Rare snakes: કચ્છના કાળા ડુંગર પર જોવા મળ્યા બે દુર્લભ સાપ

Rare snakes: કચ્છના કાળા ડુંગર વિસ્તારમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન બે દુર્લભ સાપ જોવા મળતા આ વિસ્તારની જૈવવિવિધતા ફરી એકવાર સામે આવી છે 9 સપ્ટેમ્બર 2026 ના રોજ સાંજે લગભગ 7:30 વાગ્યે બે અલગ અલગ પ્રજાતિના સાપ નજરે પડ્યા હતા.
વન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવતા ખાવડા રાઉન્ડના જળાશ વિસ્તારમાં આ બંને સાપ જોવા મળ્યા હતા ઓળખ દરમિયાન એક સાપ રજવાડી સાપ એટલે કે Black-headed Royal Snake અને બીજો રેતીયો સાપ એટલે કે Afro-Asian Sand Snake હોવાનું સામે આવ્યું છે.
Rare snakes તરીકે ઓળખાતા બંને સાપ કઈ પ્રજાતિના છે?
સર્વે દરમિયાન જોવા મળેલા રજવાડી સાપનું વૈજ્ઞાનિક નામ Spalerosophis atriceps છે. આ સાપ સંપૂર્ણપણે બિનજેરી હોય છે, એટલે કે તેના કરડવાથી ઝેરની અસર થતી નથી, કચ્છ જેવા સૂકા અને અર્ધ શુષ્ક વિસ્તારમાં જોવા મળતી વિવિધ સાપની પ્રજાતિઓમાં આ સાપનું પણ આગવું સ્થાન છે.
બીજો સાપ રેતીયો સાપ હતો જેને અંગ્રેજીમાં Afro-Asian Sand Snake તરીકે ઓળખવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક નામ Psammophis schokari છે. આ સાપને આંશિક રીતે ઝેરી માનવામાં આવે છે, પરંતુ તેનું ઝેર મારણ માટે જીવલેણ માનવામાં આવતું નથી.
બંને સાપ એક જ વિસ્તારમાં જોવા મળ્યા હોવાથી વન વિભાગના સર્વે દરમિયાન કચ્છની સ્થાનિક જૈવ વિવિધતાનો વધુ એક મહત્વનો રેકોર્ડ નોંધાયો છે.
આ પણ વાંચો: Nakhatrana (નખત્રાણા) પોલીસે લૂંટ અને હત્યા નો ભેદ ઉકેલ્યો
કાળો ડુંગર કચ્છ માટે કેમ મહત્વનો છે
કાળો ડુંગર કચ્છના સૌથી ઊંચા વિસ્તારો માંથી એક છે. અહીંનું કુદરતી વાતાવરણ અને આસપાસ નો વિસ્તાર વિવિધ પ્રકારના વન્યજીવો માટે અનુકૂળ છે. ખાસ કરીને કચ્છના સૂકા અને રણ જેવા વિભાગમાં રહેવા માટે અનુકૂળ થયેલી અનેક દુર્લભ જીવ અહીં જોવા મળે છે.
કાળા ડુંગર વિસ્તારમાં થતા આવા સર્વે દ્વારા વન વિભાગને અલગ અલગ પ્રજાતિઓની હાજરી અને તેમનું રહેણાંક અને વિસ્તારની જૈવ વિવિધતા અંગે વધુ માહિતી મળે છે. વન્યજીવોની સંખ્યા અને તેમની હાજરી અંગે માહિતી એકત્ર કરવા માટે આવા સર્વે ખૂબ મહત્વના બને છે.
વનવિભાગે લોકોને કરી ખાસ અપીલ
કાળા ડુંગર વિસ્તારમાં બે દુર્લભ સાપ જોવા મળ્યા બાદ વન વિભાગે સ્થાનિક લોકો તેમજ અહીં આવતા પ્રવાસીઓને વન્યજીવોના સંરક્ષણ સહયોગ આપવા અપીલ કરી છે.
સાપ કે અન્ય કોઈ વન્યજીવ જોવા મળે ત્યારે તેને પરેશાન ન કરવા તેની પાછળ ન દોડવા અને તેને નુકસાન ન પહોંચાડવા માટે લોકોને જણાવવામાં આવ્યું છે. વન્ય જીવ પોતાના કુદરતી વાતાવરણમાં જોવા મળે છે ત્યારે સુરક્ષિત અંતર જાળવવું અને તેને પોતાની રીતે આગળ વધવા દેવા જરૂરી છે.
કચ્છ માત્ર રણ અને પ્રવાસન માટે જાણીતું નથી પરંતુ અહીં વિવિધ પ્રકારની વનસ્પતિ અને વન્ય જીવો પણ જોવા મળે છે. કાળા ડુંગર પર થયેલી આ બે દુર્લભ સાપની નોંધ એ વાતનો વધુ એક પુરાવો છે કે કચ્છની ધરતી પર હજુ પણ અનેક એવી જીવ સૃષ્ટિ વસે છે, જેના વિશે સતત સંશોધન અને સર્વે થકી નવી માહિતી સામે આવી શકે છે.
આ પણ વાંચો: રાપર (Rapar) ફતેગઢ પાસે ફાયરિંગ કરી હત્યાની કોશિશ નો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા