Lion attack in Visavadar વિસાવદરના રબારીકા ગામે સિંહણના હુમલામાં ખેડૂતનું મોત ખેતરમાં કામ કરતી વખતે બની કરુણ ઘટના

Lion attack in Visavadar: જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં સિંહણના હુમલાની એક વધારે દુઃખદ ઘટના સામે આવી છે રબારીકા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા એક ખેડૂત પર સિંહ અને અચાનક હુમલો કર્યો હતો આ હુમલો એટલો ગંભીર હતો કે ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજો હતું બનાવને પગલે ગામમાં શોખનો માહોલ છવાઈ ગયો છે જ્યારે વન વિભાગ એ સિંહણને પકડવા માટે તે વિસ્તારમાં પાંજરા ગોઠવામાં આવ્યા છે
વિસાવદરના રબારીકા ગામે સિંહ ના હુમલાની ઘટના
મળતી માહિતી મુજબ 20 નવેમ્બરની રાત્રે વિસાવદરના રબારીકા ગામે આ બનાવ બન્યો હતો. 55 વર્ષના ખેડૂત વેલજીભાઈ નાગજીભાઈ દાફડા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સિંહણ ત્યાં આવી પહોંચી હતી અને ખેડૂત પર હુમલો કરી દીધો હતો
સિંહણના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઘવાયા હતા અને તેમનું ઘટના જ સ્થળે મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતા પરિવારજનોમાં આઘાત ફેલાઈ ગયો હતો ગામના લોકોમાં પણ આ બનાવને લઈને ભારે ચિંતા અને દુઃખ વ્યક્ત કરીરહ્યા છે.
Lion attack in Visavadar ઘટનાની જાણ થતા વન વિભાગ હરકતમાં આવ્યું
ખેડૂત પર સિંહણ ના હુમલાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી હુમલો કરનાર સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા છે.
હવે વન વિભાગની ટીમ સિંહણને પકડવા માટે તેની હલચલ પર નજર રાખી રહી છે. જેથી તેને સુરક્ષિત રીતે પકડી શકાય અને આસપાસના ગામના લોકો તથા ખેડૂતોને જોખમ ઓછું થાય
ગીર નજીકના ગામોમાં વન્યજીવોની અવરજવરથી ચિંતા
વિસાવદર અને ગીર વિસ્તારના આસપાસના ગામોમાં સિંહોની અવરજવર ની નવી વાત નથી, જંગલની નજીક આવેલા ખેતરો અને ગામડાઓમાં ઘણી વખત સિંહ સહિત અન્ય વન્ય જીવો જેવા જોવા મળતા હોય છે. ખાસ કરીને ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં કામ કરવું કે એકલા અવર-જવર કરવી જોખમ રૂપ સાબિત થાય છે.
રબારીકા ગામની આ ઘટના બાદ આજુબાજુના ખેડૂતો અને ગામના લોકોમાં વન્યજીવોના હુમલાને લઈને ચિંતા વધી ગઈ છે. ખેતરોમાં કામ કરતા સ્થાનિક ખેડૂતોની સુરક્ષા અને ગામની આસપાસ સિંહોની અવરજવર પર નજર રાખવાની ફરજિયાત જરૂર ઊભી થઈ છે.
વિસાવદર ની આ ઘટના એક પરિવાર માટે પોતાના ઘરના સભ્ય માટે મોટી ખોટ પડી છે જે ક્યારેય ભરાય તેમ નથી. અને જંગલની નજીક વસતા ગામડાઓ માં માણસ અને વન્યજી વચ્ચે સંઘર્ષને લઈને પણ ગંભીર ચિંતા ઊભી થઈ છે હવે ગ્રામજનોની નજર વન વિભાગની કામગીરી પર છે જેથી આવી દુઃખદ ઘટના ફરી ન બને. પરંતુ આ પહેલો કિસ્સો નથી આના પહેલા પણ આવા સિંહો દ્વારા માણસ પર ઘણા હુમલા થઈ ચૂક્યા છે.
2026 માં સિંહ દ્વારા માનવ પર હુમલાઓ
20 નવેમ્બરમાં 2026 જૂનાગઢના રબારીકા નો કિસ્સો જેમાં ખેડૂતનું સિંહણના હુમલા દ્વારા મોત થયું
13 ઓક્ટોબર 2026 માં ગીર સોમનાથના કોડીનારના વલાદર ગામના ઘરની બહાર સૂતેલા યુવકનું સિંહણ દ્વારા હુમલો કરવાથી મોત થયું હતું
2 ઓક્ટોબર 2026 માં અમરેલીના વડીયા તાલુકાના અરજણસુખ ગામમાં બે બાઈક સવાર અને બે ખેડૂત સહિત પાંચ પર હુમલો
27 સપ્ટેમ્બર 2026 નવી બારપટોળી રાજુલા રેસ્ક્યૂ કરવા ગયેલા 2 વન્યકર્મી પર સિંહણનો હુમલો
11 જુલાઈ 2026 ગિરનાર પર્વત જુનાગઢ કાકા નો હાથ પકડીને ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો
11 જુલાઈ 2026 અંટાળીયા ગામ અમરેલી યુવકો પહોંચતા સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
6 જુલાઈની ઘટના 2026 ગરાજીયા ગામ પાલીતાણા તાલુકો ભાવનગરમાં કાળુભાઈ પરમાર પર હુમલો
26 જુન 2026 ભાગોદર ગામ જાફરાબાદ અમરેલી સિંહે હુમલો કર્યા બાદ યુવાનને ફાડી ખાધોને બે દિવસ પછી ગુમ યુવાનના અવશેષો મળી આવ્યા હતા
24 જુન 2026 ખાંભા તાલુકો અમરેલી પાંચ વર્ષના બાળકને ઘર નજીકથી સિંહણ ઊચકી ગઈ અને હુમલો
17 જુન 2026 પિંગળેશ્વર વિસ્તાર મહુવા ભાવનગર જીલ્લો સિંહે હુમલો કરતા નાગજી ગુજરીયા મૃત્યુ પામ્યા હતા અને તેમના અવશેષો બાદમાં મળ્યા હતા
16 જુન 2026 કોવાયા ગામ રાજુલા તાલુકા અમરેલી પ્રકાશ ચંદ્ર પગપાળા જતો હતો ત્યારે તે સિંહણ હુમલો કરીને ખેંચી ગઈ હતી
15 જૂન 2026 જુના સાવરકુંડલા અમરેલી વાડી વિસ્તારમાંથી સિંહ દ્વારા હુમલા કરેલા માંથી કેટલાક મનુષ્યના અવશેષો મળ્યા
11 જૂન 2026 ઘંટિયાણ ગામ બગસરા અમરેલી બાળક પણ હુમલો કર્યો પરિવારની બૂમાબૂમથી સિંહ ભાગી ગયો
આ પણ વાંચો: કચ્છ (Kutch)ના અબડાસા(Abdasa)ના પૈયા ગામે ગૌ વંશ પર કુહાડી થી હુમલો