Home › ગુજરાત › ગિરનાર પરિક્રમા (Girnar Parikrama) પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગની ખાસ કામગીરી પ્રકૃતિને બચાવવા 200 કર્મચારીઓ મેદાનમાં
ગુજરાત

ગિરનાર પરિક્રમા (Girnar Parikrama) પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે વનવિભાગની ખાસ કામગીરી પ્રકૃતિને બચાવવા 200 કર્મચારીઓ મેદાનમાં

Share this article WhatsApp Facebook Telegram

ગિરનાર પરિક્રમા (Girnar Parikrama) એટલે માત્ર શ્રદ્ધા અને ભક્તિનો માર્ગ નહીં પરંતુ ગિરનારની પ્રકૃતિ સાથે જોડાયેલી એક અનોખી તક પણ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ગિરનારની લીલી પરિક્રમા આવે છે ત્યારે આ પવિત્ર યાત્રા દરમિયાન જંગલ, વન્યજીવો, અને કુદરતી સંપત્તિને નુકસાન ન થાય તે માટે વન વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગિરનાર લીલી પરિક્રમા ના પ્રવેશદ્વારો આજ સવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ભક્તોની જનમેદની શરૂ થતાં જ ગિરનારના જંગલ વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પ્લાસ્ટિકનો કચરો ફેલાય નહીં તે માટે વન વિભાગની ટીમો કામગીરીમાં લાગી ગઈ છે.

પ્લાસ્ટિક રોકવા 13 એન્ટી પ્લાસ્ટિક સ્કોડ સજ

ગિરનાર વન્ય જીવ અભયારણ્યને પ્લાસ્ટિક મુક્ત રાખવાના હેતુથી વન વિભાગ દ્વારા 13 એન્ટી પ્લાસ્ટિક કોડ બનાવવામાં આવી છે અંદાજે 200 જેટલા કર્મચારીઓ પરિક્રમા દરમિયાન અલગ-અલગ સ્થળોએ તૈનાત રહીને પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કામગીરી કરી રહ્યા છે

પરિક્રમા ના પ્રવેશદ્વારો પર આવતા શ્રદ્ધાળુઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ મળી આવે તો તેને એકત્રિત કરવામાં આવે છે જેથી જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક ન પહોંચે

પરિક્રમા (Girnar Parikrama) માર્ગ પર સફાઈ અને જાગૃતિ અભિયાન

માત્ર પ્રવેશદારો પર ચેકિંગ જ નહીં પરંતુ પરિક્રમા માર્ગ પર પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસ્તામાં ફેંકવામાં આવેલા પ્લાસ્ટિકના કચરાને દૂર કરવા વન વિભાગના કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે.

શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તે માટે પર્યાવરણને અનુકૂળ હોય તેવી થેલીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોને સમજાવવામાં આવે છે કે જંગલમાં કચરો ન ફેકવાની અને પરિક્રમા દરમિયાન પ્રકૃતિ ને નુકસાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં.

આ પણ વાંચો: કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ TET-1 ભરતી ( TET-1 Recruitment) જાહેર કરવાની માંગ

ગિરનાર પરિક્રમા સાથે પ્રકૃતિ જાળવવાની જવાબદારી પણ આપણી જ છે

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન લાખો લોકો પગપાળા જંગલના રસ્તે પસાર થાય છે આટલી મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વચ્ચે ગિરનારની હરિયાળી વન્યજીવો અને કુદરતી વાતાવરણને સાચવી રાખવું ખૂબ જરૂરી છે.

આપણે ગિરનાર પર શ્રદ્ધા અને વિશ્વાસ લઈને જઈએ છીએ ત્યારે તેની પ્રકૃતિને પણ એટલી જ શ્રદ્ધાથી સાચવીએ એ આપણી બધા ની જવાબદારી બને છે. પરિક્રમા પૂરી થાય ત્યારે આપણી સાથે કચરો નહીં પરંતુ ગિરનારની સુંદર યાદો લઈને ને પાછા આવીએ એ જ સાચી ભાવના છે અને ભક્તિ છે. ગિરનારની પરિક્રમા કરીએ પણ ગિરનારને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવો એવો સંકલ્પ પણ સાથે લઈએ

આ પણ વાંચો: માતાનામઢ (Matanamadh) કચ્છ નવા વર્ષની શરૂઆતમાં માતાનામઢમાં માઇભક્તોનો ભારે ઘસારો પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકોએ કર્યા માં આશાપુરા ના દર્શન

View this post on Instagram

A post shared by સત્યનાદ (@thesatyanad)

Related News