Nakhtrana: (નખત્રાણા) દેવીસરની સરકારી માધ્યમિક શાળા

Nakhtrana: (નખત્રાણા) દેવીસરની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વાલીઓમાં રોષ

Nakhtranaના દેવીસર ગામની સરકારી માધ્યમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની ઘટ હોવાના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, અને અંગ્રેજી, જેવા મુખ્ય વિષયોના શિક્ષકો પૂરતા પ્રમાણમાં ન હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી હોવાની વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વાલીઓના જણાવ્યા પ્રમાણે દેવીસર સરકારી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી અંગ્રેજીના શિક્ષકને અન્ય શાળામાં ચાર્જ સોંપવામાં આવ્યો છે, હવે ગણિત, વિજ્ઞાનના, શિક્ષકને પણ અન્ય શાળામાં ચાર્જ આપવામાં આવતા શાળામાં અભ્યાસની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.

મુખ્ય વિષયોના શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના ભણતર પર અસર

શાળામાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોના શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને નિયમિત શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. શિક્ષકોને અન્ય શાળામાં ચાર્જ સોંપવાની વ્યવસ્થા ના કારણે જે શાળામાંથી શિક્ષકને મોકલવામાં આવે છે ત્યાંના વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

વાલીઓનું કહેવું છે કે શિક્ષકોની ઘટનો પ્રશ્ન લાંબા સમયથી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે વિદ્યાર્થીઓમાં અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

આગેવાનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત

આ મુદ્દે દેવીસરના વાલીઓ સાથે સરપંચ પ્રતિનિધિ ન્યાય સમિતિના ચેરમેન તેમજ વિવિધ સમાજના આગેવાનો પણ આગળ આવ્યા છે. સામાજિક આગેવાનો દ્વારા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરીને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆત દરમિયાન દેવીસર સરકારી પ્રાથમિક શાળામાં જરૂરી વિષયોના શિક્ષકોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ઘટ ના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તેવી માંગ પણ કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીએ આઠ દિવસમાં ઉકેલની ખાતરી આપી

દેવીસરના સામાજિક આગેવાનોની રજૂઆત બાદ કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પ્રશ્નનું આઠ દિવસમાં નિવારણ કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે શિક્ષકોની ઘટના પ્રશ્ન કઈ રીતે ઉકેલાય છે, અને શાળામાં જરૂરી શિક્ષકોની વ્યવસ્થા ક્યારે થાય છે તેના પર વાલીઓની નજર છે.

આ પણ વાંચો: Nakhatrana (નખત્રાણા) પોલીસે લૂંટ અને હત્યા નો ભેદ ઉકેલ્યો

કચ્છની અન્ય સરકારી શાળાઓમાં પણ શિક્ષકોની ઘટ હોવાના આક્ષેપો

વાલીઓનો આક્ષેપ છે કે માત્ર દેવીસર જ નહીં પરંતુ કચ્છ જિલ્લાની અનેક સરકારી માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષકોની ભારે ઘટ જોવા મળી રહી છે, નવી શાળાઓને મંજૂરી આપવામાં આવે છે પરંતુ પૂરતા શિક્ષકોની ભરતી થતી નથી. અને અનેક શાળાઓમાં શિક્ષકોની અછત ઊભી થઈ રહી છે.

વ્યવસ્થાના ભાગરૂપે એક શાળાના શિક્ષકોને બીજી શાળામાં ચાર્જ સોંપવામાં આવે છે, પરંતુ આ રીતે વ્યવસ્થા ચલાવવાથી જે શાળામાંથી શિક્ષકને અન્ય શાળામાં મૂકવામાં આવે છે ત્યાં વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોવાની વાલીઓની ફરિયાદ છે.

દેવીસરના વાલીઓ અને આગેવાનો હવે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી આઠ દિવસની ખાતરી બાદ આગળ શું કાર્યવાહી થાય છે, તેની રાહ જોઈ રહ્યા છે. મુખ્ય વિષયોના શિક્ષકોની પૂર્તિ વ્યવસ્થા થાય અને વિદ્યાર્થીઓનું ભણતર નિયમિત રીતે ચાલે તેવી માંગ વાલીઓની છે.

આ પણ વાંચો: Gujju Love Guru Chandan Rathodનું અકસ્માતમાં મોત, ત્રણ કલાક પહેલા બનાવેલી છેલ્લી રીલ વાયરલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top