Home GUJARAT વડોદરા (Vadodara)માં રૂપિયા 1.297 કરોડથી વધુ ના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત
GUJARAT

વડોદરા (Vadodara)માં રૂપિયા 1.297 કરોડથી વધુ ના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Share this article WhatsApp Facebook Telegram

વડોદરા (Vadodara) જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ₹1.297 કરોડથી વધુના વિવિધ જન કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનું ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને આ વિકાસ કાર્યોમાં માર્ગ, અને મકાન, આરોગ્ય, ઉર્જા, પંચાયત, તેમજ શહેરી વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

આ યોજનાઓમાં મહી નદી પર બનાવવામાં આવેલો ગંભીરા બ્રિજ ખાસ મહત્વ ધરાવે છે. આ બ્રિજ નિર્ધારિત 12 મહિનાની સમય મર્યાદામાં તૈયાર કરવામાં આવ્યો છે. બ્રીજના નિર્માણથી આસપાસના વિસ્તારો વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે અને લોકોને આવવા જવામાં સુવિધા મળશે.

આ ઉપરાંત નવનિર્મિત ડૉ બાબા સાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ડૉ બાબા સાહેબ આંબેડકરના જીવન તેમના વિચારો અને સમાજ માટેના યોગદાન વિશે લોકોને જાણવાની તક મળશે.

વડોદરામાં અનેક ક્ષેત્રોમાં વિકાસ કાર્યો

વડોદરામાં માત્ર રોડ અને બ્રિજ જેવા મોટા વિકાસ પૂરતો જ ભાર મૂકવામાં નથી આવ્યો, શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, ઉર્જા, અને શહેરી સુવિધાઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટ પર પણ કામ થઈ રહ્યું છે.

વિકાસ યોજનામાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ તેમજ iti ગોરવા ખાતે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે, આ પ્રોજેક્ટ શહેરની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો છે.

વડોદરા જિલ્લો અને શહેર છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મોટા પ્રોજેક્ટને કારણે ચર્ચામાં રહ્યું છે. ખાસ કરીને Aviation, Education, Defence Manufacturing અને Multimodal Logistics જેવા ક્ષેત્રમાં પણ વડોદરા નું મહત્વ સતત વધી રહ્યું છે.

ઉડ્ડયન અને સંરક્ષણ ક્ષેત્રમાં વડોદરાનું વધતું મહત્વ

વડોદરામાં આવેલા મોટા પ્રોજેક્ટમાં C-295 એરક્રાફ્ટ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે આ પ્રોજેક્ટને કારણે શહેરની ઓળખ એવિએશન અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સાથે વધુ મજબૂત બની છે.

આ ઉપરાંત વડોદરામાં દેશની પ્રથમ ગતિ શક્તિ યુનિવર્સિટી પણ આવેલી છે પરિવહન લોજિસ્ટિક્સ અને સંબંધિત ક્ષેત્રોમાં શિક્ષણ તથા તાલીમ માટે આ સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

બીજી તરફ ફ્રેઇટ કોરિડોર જેવી આધુનિક કનેક્ટિવિટી સાથે જોડાયેલા પ્રોજેક્ટને કારણે પણ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં પરિવહન અને માલસામાનની અવરજવર માટે નવી તકો ઊભી થઈ રહી છે.

લોકો માટે ઉપયોગી બનશે નવા વિકાસ પ્રોજેક્ટ

રૂપિયા 1.297 કરોડથી વધુના આ વિકાસ પ્રોજેક્ટ અલગ અલગ ક્ષેત્રોને આવરી લે છે રસ્તા અને બ્રિજ જેવા પ્રોજેક્ટ થી સામાન્ય લોકોની દૈનિક અવર-જવર સરળ બનશે જ્યારે આરોગ્ય અને શહેરી વિકાસ સાથે જોડાયેલા કામોથી સ્થાનિક સ્તરે જરૂરી સુવિધાઓમાં સુધારો થશે અને વધારો થશે.

ખાસ કરીને ગંભીરા બ્રિજ નું નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ થવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવા બ્રિજ થી લોકોના મુસાફરીના સમયમાં રાહત મળવાની સાથે આસપાસના વિસ્તારો વચ્ચેનું જોડાણ પણ વધુ મજબૂત અને સરળ બનશે.

આ વિકાસ કામનો લાભ માત્ર વડોદરા શહેર પૂરતો જ નહીં રહે પરંતુ વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોને પણ એનો ફાયદો મળશે.

Vadodara Latest News

આ પણ વાંચો: Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત

ડૉ બાબા સાહેબ આંબેડકર ના વિચારોને આગળ વધારવાનો સંદેશ

આ પ્રસંગે ડૉ બાબા સાહેબ આંબેડકર ના સામાજિક અને સમાનતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. સમાજના તમામ વર્ગોને સાથે લઈને વિકાસના માર્ગે આગળ વધવાની વાત પણ કરવામાં આવી હતી.

વિકસિત ગુજરાતના નિર્માણ સાથે વિકસિત ભારતના નિર્માણમાં પણ દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવે તેઓ સંકલ્પ કરવાનો આહવાહન કરવામાં આવ્યું હતું.

આ રીતે જોઈએ તો વડોદરામાં એક સાથે વિવિધ ક્ષેત્રોમાં મોટા પ્રોજેક્ટ ના કામ આગળ વધી રહ્યા છે. જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા કામોથી શહેરનું મહત્વ વધુ વિસ્તરી રહ્યું છે. આવનારા સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વડોદરા અને આસપાસના વિસ્તારમાં કનેક્ટિવિટી, રોજગાર ,શિક્ષણ ,અને અન્ય જાહેર સુવિધાઓને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: રાપર (Rapar) ફતેગઢ પાસે ફાયરિંગ કરી હત્યાની કોશિશ નો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા

Related News