Deepti Sharma બન્યા ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ બીજી વખત મેળવવો મોટો એવોર્ડ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓલ રાઉન્ડર Deepti Sharma એ ફરી એકવાર પોતાની શાનદાર રમતના જોડે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે ઓક્ટોબર મહિનામાં બેટિંગ અને બોલિંગ બંનેમાં નોંધપાત્ર પ્રદર્શન કરવા બદલ તેને આઈસીસી વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવી છે ખાસ વાત એ છે કે દીપ્તિએ પોતાની કારકિર્દીમાં બીજી વખત આ એવોર્ડ જીત્યો છે
આ એવોર્ડ માટે દીપ્તિ ની સાથે બાંગ્લાદેશની શોભના મોસ્ટલી અને ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ પણ દાવેદાર હતી જોકે ઓક્ટોબર મહિના દરમિયાન મેદાન પર દેખાડેલા ઓર રાઉન્ડ પ્રદર્શનના આધારે દીપ્તિએ બંને ખેલાડીઓને પાછળ રાખીને આ સન્માન પોતાના નામે કર્યું છે
Deepti Sharmaનું ઝિમ્બાબ્વે સામે શાનદાર પ્રદર્શન
ઓક્ટોબર મહિનામાં ઝિમ્બાબ્વે ની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી હતી આ શ્રેણીમાં ભારતીય ટીમ એ શાનદાર રમત બતાવી હતી અને રમાયેલી તમામ છ મેચમાં જીત મેળવી હતી આ સફળતામાં દીપ્તિ શર્માનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું હતું
દીપ્તિએ ઝિમ્બાબ્વે સામે અલગ અલગ ફોર્મેટની મેચોમાં કુલ 155 રન બનાવ્યા હતા અને 7 વિકેટ પણ પોતાના નામે કરી હતી બેટિંગ હોય કે બોલીગ બંને માં તેણે ટીમ માટે ઉપયોગી પ્રદર્શન કર્યું હતું
રાયપુરમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં દીપ્તિએ મુશ્કેલ પરિસ્થિતિમાં 49 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. એક સમયે ભારતીય ટીમ એ માત્ર 19 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી આવી સ્થિતિમાં દીપ્તિએ જવાબદારી સંભાળી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મદદ કરી હતી
T20 સિરીઝ દરમિયાન તેણે બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી ભારતીય ટીમે આ સિરીઝમાં ઝિમ્બાબ્વેને એક પણ મેચ જીતવાની તક આપી ન હતી
ODI સિરીઝમાં સદી ફટકારીને બતાવ્યો હતો દમ
T20 સિરીઝ બાદ દીપ્તિ શર્માએ વનડે સિરીઝમાં પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું હતું પ્રથમ વન-ડે મેચમાં તેણે બે વિકેટ લઈને તેમને જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો
જોકે સિરીઝની બીજી વન-ડે મેચ દીપ્તિ માટે ખાસ યાદગાર બની હતી આ મેચમાં તેણે બેટિંગ દરમિયાન પોતાની કારકિર્દીની બીજી વન-ડે સદી ફટકારી હતી એટલું જ નહીં બોલિંગમાં પણ બે વિકેટ મેળવીને પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી હતી
દીપ્તિના આ પ્રદર્શનથી ભારતીય ટીમ ને સીરીઝમાં બે ઝીરોની સરસાઈ મેળવવામાં મદદ મળી હતી તેના સતત સારા પ્રદર્શનને કારણે ICC તરફથી તેને ઓક્ટોબર મહિનાની શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે
આ પણ વાંચો: Neha Chavda: જામનગરની નેહા ચાવડાની વેસ્ટ ઝોન ક્રિકેટ ટીમમાં પસંદગી સ્મૃતિ મંધાના સાથે રમવાની તક મળશે
એવોર્ડ જીત્યા બાદ દીપ્તિ શર્માએ શું કહ્યું
ICC તરફથી આ સન્માન મળ્યા બાદ દીપ્તિએ ખુશી વ્યક્ત કરી હતી તેને કહ્યું કે વિમેન્સ પ્લેયર ઓફ ધ મન્થ નો એવોર્ડ જીતવો તેના માટે ગર્વ ની વાત છે ઝિમ્બાબ્વે સામે શ્રેણી જીતવી અને તે દરમિયાન સદી ફટકારવી તેના માટે ખાસ અનુભવ રહ્યો છે
દીપ્તિએ પોતાની ટીમના તમામ ખેલાડીઓની મહેનતની પ્રશંસા કરી હતી ખાસ કરીને યુવા ખેલાડીઓએ જે રીતે પોતાની જવાબદારી નિભાવી તેનાથી તે ખૂબ ખુશ છે
આ સાથે તેણે એવોર્ડ માટે મત આપનાર પેનલ અને ચાહકો ટીમના સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માન્યો હતો દીપ્તિએ આ સન્માન દુનિયાભરમાં તેને પ્રેમ અને સમર્થન આપતા ચાહકોને સમર્પિત કર્યો હતો
પુરુષ વિભાગમાં Marco Johnsonને મળ્યો આઈસીસી એવોર્ડ
મહિલા વિભાગમાં દીપ્તિ શર્માએ એવોર્ડ જીત્યો છે ત્યારે પુરુષ વિભાગમાં દક્ષિણ આફ્રિકાના ઓલઉન્ડર Marco Johnson ની ઓક્ટોબર મહિના આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યા છે
ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને બે એક થી જીત અપાવવામાં જેન્ટ્સને મહત્વની ભૂમિકા ભજવી હતી તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ICC દ્વારા તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે
આ પણ વાંચો: ODI World Cup 2027. વિરાટ કોહલી નો છેલ્લો વર્લ્ડ કપ હશે? રોહિત શર્માએ પણ આપી પ્રતિક્રિયા