કચ્છ (Kutch)ના અબડાસા(Abdasa)ના પૈયા ગામે ગૌ વંશ પર કુહાડી થી હુમલો

કચ્છ(Kutch)ના અબડાસા (Abdasa) તાલુકાના પૈયા ગામેથી અબોલ પશુઓ પર અત્યાચારની ઘટના સામે આવી છે. અહીં એક શકશે ગૌ વંશને કુહાડી મારી ને ઇજાઓ પહોંડયા ની ફરિયાદ નોંધાય છે. એટલું જ નહીં પશુઓ પાછળ ટ્રેક્ટર દોડાવી તેમને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.અને પશુપાલકોએ વિરોધ કરતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે પૈયા ગામના મહેન્દ્ર નાયક નામના શખ્સ દ્વારા ગૌવંશને પરેશાન કરવામાં આવતું હોવાની ફરિયાદ સામે આવી હતી આરોપી મુંગા અને અબોલ પશુઓ પાછળ ટ્રેક્ટર દોડાવી તેમને ત્રાસ આપતો અને હેરાન કરતો હતો.આ દરમિયાન તેણે કુહાડીનો ઉપયોગ કરીને પશુઓ પર કુહાડી દ્વારા હુમલો કર્યો હતો તેના કારણે ગૌવંશને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ TET-1 ભરતી ( TET-1 Recruitment) જાહેર કરવાની માંગ
આ ઘટના દરમિયાન પશુપાલકો એ આરોપીને આવું ન કરવા માટે રોકવાનો અને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદ મુજબ આરોપીએ તેને રોકનાર લિકો ને તેણે કુહાડી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બાબતને પગલે પશુપાલકોમાં રોષ ફેલાયો હતો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા કોઠારા પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદના આધારે કોઠારા પોલીસે મહેન્દ્ર નાયક સામે ભારતીય ન્યાય સંહિતા BNS પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ફરિયાદ બાદ તપાસ કરી આરોપી મહેન્દ્ર નાયકને ઝડપી લીધો છે હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે પૈયા ગામમાં ગૌવંશ પર થયેલા હુમલાની ઘટનાને પગલે અબડાસા વિસ્તારમાં અબોલ પશુઓની સુરક્ષા અને તેની સાથે થતી ક્રૂરતા સામે સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો: કચ્છ(Kutch)ના ખીદરત ટાપુ(Khidrat Island) પર પરવાનગી વગર ફરતા પાંચ માછી મારો ઝડપાયા