46,500 LPG ગ્રાહકોની બાયોમેટ્રિક પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી, આવી સ્થિતિમાં આ ગ્રાહકોએ સમયસર પોતાની KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

KYC નહીં કરનારને ₹210 ની સબસીડી મળતી બંધ થશે

LPG સિલિન્ડર પર મળતી સબસીડી ગ્રાહકો માટે સીધી રીતે મહત્વની છે, માહિતી પ્રમાણે KYC પૂર્ણ નહીં કરનાર ગ્રાહકોને સિલિન્ડર દીઠ આશરે 210 રૂપિયાની સબસીડી નો લાભ મળતો બંધ થઈ શકે છે.

એટલે જે ગ્રાહકોની હાલમાં LPG સિલિન્ડર પર સરકારી સબસીડી મળે છે, તેમણે KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે કે નહીં તે ચકાસી લેવું જરૂરી છે. ખાસ કરીને જેમનું બાયોમેટ્રિક ઓથેન્ટીગેશન હજુ બાકી છે તેમણે છેલ્લી તારીખ પહેલા પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

KYC નહીં કરો તો ગેસ સિલિન્ડર મળશે કે નહીં મળે?

આ બાબતે ઘણા LPG ગ્રાહકોમાં મૂંઝવણ જોવા મળે છે E-KYC ન કરવાથી ગેસ સિલિન્ડર મળતું જ બંધ થઈ જશે, એવું નથી ગ્રાહકોને ગેસ સિલિન્ડર મળતો રહેશે.

પરંતુ સિલિન્ડર પર સબસીડી મેળવવા માટે E-KYC પૂર્ણ કરવું જરૂરી રહેશે એટલે KYC ન કરનાર ગ્રાહકને સિલિન્ડર તો મળી શકે પરંતુ સરકાર તરફથી મળતી સબસીડી નો લાભ અટકી શકે છે.

એટલા માટે ગ્રાહકોને સિલિન્ડર બુકિંગ અને સબસીડી વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે KYC ની સીધી અસર સબસીડી ના લાભ સાથે જોડાયેલી છે.

LPG ગ્રાહકોએ KYC કેવી રીતે કરાવી શકે?

ગ્રાહકો માટે E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. LPG ગ્રાહકો ડિજિટલ ચેનલ મોબાઇલ એપ whatsapp સેવા અથવા આઇવીઆરએસ જેવા માધ્યમનો ઉપયોગ કરી શકે છે.

જે ગ્રાહકો બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન જરૂરી હોય તેમણે સંબંધીત પ્રક્રિયા પણ પૂર્ણ કરવાની રહેશે KYC કરતી વખતે ગ્રાહકની માહિતી LPG કનેક્શન સાથે યોગ્ય રીતે જોડાયેલી છે કે નહીં, તેની પણ કાળજી રાખવાની જરૂરી છે.

કચ્છના 46500 ગ્રાહકો ના બાયોમેટ્રિક ઓથોટીકેશન બાકી

કચ્છ જિલ્લામાં હજારો LPG ગ્રાહકો હજુ સુધી એ-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, અંદાજે 46,5 00 ગ્રાહકનું બાયોમેટ્રિક અને ઓથોનીકેશન બાકી હોવાનું જાણવામાં આવ્યું છે.

30 સપ્ટેમ્બર 2026 ની મર્યાદા નજીક આવી રહી હોવાથી બાકી રહેલા ગ્રાહકોએ હવે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા તરફ ધ્યાન આપવું તે જરૂરી છે. સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સબસીડીના લાભ મળતા બંધ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: વડોદરા (Vadodara)માં રૂપિયા 1.297 કરોડથી વધુ ના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સરકારે અગાઉ પણ વધારી હતી સમય મર્યાદા

LPG એ-KYC ને લઈને ગ્રાહકોને પૂરતો સમય મળે તે માટે સરકારે અગાઉ પણ સમય મર્યાદામાં વધારો કર્યો હતો. લગભગ અલગ અલગ તબક્કે ગ્રાહકોને KYC પૂર્ણ કરવાની તક આપવામાં આવી હતી.

હવે વર્તમાન સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2026 સુધી છે. ફરીથી સમય મર્યાદા વધારવામાં આવશે કે નહીં તે અંગે ગ્રાહકોએ માત્ર આશા રાખવાને બદલે હાલની સમય મર્યાદા પહેલા જ પોતાની KYC પ્રક્રિયા પૂર્ણ કરી લેવી વધુ યોગ્ય રહેશે.

LPG ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?

જે ગ્રાહકોને ગેસ સિલિન્ડર પર સબસીડી મળે છે, તેમણે પોતાની E-KYCની સ્થિતિ ચકાસી લેવી જોઈએ જો બાયોમેટ્રિક અથવા ઓથોટીકેશન KYC હજુ બાકી હોય તો 30 સપ્ટેમ્બર પહેલા તે પૂર્ણ કરીલેવી.

ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગ્રાહકોની KYC બાકી હોવાથી અંતિમ દિવસની રાહ જોવાની બદલે હવે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરવી સરળ રહેશે.

હાલની માહિતી પ્રમાણે 1 ઓક્ટોબર 2026 થી સબસીડી ચાલુ રાખવા માટે ગેસ સિલિન્ડર KYC પૂરું નહીં કરનાર પાત્ર ગ્રાહકોને સિલિન્ડર દીઠ મળતી 210 રૂપિયાની સબસીડી નો લાભ લાગુ નહીં પડે તેથી LPG ગ્રાહકોએ 30 સપ્ટેમ્બર 2026 પહેલા પોતાની KYC અને જરૂરી બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જોઈએ.

આ પણ વાંચો: Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત

Related News