BSF Soldier સાથે બાંગ્લાદેશમાં બનેલી ઘટના બાદ સરહદ સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા

ભારતના એક BSF Soldier ( બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાન )થી અજાણતા સરહદ ઓળંગવાની ભૂલ થઈ અને તેના કારણે બાંગ્લાદેશમાં તેમને અટકાયત માં લેવામાં આવ્યા હતા. આ આ ઘટના સામે આવ્યા બાદ સરહદની સુરક્ષા અને બંને દેશો વચ્ચે વ્યવહારને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જોકે ભારત અને બાંગ્લાદેશના અધિકારીઓ વચ્ચે ફ્લેગ મીટીંગ બાદ છેલ્લે બી.એસ.એફ. જવાનને ભારતને પરત સોંપવામાં આવ્યા હતા.
આ ઘટનાએ ફરી એકવાર સરહદ પર ફરજ બજાવતા આપણા જવાનોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. BSF જવાન દિવસ રાત પોતાની ફરજ બજાવીને દેશની સરહદોની રક્ષા કરે છે. ત્યારે આવી સ્થિતિમાં સરહદ પર થતી નાની ભૂલને કારણે પણ જવાનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે સ્વાભાવિક રીતે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે.
આ પણ વાંચો: કચ્છ (Kutch)ના અબડાસા(Abdasa)ના પૈયા ગામે ગૌ વંશ પર કુહાડી થી હુમલો
બીજી તરફ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને લાંબા સમયથી રહેતા બાંગ્લાદેશી અને વિદેશી નાગરિકોની ઓળખ અને તેમની સામે થતી કાયદેસરની કાર્યવાહીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનાર લોકો અંગે સમયાંતરે સવાલોઉઠયા છે.
લોકોની માંગ એ છે કે દેશના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની યોગ્ય તપાસ કરવામાં આવે તેમની ઓળખ થયા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને તેમના દેશ પરત મોકલવામાં આવે.
દેશની સરહદોની સુરક્ષા માત્ર સૈનિકોની જવાબદારી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલો વિષય છે. BSF જવાન હોય કે અન્ય સુરક્ષા દળના જવાનો તેમની ફરજ અને સુરક્ષા ને પૂરતું મહત્વ મળવું જોઈએ.
આખરે દેશની સુરક્ષા સાથે જોડાયેલા આવા પ્રશ્નોનો ઉકેલ કાયદા યોગ્ય તપાસ અને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંવાદથી જ આવી શકે છે સરહદ પર ગેરકાયદેસર ઘુસણખોરી રોકવી અને દેશની સુરક્ષા જાળવવી એ દરેક દેશ માટે મહત્વનો મુદ્દો હોય છે.
આ પણ વાંચો: કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ TET-1 ભરતી ( TET-1 Recruitment) જાહેર કરવાની માંગ