Home › ગુજરાત › માતાનામઢ (Matanamadh) કચ્છ નવા વર્ષની શરૂઆતમાં માતાનામઢમાં માઇભક્તોનો ભારે ઘસારો પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકોએ કર્યા માં આશાપુરા ના દર્શન
ગુજરાત

માતાનામઢ (Matanamadh) કચ્છ નવા વર્ષની શરૂઆતમાં માતાનામઢમાં માઇભક્તોનો ભારે ઘસારો પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકોએ કર્યા માં આશાપુરા ના દર્શન

Share this article WhatsApp Facebook Telegram

નવા વર્ષની શરૂઆત થતાં જ કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ (Matanamadh) ખાતે માઈભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મા આશાપુરા માતાજીના દર્શન કરવા માટે ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાનામઢે પહોંચી રહ્યા છે નવા વર્ષના પ્રથમ પાંચ દિવસમાં જ અંદાજે ₹2,00,000 થી વધુ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા છે.

નવા વર્ષની શરૂઆત લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ સાથે કરવા માંગતા હોય છે. ત્યારે કચ્છના લોકો માટે ખાસ શ્રદ્ધા ધરાવતામાં આશાપુરાના દર્શન કરવા માતાજીના ભક્તોનો ઉત્સાહ પણ ખૂબ હોય છે વહેલી સવારથી જ માતાનામઢમાં ભક્તોની અવરજવર શરૂ થઈ જાય છે અને દિવસ દરમિયાન દર્શન માટે લાંબી લાઈનો જોવા મળે છે.

(Matanamadh) માતાનામઢમાં વાહનોની લાંબી લાઈનો લાગી

નવા વર્ષના દિવસોમાં માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના ખાનગી વાહનો લઈને આવી રહ્યા છે જેના કારણે યાત્રાધામની આસપાસ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને રજા ના દિવસો અને નવા વર્ષની શરૂઆતને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો કચ્છના આ પવિત્રધામની મુલાકાત લઈ રહ્યા છે

આ પણ વાંચો: Gujarat teacher requirement ગુજરાતમાં 11000 શિક્ષકોની ભરતી પણ કચ્છ ને માત્ર 568 શિક્ષકો ફાળવાયા 1501 જગ્યાઓ હજુ ખાલી

લખપત, નારાયણ સરોવર, અને કોટેશ્વરમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ જામી

માત્ર માતાનામઢ જ નહીં પરંતુ કચ્છના અન્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની અવરજવર વધી રહી છે લખપત નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા સ્થળોએ પણ છેલ્લા પાંચ દિવસથી પ્રવાસીઓ નો સતત ઘસારો જોવા મળી રહ્યો છે

ઘણા લોકો માતાજીના દર્શન કર્યા બાદ પરિવાર સાથે કચ્છના અન્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લઈ રહ્યા છે આમ નવા વર્ષની શરૂઆતમાં કચ્છમાં ધાર્મિક પ્રવાસનનો માહોલ જામ્યો છે

હોટેલ અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં ખૂબ તેજી જોવા મળી રહી છે

પ્રવાસીઓ અને માતાના ભક્તોની વધતી સંખ્યાની સીધી અસર સ્થાનિક વેપાર ધંધા પર પણ જોવા મળી રહી છે હાઇવે પર આવેલા ધાબા, હોટેલ, રેસ્ટોરન્ટ, અને ગેસ્ટ હાઉસ, અને સમાજવાડીઓ ધર્મશાળાઓ માં પણ લોકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓના કારણે સ્થાનિક વેપારીઓ અને હોટલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ સારી એવી આવક આશા સેવાઇ રહી છે.

કુલ મળીને નવા વર્ષની શરૂઆતમાં જ માતાનામઢ ખાતેમાં આશાપુરાના દર્શન માટે ઉમટેલી બે લાખથી વધુ માઇ ભક્તોની ભીડ કચ્છના પવિત્ર યાત્રાધામ પ્રત્યે લોકોની અતુટ શ્રદ્ધાને આસ્થાની ઝલક બતાવે છે

આ પણ વાંચો: Kevadi Eco Tourism Safari Booking ગાઈડ, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ પ્રથમ જંગલ સફારી જાણો ટિકિટ નો ભાવ અને સમય

Related News