ધંધુકા લીંબડી હાઇવે પર પદયાત્રીઓને ઇકો કારની ટક્કર(Accident) ચાર લોકો ઇજાગ્રસ્ત બેની હાલત ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા હાઇવે પર ડુંગર તળાવ નજીક એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો ભાવનગર થી રામદેવરા (રણુજા) તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને ઇકો કાર ચાલે કે અડફેટે લેતા ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અકસ્માતને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે ભાવનગર થી 25 થી વધુ શ્રદ્ધાળુઓનો સંઘ રામદેવરા દર્શન માટે પગપાળા નીકળ્યો હતો સંઘે રાત્રે બોરડા ગામમાં રોકાણ કર્યું હતું ત્યારબાદ સવારે ફરીથી પદયાત્રા શરૂ કરી હતી આ દરમિયાન ડુંગર તળાવ પાસે પાછળથી આવેલી ઇકો કાર પદયાત્રીઓ સાથે અથડાઈ હતી કારની ટક્કરથી ચાર પદયાત્રીઓને ઇજા પહોંચી હતી
108 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા
અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પાયલોટ રઘુ જોગરાણા અને EMT છાયાએ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ તમામ ઘાયલો ને વધુ સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અહીં ફરજ પર હાજર તબીબ હર્ષ છત્રોલાએ તેમની સારવાર શરૂ કરી હતી
બે પદયાત્રીઓની હાલત ગંભીર સુરેન્દ્રનગર રીફર કરાયા
લીંબડી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર દરમિયાન બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર જાણતા તેમણે વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા હાલ ચારેય ઇજાગ્રસ્તોરી સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ હોસ્પિટલમાં અકસ્માત અંગે MLC નોંધવામાં આવી છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે
ઇજાગ્રસ્ત પદયાત્રીએ અકસ્માતની ઘટના જણાવી
અકસ્માતમાં ઇજા પામેલા ધારાભાઈ મેવાડાએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ ભાવનગર થી (રણુજા) રામદેવરા પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા તેમના સંઘમાં આશરે 25 લોકો સામેલ હતા તેમાંથી ચાર લોકો થોડા પાછળ ચાલી રહ્યા હતા અને રસ્તાની પોતાની સાઇડમાં જ આગળ વધી રહ્યા હતા આ દરમિયાન ઇકો કાર ચાલકે તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ઇજા પામેલા ચારેય લોકો સુરેન્દ્રનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે પદયાત્રા દરમિયાન બનેલી આ ઘટનાને કારણે સંઘના અન્ય સભ્યોમાં પણ ચિંતા ફેલાઈ છે
Accidentમાં ઇજાગ્રસ્ત પદયાત્રી ના નામ
જાયેશભાઈ મફયભાઈ ચાવડા ઉમર 25 વર્ષ
હિતેશભાઈ ભરતભાઇ મકવાણા ઉમર 35 વર્ષ
ધારાભાઈ વાલાભાઈ મેવાડા ઉમર 30 વર્ષ
આ પણ કંચો: ગાંધીધામ (Gandhidham)SOG ની ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપાઈ