Home › ગુજરાત › કચ્છ(Kutch)ના ખીદરત ટાપુ(Khidrat Island) પર પરવાનગી વગર ફરતા પાંચ માછી મારો ઝડપાયા
ગુજરાત

કચ્છ(Kutch)ના ખીદરત ટાપુ(Khidrat Island) પર પરવાનગી વગર ફરતા પાંચ માછી મારો ઝડપાયા

Share this article WhatsApp Facebook Telegram

કચ્છના (Kutch) દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા ને ધ્યાનમાં રાખીને જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન ખીદરત ટાપુ (Khidrat Island) પર કોઈ પણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર ત્યાં ફરતાં પાંચ માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે આ પાંચેય માછીમારો બોટ નંબર IND-GJ-12-MM-668 ‘અજમેરી-26’ મારફતે ખીદરત ટાપુ પર પહોંચ્યા હતા. તેમાંથી ત્રણ માછીમારો ટાપુ પર ઉતરીને ફરતા હતા જ્યારે અન્ય બે લોકો બોટ માં રહીને નજર રાખી રહ્યા હતા.

ટાપુ પર પ્રવેશવા માટે જરૂરી સરકારી મંજૂરી કે પાસ પરમિટ ન હોવા છતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ રીતે કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું હતું.

ઘટનાની જાણ થતા જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ SOGની ટીમે કાર્યવાહી કરી પાંચેય માછીમારોને ઝડપી લીધા હતા. હાલ કલેકટરના જાહેરનામવાનો ભંગ બદલ પાંચેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: આ વર્ષે ઠંડીના દિવસો ઘટવાની શક્યતા,શું આ El Nino ની અસર છે?

Related News