Chandan Rathod ( Gujju Love Guru) ની યાદ માં તેમના અકસ્માત સ્થળે બનશે સ્મારક પરિવારને મળ્યા (Vijay Suwala) વિજય સુવાળા

Chandan Rathod ( Gujju Love Guru) ના અકાળે નિધન બાદ પરિવારજનો મિત્રો અને તેમને ઓળખતા લોકોમાં શોક ની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતની મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો પણ Chandan Rathod ( Gujju Love Guru) ને યાદ કરીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન જાણીતા ગુજરાતી કલાકાર (Vijay Suwala) વિજય સુવાળા ચંદન રાઠોડ ના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.
(Vijay Suwala) વિજય સુવાળા એ પરિવારજનો સાથે મુલાકાત કરી અને Chandan Rathod ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દુઃખની આ ઘડીમાં પરિવાર સાથે ઉભા રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડની યાદને કાયમી રાખવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
(Vijay Suwala) વિજય સુવાળા એ Chandan Rathod ( Gujju Love Guru) ને આપી શ્રદ્ધાંજલિ
ચંદન રાઠોડ ને લોકો ગુજ્જુ લવ ગુરુ તરીકે ઓળખતા હતા તેમના નિધનના સમાચાર બાદ તેમના પરિવાર અને નજીકના લોકોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે. ચંદન રાઠોડ ને ઓળખતા અને તેની સાથે જોડાયેલા લોકો સતત પરિવારને સાંત્વના આપી રહ્યા છે.
વિજય સુવાળા પણ આ મુશ્કેલ સમયમાં પરિવારને મળવા પહોંચ્યા હતા. તેમણે પરિવારજનો સાથે થોડો સમય વિતાવ્યો અને ચંદન રાઠોડ ના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન વાતાવરણ ખૂબ જ ભાવુક બની ગયું હતું.
અકસ્માત સ્થળે બનશે ચંદન રાઠોડનું સ્મારક
પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન વિજય સુવાળા એ જણાવ્યું કે જ્યાં ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થયું હતું, તે જગ્યાએ હવે તેમની યાદમાં સ્મારક બનાવવામાં આવશે.
આ સ્મારક બનાવવાની કામગીરી Vihotar Group દ્વારા કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ ચંદન રાઠોડ ની યાદોને લાંબા સમય સુધી સાચવીને રાખવાનો છે.
અકાળે થયેલા તેમના નિધનથી પરિવારજનો ને જે ખોટ પડી છે, તે કોઈ પૂરી કરી શકે તેમ નથી, જોકે તેમની સાથે જોડાયેલી યાદોને સાચવી રાખવા માટે આ સ્મારક પરિવાર માટે એક ખાસ સ્થાન બની શકે છે.
પરિવાર અને બાળકો માટે રહેશે ખાસ જગ્યા
ચંદન રાઠોડ ની યાદ માં બનાવવામાં આવનારા આ સ્મારક ખાસ કરીને તેમના પરિવાર અને બાળકો માટે મહત્વનું રહેશે. સમય પસાર થતો જશે તેમ છતાં ચંદન રાઠોડ સાથે જોડાયેલી યાદો તેમના પરિવાર માટે હંમેશા ખાસ રહેશે.
પરિવારજનો ભવિષ્યમાં આ સ્થળે જઈને તેમને યાદ કરી શકે અને તેમની સાથે જોડાયેલી યાદોને ફરીથી જીવી શકે તેવો ભાવ આ પહેલ પાછળ હોવાનું વિજય સુવાળાએ જણાવ્યું હતું.
ચંદન રાઠોડ ના બાળકો માટે પણ આ જગ્યા તેમના પિતાની યાદ સાથે જોડાયેલી રહેશે. વર્ષો બાદ પણ તેઓ અહીં આવીને પોતાના પિતાને યાદ કરી શકે, તે માટે સ્મારક તેમની કાયમી સ્મૃતિ સ્થળ બની શકે છે,
આ પણ વાંચો: Gujju Love Guru Chandan Rathodનું અકસ્માતમાં મોત, ત્રણ કલાક પહેલા બનાવેલી છેલ્લી રીલ વાયરલ
ચંદન રાઠોડની યાદોને જીવંત રાખવાનો પ્રયાસ
વિજય સુવાળા ની આ જાહેરાત બાદ ચંદન રાઠોડના ચાહકોમાં પણ તેની ચર્ચા જોવા મળે છે. અકસ્માત સ્થળે માત્ર એક દુઃખદ ઘટનાની જગ્યા તરીકે નહીં પરંતુ ચંદન રાઠોડ ની યાદ સાથે જોડાયેલા સ્થળ તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ સ્મારક માત્ર એક બાંધકામ પૂરતું નહીં રહે, પરંતુ ચંદન રાઠોડ સાથે જોડાયેલી લાગણીઓ અને યાદોને સાચવવાનું માધ્યમ બની રહે તેવો હેતુ રહેલો છે.
ચંદન રાઠોડના નિધનથી પરિવાર મિત્રો અને તેમને ઓળખતા લોકોમાં જે ખાલીપો સર્જાયો છે. તે ક્યારેય પૂરો થઈ શકે તેમ નથી તેમ છતાં તેમની યાદોને જીવંત રાખવા માટે કરવામાં આવતી આવી પહેલ પરિવાર માટે ચોક્કસપણે ભાવાત્મક મહત્વ ધરાવે છે.
વિજય સુવાળાએ પરિવારને મળીને માત્ર શાંત્વના જ પાઠવી નહોતી પરંતુ ચંદન રાઠોડ ની યાદ માં સ્મારક બનાવવાની જાહેરાત કરીને તેમની સ્મૃતિને લાંબા સમય સુધી સાચવી રાખવાનો ભાવ આપ્યો છે. હવે અકસ્માતનું સ્થળ ચંદન રાઠોડ ની યાદ સાથે જોડાયેલું સ્મૃતિ સ્થળ તરીકે ઓળખાય શકે છે.
આ પણ વાંચો: LPG Gas Cylinder KYC: LPG સબસીડી ચાલુ રાખવા માટે E-KYC જરૂરી 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવું પડશે