Home GUJARAT Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત
GUJARAT

Seva sankalp abhiyan:CM Bhupendra patel ની સાબરમતી સેન્ટ્રલ જેલ ની મુલાકાત

Share this article WhatsApp Facebook Telegram

Seva sankalp abhiyan વડાપ્રધાન ના જાહેર જીવન અને સેવા કાર્ય ના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઇ રહેલા Seva sankalp abhiyan અંતર્ગત ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ની સાબરમતી સેન્ટરલ જેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જેલમાં રહેલા કેદીઑ સાથે સીધી અને સરળ રીતે વાત ચિત કરી હતી. કેદીઑ દ્વારા કરવામાં આવતી વિવિધ રચનાત્મક પ્રવૃતિઓ જોઈને મુખ્યમંત્રીએ કેદીઓ ના કામ, કળા અને આવડતના વખાણ કર્યા હતા

મુખ્યમંત્રીએ કેદીઑ સાથે વાતચિત દરમિયાન તેમના જીવનમાં સારા બદલાવ લાવવા અને આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જેલની અંદર કેદીઑ દ્વારા કરવામાં આવતી મહેનત અને વિવિધ કૌશલ્ય આધારિત આધારિત કામગીરી અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.

Seva sankalp abhiyan અંતર્ગત સાબરમતી જેલની મુલાકાત

Sardar Yard CM Bhupendra Patel Visits Sabarmati Jail

Seva sankalp abhiyanના ભાગરૂપે સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલા જેલ પરિસર ની અલગ અલગ વ્યવસ્થાઓ અને પ્રવૃતિઓ ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સરદાર યાર્ડની મુલાકાત પણ લીધી હતી.

જેલમાં કેદીઑ માટે ચાલતી વિવિધ રચનાત્મક અને કૌશલ્ય વિકાસની પ્રવૃતિઑ મુખ્ય આકર્ષણ રહી હતી. મુખ્યમંત્રીએ અહીની Bakery, Carpentry, Press અને Weaving સહિતની કામગીરી જોઈ હતી અને કેદીઓ દ્વારા તૈયાર કરવા માં આવેલી વસ્તુઓ વિષે જાણકારી મેળવી હતી.

કેદીઓ દ્વારા બનાવવામાં આવતી અનેક વસ્તુઓ લોકો સુધી પહોંચે છે. જેલમાં તૈયાર થતાં કેટલાક ખાદ્ય ચીજવસ્તુઓ પણ લોકો સુધી પહોંચે છે અને લોકો દ્વારા પસંદ પણ કરવા માં આવેછે. ખાસ કરીને અહીંના ભજીયા લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવેછે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેદીઓ સાથે કરી સીધી વાતચિત

CM Bhupendra Patel Visits Sabarmati Jail

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેલના કેદીઓ સાથે વાતચીત કરી તેમની કામગીરી વિશે જાણ્યું હતું. કેદીઓ પોતાની કળા અને હુનરથી જે વસ્તુઓ તૈયાર કરેછે તેના તેમણે વખાણ કર્યા હતા.

મુખ્યમંત્રીએ કેદીઓને જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણા આપી હતી. જેલમાં રહેતા સમયનો સારો ઉપયોગ કરીને નવી આવડત શીખવી અને ભવિષ્યમાં પોતાના જીવનને નવી દિશા આપવી જોઈએ તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

કેદીઓએ ગાયું વૈષ્ણવજન તો તેને રે કહીએ

CM Bhupendra Patel Visits Sabarmati Jail

સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત દરમિયાન કેદીઓએ સુપ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ રજૂ કર્યું હતું કેદીઓના કંઠે આ ભજન સાંભળીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુશ થઈ ગયા હતા.

આ પ્રસંગે ભજનમાં રહેલા સંદેશ અને જીવન મૂલ્યો અંગે પણ વાતચીત થઈ હતી. મુખ્યમંત્રીએ કેદીઓને ભજનના સંદેશને પોતાના જીવનમાં ઉતારવા અને સારા માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

વૈષ્ણવજન તો તેને રે કહીએ ભજન મહાત્મા ગાંધી સાથે પણ ખાસ રીતે જોડાયેલું છે. આથી જેલની અંદર યોજાયેલા આ પ્રસંગમાં પણ ભજનનો વિશેષ મહત્વ જોવા મળ્યો હતો.

ગાંધી યાર્ડમાં બાપુ ને કપાસ અર્પણ કર્યો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાબરમતી સેન્ટ્રલ જેલના ગાંધી યાર્ડની મુલાકાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાબરમતી સેન્ટ્રલ જેલના ગાંધી યાર્ડની મુલાકાત પણ લીધી હતી. અહીં તેમણે પૂજ્ય મહાત્મા ગાંધીને કપાસ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે સેવા માનવતા અને સારા વિચારો સાથે જીવનમાં આગળ વધવાનો સંદેશ પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Rare snakes: કચ્છના કાળા ડુંગર પર જોવા મળ્યા બે દુર્લભ સાપ

કેદીઓ માટે ફળનું વિતરણ

CM Bhupendra Patel Visits Sabarmati Jail

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ કેદીઓને ફળનું વિતરણ પણ કર્યું હતું. તેમણે કેદીઓ સાથે વાત કરી અને જેલમાં ચાલતી અલગ અલગ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે જેલના Computer Centre, Carpentry Department, Weaving Centre and Book Binding Centre ની મુલાકાત લીધી હતી. કેદીઓ કઈ રીતે આ કામ શીખી રહ્યા છે, અનેક કઈ પ્રકારની વસ્તુઓ તૈયાર કરે છે. તેની પણ મુખ્યમંત્રીએ જાણકારી મેળવી હતી.

કૌશલ્ય વિકાસથી કેદીઓને નવી દિશા

CM Bhupendra Patel Visits Sabarmati Jail

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિવિધ પ્રકારની કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, Carpentry, Weaving, Bakery, Book Binding, Press અને Computer Centre જેવી પ્રવૃત્તિઓ દ્વારા કેદીઓને નવી આવડત શીખવાની તક મળે છે.

આ પ્રકારનું કામ જેલની અંદર કેદીઓના સમયનો રચનાત્મક ઉપયોગ કરવામાં મદદરૂપ બને છે. સાથે જ તેઓ પોતાની આવડતથી વસ્તુઓ તૈયાર કરે છે અને આ વસ્તુઓ લોકો સુધી પણ પહોંચે છે.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાબરમતી સેન્ટ્રલ જેલની મુલાકાત દરમિયાન કેદીઓ સાથેનો સીધો સંવાદ તેમની કળા અને હુનર ની પ્રશંસા કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત તેમજ તેમને આપવામાં આવેલ પ્રોત્સાહન ખાસ ચર્ચામાં રહ્યું હતું

મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ કેદીઓને માત્ર જેલમાં રાખવાની વ્યવસ્થા સુધી સીમિત ન રહેતા તેમણે કૌશલ્ય શીખવા રચનાત્મક કામ કરવા અને જીવનમાં સારા બદલાવ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો એક સંદેશ આપવાનો હેતુ હતો.

આ પણ વાંચો: રાપર (Rapar) ફતેગઢ પાસે ફાયરિંગ કરી હત્યાની કોશિશ નો ભેદ ઉકેલાયો બે આરોપી ઝડપાયા

Related News