Home GUJARAT રાપર (Rapar) ફતેગઢ પાસે ફાયરિંગ કરી હત્યાની કોશિશ નો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા
GUJARAT

રાપર (Rapar) ફતેગઢ પાસે ફાયરિંગ કરી હત્યાની કોશિશ નો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા

Share this article WhatsApp Facebook Telegram

કચ્છના રાપર (Rapar) તાલુકાના ફતેગઢ ગામની સીમમાં આવેલા ભોજનારી ડેમ નજીક માલધારી પરિવારના પડાવમાં થયેલા ફાયરિંગના બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ આમલે એલસીબી ની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફાયરિંગની આ ઘટનામાં જોગાભાઈ રબારીને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ગત 16 સપ્ટેમ્બર ની રાત્રે બે શખ્સો મોટરસાયકલ લઈને ફતેગઢ ગામની સીમમાં આવેલા માલધારી પરિવારના પડાવ નજીક પહોંચ્યા હતા, ત્યારબાદ બંને શખ્સોએ જોગાભાઈ રબારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બંને આરોપીઓ મોટરસાયકલ પર ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી, ફાયરીંગમાં જોગાભાઈ રબારી ને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે રાપર પોલીસે હત્યાની કોશિશ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Rapar વિસ્તારમાં સીસીટીવી ન હોવાથી તપાસમાં મુશ્કેલ

ફાયરિંગની ઘટના જ્યાં બની હતી ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવું સરળ નહોતું, જોકે એલસીબી ની ટીમે તપાસ અટકાવી નહીં પોલીસની ટીમોએ સમગ્ર વાગડ વિસ્તારમાં કેમ્પ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે સ્થાનિક સ્તરે માહિતી એકત્ર કરી હતી અને ખાનગી વાતમીદારોની મદદ પણ લેવામાં આવી હતી, સતત તપાસ અને મળતી માહિતીના આધારે પોલીસને ફાયરિંગ કરનાર બંને શક્ષો વિશે મહત્વની કડી મળી હતી.

આ તપાસના આધારે એલસીબી ની ટીમે અહેમદ નજરમામદ હિંગોળજા અને રિઝવાન સુલેમાન સમયજા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં બંને આરોપીઓ આડેસર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

શિકાર કરવા આવ્યા હતા માલધારી લોકો જાગી જતા ફાયરિંગ કર્યું

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ બંને આરોપીઓ રાત્રિના સમયે માલધારી વિસ્તારના પડાવ ની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં શિકાર કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન પડાવમાં રહેતા માલધારી લોકો જાગી ગયા હતા અને આરોપીઓની હિલચાલની જાણ થઈ ગઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબુલાત કરી હતી કે માલધારી લોકો જાગી જતા તેમણે તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ વન્ય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા

આ બનાવમાં જોગાભાઈ રબારી ને ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી બનાવ બાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, અને આખરે બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો: Nakhtrana: (નખત્રાણા) દેવીસરની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વાલીઓમાં રોષ

દેશી બંદૂક સહિતનો મુદ્દા માલ જપ્ત

એલસીબી ની ટીમે બન્ને આરોપીઓ પાસેથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી હોવાની શંકા ધરાવતી દેશી બનાવતી બંદૂક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને તેમની પાસેથી ગન પાવડર ગોળી બનાવવાનો સામાન લોખંડના છરા અને અન્ય સામગ્રીઓ પણ મળી આવી હતી.

આ ઉપરાંત આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલા સમગ્ર મુદ્દા માલ ની કિંમત આશરે રૂપિયા 70,500 હોવાનું જણાવ્યું છે.

બંને આરોપીઓ રાપર પોલીસને સોપાયા

ફાયરિંગ કેસમાં બંને આરોપીઓને ઝડપી લીધા બાદ એલસીબી ની ટીમે તેમને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે હવે રાપર પોલીસ સમગ્ર ઘટનાની વધુ તપાસ કરશે.

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી મળેલા મુદ્દામાલ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

ફતેગઢ પાસે બનેલી આ ફાયરિંગની ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે જો કે સમગ્ર મામલાની હકીકત અને આરોપીઓ સામેના પુરાવા અંગેની વધુ વિગતો પોલીસની આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Nakhatrana (નખત્રાણા) પોલીસે લૂંટ અને હત્યા નો ભેદ ઉકેલ્યો

Related News