Aacharya devvrat garudeshwar visit રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી ના મોડેલ ફાર્મની મુલાકાત લીધી

Aacharya devvrat garudeshwar visit : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીના નર્મદા જિલ્લાના બે દિવસથી પ્રવાસના બીજા દિવસે તેમણે ગરુડેશ્વર તાલુકાના ભીલવાસી ગામની મુલાકાત લીધી હતી.
અહીં તેમણે ખેડૂત રાજેશભાઈ તડવીના પ્રાકૃતિક ખેતી ના મોડેલ ફાર્મની મુલાકાત લઈને ખેતરમાં થતી વિવિધ ખેતી અને પાકની જાતો વિશે જાણકારી મેળવી હતી.
રાજ્યપાલે ફાર્મ માં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિને નજીકથી નિહાળી હતી. તેમણે ખેતરમાં ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ખેડૂત સાથે ખેતીને લગતી બાબતો અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

Aacharya devvrat દેશી ગાયોના મહત્વ પર ભાર મૂક્યો

પ્રાકૃતિક ખેતી ના આ મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજીએ દેશી ગાયોના પાલન અને ખેતી માં તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ખેડૂતોને દેસી ગાયોના ઉછેર સાથે પ્રાકૃતિક ખેતી ને જોડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂત રાજેશભાઈ તડવી ના ફાર્મ પર અલગ અલગ પાકો સાથે, ગાયોના પાલન અંગેની વ્યવસ્થા પણ રાજ્યપાલે જોઈ હતી, તેમણે ખેડૂતો સાથે વાતચીત કરીને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવામાં આવે છે,અને ખેતી સાથે પશુપાલનને કેવી રીતે જોડવામાં આવે છે, તે અંગે માહિતી મેળવી હતી.
રાજ્યપાલે ફાર્મમાં ઉગાડવામાં આવેલા પાકોને પણ ધ્યાનથી જોયા હતા. ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી ના વિવિધ પાકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા, અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ગરુડેશ્વર ના મોતીરાવલ ગામમાં આદિવાસી પરિવારની મુલાકાત

મોડલ ફાર્મ ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતજી ગરુડેશ્વર તાલુકાના મોતીરાવલ ગામ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિવાસી પરિવારના મુકેશભાઈ તડવી ના ઘરે જઈ પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલે મુકેશભાઈ તડવીના પરિવાર સાથે ઘર આંગણે બેસીને વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન પરિવારના સભ્યો સાથે તેમને પારિવારિક વાતાવરણમાં સંવાદ કર્યો હતો. સ્થાનિક પરંપરા મુજબ પરિવાર દ્વારા કરવામાં આવેલા સાદા ભોજન પણ તેમણે કર્યું હતું.
રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન ગ્રામ્ય જીવન પ્રાકૃતિક ખેતી દેશી ગાયોના પાલન અને સ્થાનિક પરંપરાઓ સાથે સીધો સંવાદ જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસના બીજા દિવસે તેમણે એક તરફ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો સાથે ખેતી અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ આદિવાસી પરિવારના ઘરે જઈ પરિવારજનો સાથે સમય વિતાવ્યો હતો.
ગરુડેશ્વર તાલુકામાં થયેલી આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી અને ખેડૂતો સાથેના સંવાદ ઉપરાંત સ્થાનિક આદિવાસી સમાજની જીવનશૈલી અને પરંપરાઓ સાથે પણ રાજ્યપાલનો સીધો સંપર્ક રહ્યો હતો
આ પણ વાંચો: Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત