Home › GUJARAT › World Tourism Day 2026 ગુજરાતમાં 2026 અને 2027 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે
GUJARAT

World Tourism Day 2026 ગુજરાતમાં 2026 અને 2027 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે

Share this article WhatsApp Facebook Telegram

World Tourism Day નિમિત્તે ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે નવી દિશા આપતી અનેક મહત્વની જાહેરાતો કરી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026 અને 27 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગાંધીનગર ની ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતા રહી હતી. જ્યારે પ્રવાસન રાજ્ય મંત્રી ડોક્ટર જયરામ ગામીતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અનેક નવી પહેલોની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને સ્થાનિક લોકોની ભાગીદારી વધારવા પ્રવાસીઓ માટે સારી સુવિધાઓ ઉભી કરવા અને પ્રવાસન સાથે રોજગારીની તકો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

World Tourism Dayપર ગુજરાત પ્રવાસન વર્ષનો લોગો લોન્ચ

વર્લ્ડ ટુરીઝમ ડે ની ઉજવણી દરમિયાન ગુજરાત પ્રવાસન વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા નવા લોકોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ફિલ્મ શૂટિંગ પરમિશન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે

આ પોર્ટલના કારણે ગુજરાતમાં ફિલ્મો અને અન્ય શૂટિંગ માટે જરૂરી પરવાનગી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે ગુજરાતમાં અનેક ઐતિહાસિક સ્થળો કુદરતી સ્થળો અને સાંસ્કૃતિક વારસો હોવાથી ફિલ્મ શૂટિંગ માટે પણ રાજ્ય એક મહત્વનું સ્થળ બની રહ્યું છે

સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સોફ્ટ સ્કિલ પર ભાર

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રવાસનક્ષેત્રના વિકાસ માટે સામૂહિક ભાગીદારીને મહત્વ આપ્યું હતું. તેમણે પ્રવાસન ક્ષેત્રમાં સ્વચ્છતા સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સ્પોકન સ્કિલને પણ મહત્વ આપવાની વાત કરી હતી.

પ્રવાસીઓ જ્યારે કોઈ સ્થળની મુલાકાત લે છે ત્યારે માત્ર સ્થળની સુંદરતા જ નહીં પરંતુ ત્યાંની સ્વચ્છતા લોકોનું વર્તન અને મળતી સુવિધાઓ પણ તેમના અનુભવને અસર કરે છે આ બાબતોને ધ્યાનમાં રાખીને પ્રવાસન સાથે જોડાયેલા લોકોમાં સારી વાતચીત અને વ્યવહાર કૌશલ્ય વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રવાસન ક્ષેત્ર માટે આઠ MOU કરવામાં આવ્યા.

ગુજરાતની ટુરીઝમ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ, ટેકનોલોજી, અને કૌશલ્ય તાલીમ, સહિતના ક્ષેત્રોમાં કુલ આઠ MOU કરવામાં આવ્યા હતા.

આ કરારોનો હેતુ પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલી નવી તકો ઉભી કરવાનો અને અલગ અલગ ક્ષેત્રોને પ્રવાસન સાથે જોડવાનો છે. સ્પોર્ટ્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોનું પ્રવાસન સાથે તાલ મેલ હોય તો ગુજરાતમાં નવા પ્રકારના પ્રવાસનને પણ વેગ મળી શકે છે.

આ પ્રસંગે પ્રવાસન ક્ષેત્રમાં સારું કામ કરનારા હોમસ્ટિક સંચાલકો અને ટુરિઝમ ગાઈડ્સ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને ટુરીઝમ ચેમ્પિયન્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

100 ગામોમાં હોમસ્ટેટ સુવિધા વિકસાવાશે

ગુજરાત પ્રવાસન વર્ષ અંતર્ગત રાજ્યના 100 પસંદગીના ગામડાઓમાં હોમ સ્ટે સુવિધાને પ્રોત્સાહન આપીને વિકસાવવામાં આવશે.

હોમ સ્ટેનો મુખ્ય હેતુ પ્રવાસીઓને સ્થાનિક જીવનશૈલી અને સંસ્કૃતિને નજીકથી જાણવાની તક આપવાનો છે. ગામડાઓમાં રહેવાની સુવિધા વિકસે તો પ્રવાસીઓ જાણીતા શહેરો અને પ્રવાસન સ્થળો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો તરફ પણ આકર્ષાઈ શકે છે.

આ પહેલથી સ્થાનિક લોકો માટે આવકના નવા રસ્તા પણ ઊભા થઈ શકે છે. ઘરનો એક ભાગ પ્રવાસીઓ માટે રહેવા માટે આપવાથી સ્થાનિક પરિવારો સીધી રીતે પ્રવાસન સાથે જોડાય શકે છે.

વધુ 1000 ટુરિસ્ટ ગાઈડ્સને તાલીમઆપશે

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વ્યવસ્થિત બનાવવા માટે વધુ 1000 ટુરિસ્ટ ગાઈડ્સને તાલીમ બદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

પ્રવાસ માર્ગદર્શક પ્રવાસીઓને કોઈ સ્થળ નો ઇતિહાસ સંસ્કૃતિ પરંપરા અને મહત્વ સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધે તે સાથે સારી રીતે તાલીમ મેળવેલા પ્રવાસ માર્ગદર્શક ની જરૂરિયાત પણ વધી શકે છે.

આ તાલીમ દ્વારા પ્રવાસન ક્ષેત્રમાં ખુશાલ માનવબળ તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ગાંધીનગર અને અમદાવાદમાં વૈશ્વિક ફિટનેસ સ્પર્ધાઓ

ગુજરાતમાં પ્રવાસન સાથે સ્પોર્ટ ને જોડવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં hyrox જેવી વૈશ્વિક ફિટનેસ સ્પર્ધા યોજાશે.

આ ઉપરાંત અમદાવાદમાં આયર્નમેન જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની ફિટનેસ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશ અને વિદેશમાંથી ખેલાડીઓ ભાગ લેનારાઓ આવી શકે છે. તેના કારણે હોટેલ ટ્રાન્સપોર્ટ રેસ્ટોરન્ટ અને અન્ય પ્રવાસન સેવાઓને પણ ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો: Ahmedabadમાં બે નવા બ્રીજ શરૂ વાડજ ફ્લાવર અને મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

ગુજરાતમાં પ્રવાસન ની નવી દિશા આપવાનો પ્રયાસ

World Tourism Dayના પ્રસંગે ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રને આગળ વધારવા માટે અનેક પહેલો જાહેર કરી છે. 2026 27 ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાનો હેતુ રાજ્યના જાણીતા પ્રવાસન સ્થળોની સાથે ગ્રામ્ય વિસ્તારો સ્થાનિક સંસ્કૃતિ હોમ સ્ટે સ્પોર્ટ્સ અને અન્ય ક્ષેત્રોને પણ પ્રવાસન સાથે જોડવાનું છે.

100 ગામોમાં હોમ સ્ટે 1000 નવા ટુરિસ્ટ ગાઈડ્સની તાલીમ 8 MOU ફિલ્મ શૂટિંગ માટે નવું પોર્ટલ અને ગાંધીનગર તથા અમદાવાદમાં વૈશ્વિક ફિટનેસ સ્પર્ધાઓ જેવી પહેલો દ્વારા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

આ પહેલોમાં સ્થાનિક લોકોની ભાગીદારીને મહત્વ આપવામાં આવ્યું છે. જેના કારણે પ્રવાસન માત્ર ફરવા આવતા લોકો પૂરતું ન રહે પરંતુ સ્થાનિક રોજગારી અને વ્યવસાય માટે પણ નવી તકો ઉભી કરી શકે તેવી દિશામાં ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: National Ayurveda Day: આયુર્વેદની પ્રાચીન પરંપરા ને આધુનિક યુગ સાથે જોડવાનો સમય

Related News