Ahmedabadમાં બે નવા બ્રીજ શરૂ વાડજ ફ્લાવર અને મકરબા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

Ahmedabad શહેરમાં રોજિંદા વાહન વ્યવહારને સરળ બનાવવા માટે વધુ બે મહત્વપૂર્ણ બ્રિજ લોકો માટે ખુલ્લા મુકાયા છે. વાડજ જંકશન પર તૈયાર કરવામાં આવેલ ફલાયઓવર. અને મકરબા વિસ્તારમાં. અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર બનાવવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બંને પ્રોજેક્ટ અમદાવાદના અલગ અલગ વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. વાડજ ફ્લાયઓવર માટે આશરે રૂપિયા 127.92 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ રૂપિયા 98.60 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
આ બંને બ્રિજ શરૂ થવાથી ખાસ કરીને રોજ કામકાજ માટે અવર-જવર કરતા લોકો અને સતત ટ્રાફિકમાંથી પસાર થતા વાહનચાલકોને રાહત મળવાની અપેક્ષા છે. વાડજ ફલાયઓવર નો ઉપયોગ દરરોજ આશરે બે લાખ લોકો કરે તેવી શક્યતા છે. જ્યારે મકરબા બ્રિજથી અંદાજે 1.50 લાખ લોકોને લાભ મળવાનો અંદાજ છે.
વાડજ ફ્લાયઓવર થી કયા વિસ્તારોને મળશે ફાયદો
વાડજ જંકશન અમદાવાદના એવા વિસ્તારોમાં આવે છે. જ્યાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર સતત રહે છે. અહીં ટ્રાફિકનું દબાણ ઘટાડવા માટે નવા ફ્લાયઓવર નું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ફ્લાયઓવરની ખાસિયત તેનું વાય આકારનું ડિઝાઇન છે. તેના માર્ગો ગાંધીઆશ્રમ અને અખબાર નગર તરફ જોડાઈ છે. આશરે 735 મીટર લાંબો અને ચાર માર્ગી આ ફ્લાયઓવર શરૂ થતા વાડજ જંકશન પરથી પસાર થતા વાહનો માટે વૈકલ્પિક અને ઝડપી માર્ગ ઉપલબ્ધ થયો છે.
ઉસ્માનપુરા રાણીપ ગાંધી આશ્રમ ભીમજીપુરા અને શાહીબાગ તરફ જતા લોકોને પણ આ પ્રોજેક્ટનો લાભ મળી શકે છે. ખાસ કરીને રોજ ઓફિસ ધંધા કે અન્ય કામ માટે આ રૂટ નો ઉપયોગ કરતા લોકોને ટ્રાફિકમાં લાંબો સમય અટવાઈ રહેવાની સ્થિતિમાં ઘટાડો થવાની આશા છે.
વાડજ જંકશન પર અગાઉ પિક અવર્સ દરમિયાન વાહનોની સંખ્યા વધતા ટ્રાફિક ધીમો પડી જતો હતો. હવે ફ્લાયઓવર નો ઉપયોગ શરૂ થતા જંકશન પર વાહનોના પ્રવાહને અલગ રીતે સંચાલિત કરવામાં મદદ મળશે.
મકરબા રેલવે ઓવરબ્રિજ કલેક્ટિવિટી વધુ સરળ
શહેરના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મકરબા ખાતે શરૂ થયેલો રેલવે ઓવરબ્રિજ પણ સ્થાનિક વાહનચાલકો માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ બ્રિજ અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર આવેલા LC-24 રેલવે ક્રોસિંગ ની ઉપર બનાવવામાં આવ્યો છે.
ચાર માર્ગી આ ઓવરબ્રિજના નિર્માણ પાછળ આશરે 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મકરબા વિસ્તારને કોર્પોરેટ રોડ. અને એસ.જી હાઇવે તરફ જોડવામાં આ બ્રિજ મહત્વની ભૂમિકા ભજવશે.
મકરબા અને સરખેજ વિસ્તારમાં રહેતા લોકો ઉપરાંત કોર્પોરેટ રોડ તરફ નિયમિત અવરજવર કરતા વાહનચાલકો માટે પણ આ માર્ગ ઉપયોગી બનશે. રેલવે ક્રોસિંગ ને કારણે ટ્રેન પસાર થતી વખતે થતી રાહ જોવાની સ્થિતિમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
આ બ્રિજથી અંદાજે 1.50 લાખ લોકોને રોજિંદી અવરજવરમાં લાભ મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં રહેણાંક, અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વધતી જતા આ પ્રકારની કનેક્ટિવિટી વધુ જરૂરી બની છે.
અમદાવાદમાં અન્ય વિકાસ કામોનું પણ લોકાર્પણ
મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન માત્ર બે બ્રિજનું જ લોકાર્પણ કરવામાં આવ્યું નહોતું, અમદાવાદ શહેરમાં કુલ રૂપિયા 583.85 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ કેટલાક નવા કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.
થલતેજ વિસ્તારમાં 329 EWS આવાસ તૈયાર કરીને લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રકારના આવાસથી આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં મદદ મળશે.
આ ઉપરાંત અમદાવાદ ફાયર વિભાગ માટે રૂપિયા 19.74 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ પણ સેવામાં મૂકવામાં આવ્યા છે. આગ અકસ્માત અથવા અન્ય ઇમર્જન્સી દરમિયાન સ્થળ પર ઝડપી પહોંચીને પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આ વાહનો ઉપયોગી બની શકે છે.
ફાયર અને બચાવ કામગીરી માટે રૂપિયા 3.40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી 10 બોટ પણ સેવામાં સામેલ કરવામાં આવી છે. પાણી સંબંધીત ઇમરજન્સી અને બચાવ કામગીરી વખતે આ બોટનો ઉપયોગ કરવામાં આવશે.
શાહીબાગ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા 108 આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો: કચ્છ Kadva Patidar Samajના ઘરમાં ત્રીજું બાળક જન્મશે તો સમાજ આપશે રૂ.50 હજાર, જાણો શું છે આખી યોજના
અમદાવાદના ટ્રાફિક માટે બંને બ્રિજનું મહત્વ
અમદાવાદમાં વાહનોની સંખ્યા અને શહેરના વિસ્તારો વચ્ચેની રોજિંદી અવર-જવર સતત વધી રહી છે આવી સ્થિતિમાં માત્ર રસ્તાઓ પહોળા કરવા કરતાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ફલાયઓવર અને રેલવે ઓવરબ્રિજ જેવી સુવિધાઓ ઉભી કરવી પણ મહત્વપૂર્ણ બની જાય છે.
વાડજ ફ્લાઇઓવર શહેરના ઉત્તર અને મધ્ય ભાગ તરફ જતા વાહનો માટે ઉપયોગી કનેક્ટિવિટી આપશે બીજી તરફ મકરબા રેલવે ઓવરબ્રિજ દક્ષિણ પશ્ચિમ અમદાવાદમાં મકરબા સરખેજ કોર્પોરેટ રોડ અને એસ જી હાઇવે તરફની અવરજવર ને સરળ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે
બંને બ્રિજ શરૂ થયા બાદ ટ્રાફિકના પ્રવાહમાં કેટલો વાસ્તવિક સુધારો થાય છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે જોકે રોજિંદા મુસાફરો માટે વૈકલ્પિક માર્ગ અને રેલવે ક્રોસિંગ ઉપરથી સીધી અવરજવર શરૂ થવી શહેરની કનેક્ટિવિટી માટે મહત્વનું પગલું છે.
અમદાવાદમાં બ્રીજ આવાસ અને ફાયર રેસ્ક્યુ સુવિધાઓ સહિતના વિવિધ પ્રોજેક્ટ શરૂ થવાથી શહેરના શહેરી માળખામાં વધુ સુવિધાઓ ઉમેરાય છે. ખાસ કરીને વધતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને વાડજ અને મકરબા જેવા વિસ્તારોમાં નવી કનેક્ટિવિટી થી સ્થાનિક લોકોને રોજિંદી મુસાફરીમાં સમય બચવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: Rashtriya ekta divas 2026 ગુજરાતમાં Bharat Parvaની ઉજવણી દેશની એકતા અને વિવિધતાનો જોવા મળશે સંગમ