Home › GUJARAT › (Kutch) કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી
GUJARAT

(Kutch) કચ્છમાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રની મોટી કાર્યવાહી

Share this article WhatsApp Facebook Telegram

Kutchમાં ગેરકાયદેસર રેતી અને ખનીજના ખનન તેમજ તેની હેરફેર સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભચાઉ અને રાપર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે રેતીની હેરફેર કરતા વાહનો અને ખનન માટે ઉપયોગમાં લેવાતી મશીનરી જપ્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ભચાઉ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં રોયલ્ટી પર્યા વગર રેતીની હેરફેર કરવામાં આવી રહી હોવાની માહિતી તંત્રને મળી હતી. ત્યારબાદ માઈન્સ એન્ડ મિનરલ્સ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન રેતીની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા આઠ ટ્રક. અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ વાહનો રોયલ્ટી ભર્યા વગર રેતીનું પરિવહન કરતા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં જપ્ત કરાયેલા મુદ્દા માલની અંદાજિત કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.

Kutchમાં ગેરકાયદેસર રેતીની હેરફેર સામે કાર્યવાહી

કચ્છમાં રેતી અને અન્ય ખનીજોના ખનન તથા પરિવહન માટે સરકારના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખનીજનું પરિવહન કરતી વખતે લાગુ પડતી રોયલ્ટી ભરવી તેમજ જરૂરી મંજૂરી અને દસ્તાવેજો રાખવા પડે છે. આ નિયમનું પાલન ન થતું હોવાનું જાણતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ભચાઉ અને રાપર તાલુકાના વિસ્તારોમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં માઈન્સ એન્ડ મિનરલ્સ વિભાગની ટીમને સ્થળ પર તપાસ કરી હતી તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે રેતીનું પરિવહન કરતા વાહનોને અટકાવી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

8 ટ્રક અને હિટાચી મશીન જપ્ત

આ ઓપરેશનમાં કુલ આઠ ટ્રક અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે. આ વાહનો અને મશીનરીનો ઉપયોગ ગેરકાયદેસર રેતીના ખનન અથવા પરિવહનમાં થતો હોવાની માહિતીના આધારે તંત્રએ કાર્યવાહી કરી હતી.

સમગ્ર ઓપરેશનમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દા માલ ની કિંમત આશરે 4 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. મોટી કિંમતના વાહનો અને મશીનરી જપ્ત થતા કચ્છમાં ગેરકાયદેસર ખનન સામે તંત્રની કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabadમાં બે નવા બ્રીજ શરૂ વાડજ ફ્લાવર અને મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

Gujarat Mineral Rules હેઠળ કાર્યવાહી

ગેરકાયદેસર ખનન ખનીજનું પરિવહન અને સંગ્રહ સામે Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage) Rules, 2017 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલો મુદ્દા માલ વધુ કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. હવે પોલીસ અને સંબંધીત વિભાગ દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ડેપ્યુટી કલેકટર ની દેખરેખ હેઠળ ઓપરેશન

આ સમગ્ર કાર્યવાહી ભચાઉના ડેપ્યુટી કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. માઈન્સ એન્ડ મિનરલ વિભાગની ટીમને સ્થળ પર પહોંચી ગેરકાયદેસર ખનન અને રેતીની હેરાફેરી કરતા ઈસમો સામે કાર્યવાહી કરી હતી.

Kutchમાં ખનીજ સંપત્તિના ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ભર્યા વગર થતા પરિવહનને રોકવા માટે તંત્ર દ્વારા સમયાંતરે તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે. ભચાઉ અને રાપર તાલુકામાં થયેલી આ કાર્યવાહી દરમિયાન 8 ટ્રક અને હિટાચી મશીન સહિત આશરે 4 કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે

જપ્ત કરાયેલો મુદ્દા માલ પોલીસને સોંપવામાં આવ્યો હોવાથી હવે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: કચ્છ Kadva Patidar Samajના ઘરમાં ત્રીજું બાળક જન્મશે તો સમાજ આપશે રૂ.50 હજાર, જાણો શું છે આખી યોજના

Related News