Home › GUJARAT › Kutch Tourism: વિશ્વ પ્રવાસન દિવસ પર કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ
GUJARAT

Kutch Tourism: વિશ્વ પ્રવાસન દિવસ પર કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ

Share this article WhatsApp Facebook Telegram

Kutch Tourism નિમિત્તે ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વની પહેલ સામે આવી છે. કચ્છ યુનિવર્સિટી અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ TCGL વચ્ચે એક મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યો છે. આ કરારનો મુખ્ય હેતુ Kutch Tourism ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો છે.

આ MOU થી પ્રવાસન વિકાસની સાથે કૌશલ્ય તાલીમ સંશોધન અને શૈક્ષણિક ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ શકે, ખાસ કરીને કચ્છના સ્થાનિક યુવાનોને પ્રવાસન અને હોસ્પિટાલિટી માં રોજગાર તથા પોતાનો વ્યવસાય શરૂ કરવાની વધુ તકો મળે તે દિશામાં કામ કરવામાં આવશે.

આ MOU ગાંધીનગરના Gift City Club ખાતે યોજાયેલા ગુજરાત પ્રવાસન વર્ષના રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં Kutch University ના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડોક્ટર ગૌરવ ડી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

વર્લ્ડ ટુરીઝમ ડે પર કચ્છ અને નવી Kutch Tourism યોજનાઓ

કચ્છના પ્રવાસન સાથે જોડાયેલા 20 થી વધુ રેસીડેન્સીયલ કોર્સિસ યોજવાની યોજના છે. આ ઉપરાંત પ્રવાસન અંગે લોકોમાં વધુ જાગૃતિ આવે તે માટે 20 થી વધુ પ્રવાસન જાગૃતિ કાર્યક્રમો પણ યોજાય છે.

આ પહેલનો એક મહત્વનો ભાગ Kutch Tourism સ્થળોની ઓળખ અને જાળવણી સાથે જોડાયેલો છે. કચ્છમાં 150 થી વધુ પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે આ સ્થળો વિશે જરૂરી માહિતી એકત્ર કરવામાં આવશે અને તેમના સંરક્ષણ પર ધ્યાન આપવામાં આવશે.

આ સાથે પ્રવાસીઓ સુધી કચ્છના વિવિધ સ્થળોની સાચી અને ઉપયોગી માહિતી સરળતાથી પહોંચે, તે માટે ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર થશે માહિતી

કચ્છના પ્રવાસન સ્થળો માટે ડિજિટલ કન્ટેન્ટ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી તેમ ત્રણ ભાષામાં તૈયાર કરવાની યોજનાઓ છે. આ માટે ડિજિટલ પ્લેટફોર્મ પણ વિકસાવવામાં આવશે.

આ વ્યવસ્થાથી કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને વિવિધ સ્થળો વિશે અગાઉથી માહિતી મેળવવામાં સરળતા રહેશે. કયા સ્થળે શું જોવા જેવું છે? તેની ખાસિયત શું છે? અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય? જેવી માહિતી પણ ભવિષ્યમાં વધુ સરળતાથી ઉપલબ્ધ બની શકે છે.

પ્રવાસન સ્થળો પર યોગ્ય સાઈનેજબોર્ડ લગાવવાની પણ યોજના છે. ઘણા પ્રવાસ સ્થળો સુધી પહોંચતી વખતે યોગ્ય માર્ગદર્શન ન મળતું હોય છે આવા સ્થળોએ યોગ્ય સાઈનેજબોર્ડ પ્રવાસીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

કચ્છ યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમો શરૂ થશે

કચ્છ યુનિવર્સિટીમાં મંજૂર થયેલા સેન્ટર ફોર સ્કીલ ડેવલોપમેન્ટ દ્વારા પ્રવાસન અને હોસ્પિટાલિટી સાથે જોડાયેલા નવા અભ્યાસક્રમો શરૂ કરવા ની તૈયારી છે.

આ અભ્યાસક્રમોનો હેતુ માત્ર અભ્યાસ પૂરતો નહીં પરંતુ વિદ્યાર્થીઓને કામ માટે જરૂરી વ્યવહારુ કૌશલ્ય આપવાનો પણ રહેશે. હોટેલ પ્રવાસન, ટુરગાઈડ, હોસ્પિટાલિટી અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ તાલીમ ઉપયોગી બની શકે છે.

કચ્છમાં ઓછામાં ઓછા 100 નવા ટુરિસ્ટ ગાઈડ માટે તાલીમ માટે ખાસ તાલીમ સત્રો યોજવાની પણ યોજના બનાવવામાં આવી છે. સ્થાનિક યુવાનોને તાલીમ આપીને તેમને પ્રવાસન ક્ષેત્રમાં રોજગારની નવી તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

23 ટુરિસ્ટ ગાઈડ ની રિફ્રેશર ટ્રેનિંગ પૂર્ણ કર્યું

TCLGના સહયોગથી કચ્છમાં રિફ્રેશર ટુર ગાઈડ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કચ્છના 23 ટુરિસ્ટ ગાઈડસે ભાગ લીધો હતો. અને તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન વર્ષ 2012 થી કચ્છમાં ટુર ગાઈડ તરીકે કામ કરી રહેલા, કેતન ગીરી ગોસ્વામી ની સફળતાની વાત પણ કરવામાં આવી હતી. તેમના પ્રવાસન ક્ષેત્રના લાંબા અનુભવને કાર્યક્રમમાં ઉદાહરણરૂપ રજૂ કરવામાં આવ્યું હતું.

Ranutsavની સીજન દરમિયાન કેતન ગીરી ગોસ્વામી દરરોજ 50 થી વધુ પ્રવાસીઓને કચ્છની મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપતા હોવાનું જણાવ્યું હતું. કચ્છમાં પ્રવાસન વધવાની સાથે જ સ્થાનિક ટુર ગાઈડ માટે પણ કામની તકો વધી રહેશે તેનું આ એક ઉદાહરણ છે.

સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો

કચ્છમાં પ્રવાસન ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે, અહીં રણોત્સવ ઉપરાંત વિવિધ સંસ્કૃતિ ઐતિહાસિક અને કુદરતી સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો માટે પ્રવાસન આધારિત રોજગાર અને વ્યવસાયની તકો ઊભી થઈ શકે છે.

કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે થયેલા આ MOU માં પણ સ્થાનિક યુવાનોને આ ક્ષેત્ર સાથે જોડવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

પ્રવાસન સાથે હોટેલ રેસ્ટોરન્ટ ટુર ગાઈડ વાહન વ્યવસ્થા હસ્તકલા અને અન્ય અનેક વ્યવસાય સીધી કે આડકતરી રીતે જોડાયેલા છે. તેથી પ્રવાસન ક્ષેત્રનો વિકાસ સ્થાનિક અર્થતંત્ર માટે મહત્વનો બની શકે છે.

ડિજિટલ ટુરીઝમ અને AI ટુરિઝમ પર પણ ધ્યાન

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને નવી ટેકનોલોજી સાથે જોડવાની દિશામાં પણ કામ થઈ રહ્યું છે. ડિજિટલ ટુરીઝમ, અને, એઆઈ ટુરિઝમ, જેવા નવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

આજના સમયમાં પ્રવાસીઓ પોતાના પ્રવાસનું આયોજન કરવા માટે ડિજિટલ માધ્યમોનો મોટાપાયે ઉપયોગ કરે છે. તેથી પ્રવાસ ક્ષેત્રોની માહિતી ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવી વધુ મહત્વપૂર્ણ બની રહે છે.

કચ્છના 150 થી વધુ પ્રવાસન સ્થળો ની માહિતી એકઠી કરીને, તેને ગુજરાતી, હિન્દી ,અને અંગ્રેજીમાં ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવાની યોજના પણ આ બદલાતા પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલી છે.

આ પણ વાંચો: કચ્છ Kadva Patidar Samajના ઘરમાં ત્રીજું બાળક જન્મશે તો સમાજ આપશે રૂ.50 હજાર, જાણો શું છે આખી યોજના

કચ્છના પ્રવાસન વિકાસ માટે મહત્વનું પગલું

World Tourism Dayપર થયેલું આ MOU કચ્છના પ્રવાસન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. શિક્ષણ, તાલીમ સંશોધન, અને પ્રવાસન ઉદ્યોગની એક સાથે જોડીને કચ્છમાં નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટુરિસ્ટ ગાઈડ ની તાલીમથી લઈને નવા અભ્યાસક્રમો, પ્રવાસન જાગૃતિ કાર્યક્રમો ડિજિટલ કન્ટેન્ટ સાયનેઝબોર્ડ અને નવા ટેકનોલોજી આધારિત પ્રવાસનક્ષેત્ર સુધી અનેક બાબતોને આ પહેલમાં સામેલ કરવામાં આવી છે.

આગામી સમયમાં આ યોજનાઓનો યોગ્ય રીતે અમલ થાય તો કચ્છના જાણીતા પ્રવાસન સ્થળોની સાથે ઓછા જાણીતા સ્થળોને પણ વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળી શકે છે. સાથે જ સ્થાનિક યુવાનોને પ્રવાસન અને હોસ્પિટલિટી ક્ષેત્રમાં નવી કારકિર્દી તથા વ્યવસાયની તકો મળી શકે છે.

World Tourism Dayના અવસરે થયેલી આ પહેલથી કચ્છના પ્રવાસન વિકાસ ની નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક પ્રતિભા શિક્ષણ ટેકનોલોજી અને પ્રવાસન ઉદ્યોગને સાથે લઈને આગળ વધવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: World Tourism Day 2026 ગુજરાતમાં 2026 અને 2027 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે

Related News