Home › ગુજરાત › આ વર્ષે ઠંડીના દિવસો ઘટવાની શક્યતા,શું આ El Nino ની અસર છે?
ગુજરાત

આ વર્ષે ઠંડીના દિવસો ઘટવાની શક્યતા,શું આ El Nino ની અસર છે?

Share this article WhatsApp Facebook Telegram

El Nino: નવેમ્બર મહિનો અડધો પુરો થવા આવ્યો છે છતાં કચ્છ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હજુ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થતો નથી. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે પણ તાપમાન અપેક્ષા પ્રમાણે નીચે ઉતરતું નથી, હવામાનની આ બદલાયેલી સ્થિતિ પાછળ El Nino પણ એક મહત્વનું કારણ હોઈ શકે છે.

હવામાનના જાણકારોના મતે આ વખતે El Nino ની અસરને કારણે શિયાળાની ઋતુમાં ઠંડીના દિવસો અને શીતલહેરની ઘટનાઓમાં ઘટાડો થવાની શક્યતા છે. જોકે નવેમ્બરના છેલ્લા ત્રણ થી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. આમ છતાં સાચા અર્થમાં કડકડતી ઠંડીનો અનુભવ ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થઈને જાન્યુઆરીની શરૂઆતમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

આ વર્ષે ઠંડી ઓછી પડવાનું કારણ શું? El Nino

El Nino ની અસર દુનિયાના અનેક વિસ્તારોના હવામાનમાં ફેરફાર લાવી શકે છે. પ્રશાંત મહાસાગરના વિષુવવૃતીય વિસ્તારમાં દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. ત્યારે El Nino ની સ્થિતી ઉભી થાય છે. એની અસરથી પવનની દિશા વરસાદની સ્થિતિ અને તાપમાનમાં સામાન્ય ચક્ર માં ફેરફાર થઈ શકે છે.

ભારતમાં પણ El Nino ની અસર શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા ઓછી રહેવાની છે. આ વર્ષે પણ હવામાનના બદલાતા સંકેતોને ધ્યાનમાં રાખીને શીતલહેરના દિવસો ઓછા રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવેમ્બરમાં સામાન્ય કરતાં વધારે તાપમાન નોંધાયું

સામાન્ય રીતે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઉત્તર ભારત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેતું હોય છે. પરંતુ આ વખતે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 12 થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

એટલું જ નહીં મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતાં વધારે જોવા મળ્યું છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન 22 થી 26 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે, જ્યારે આ વખતે 24 થી 30 ડિગ્રી સુધી નોંધાયું છે.

આ આંકડા પરથી સમજાય છે કે નવેમ્બર મહિનામાં હજુ સુધી શિયાળાની ઠંડી જોઈએ એટલી જામી નથી દિવસ દરમિયાન ગરમી અનુભવાય છે, આ થવાનું કારણ પણ અલનીનો હોયશકે છે

El Nino ની અસરથી શીતલહેરના દિવસો ઘટી શકે છે

El Nino અને ભારતના શિયાળાના હવામાન વચ્ચેના સંબંધને સમજવા માટે અગાઉના વર્ષોના આંકડા નો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

1971 થી 2020 દરમિયાનના અભ્યાસ મુજબની સ્થિતિ ધરાવતા 18 વર્ષમાંથી 11 વર્ષમાં શીતલ લહેરના દિવસોમાં ઘટાડો નોંધાયો હતો. આ અભ્યાસ દર્શાવે છે કે El Ninoની હાજરીમાં ઠંડીની તીવ્રતા અને શીતલહેરની ઘટનાઓમાં ફેરફાર થઈ શકે છે.

જોકે દરેક El Ninoવાળા વર્ષમાં એક સરખું હવામાન રહેતું નથી, સ્થાનિક પવન પશ્ચિમી વિક્ષેપો અને અન્ય હવામાન પરિબળો પણ ઠંડીની સ્થિતિ નક્કી કરવામાં મહત્વના હોય છે.

ડિસેમ્બરના અંતથી ઠંડીનું જોર વધવાની શક્યતા

હાલની સ્થિતિ પ્રમાણે નવેમ્બરના અંતિમ ત્રણ થી ચાર દિવસ દરમિયાન તાપમાનના પારામાં થોડો ઘટાડો થઈ શકે છે. જેના કારણે વહેલી સવારે અને રાત્રિના સમયે હળવી ઠંડીનો પારો વધી શકે છે.

પરંતુ કડકડતી ઠંડી માટે હજુ રાહ જોવી પડી શકે છે. હવામાનના હાલના સંકેતો પ્રમાણે ડિસેમ્બરના છેલ્લા દિવસોથી ઠંડીનું જોર વધી શકે તેવી શક્યતા છે જાન્યુઆરીના શરૂઆતમાં પણ ઠંડીનું જોર વધી શકે છે

આ પણ વાંચો: માતાનામઢ (Matanamadh) કચ્છ નવા વર્ષની શરૂઆતમાં માતાનામઢમાં માઇભક્તોનો ભારે ઘસારો પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકોએ કર્યા માં આશાપુરા ના દર્શન

આ શિયાળામાં હવામાનની સ્થિતિ પર એક નજર

નવેમ્બરની શરૂઆતનું લઘુત્તમ તાપમાન 12 થી 19 ડિગ્રી
સામાન્ય લઘુત્તમ તાપમાન 10 થી 15 ડિગ્રી
આ વખતે મહત્તમ તાપમાન 24 થી 30 ડિગ્રી
સામાન્ય મહત્તમ તાપમાન 22 થી 26 ડિગ્રી
નવેમ્બરના અંતમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે
ડિસેમ્બરના અંતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા
જાન્યુઆરીની શરૂઆત કડકડતી ઠંડીની શરૂવાત થઈ શકે

કચ્છ સહિત ઉત્તર ભારતના લોકોને ઠંડી માટે રાહ જોવી પડશે?

કચ્છ સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થતી હોય છે ખાસ કરીને કચ્છના ભુજ, નલિયા, અને આસપાસના વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળે છે. પરંતુ આ વખતે નવેમ્બર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં હું છું રહેતા ઠંડીની અસર મોડી જોવા મળી રહી છે. El Ninoની અસરને કારણે આ શિયાળામાં કડકડતી ઠંડીના દિવસો ઓછા રહેવાની શક્યતા છે. જોકે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે.

આથી હાલની આગાહી પ્રમાણે નવેમ્બરમાં ખાસ ઠંડીનો અનુભવ નહીં થાય જ્યારે ડિસેમ્બરના અંત થી જાન્યુઆરી ની શરૂઆત દરમિયાન ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે જોકે આ સ્થિતિ આગામી હવામાનની આગાહીઓ પ્રમાણે બદલાય પણ શકે છે.

આ પણ વાંચો: Kevadi Eco Tourism Safari Booking ગાઈડ, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ પ્રથમ જંગલ સફારી જાણો ટિકિટ નો ભાવ અને સમય

Related News