Home › ગુજરાત › કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ TET-1 ભરતી ( TET-1 Recruitment) જાહેર કરવાની માંગ
ગુજરાત

કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ TET-1 ભરતી ( TET-1 Recruitment) જાહેર કરવાની માંગ

Share this article WhatsApp Facebook Telegram

TET-1 Recruitment: કચ્છ સહિત ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન દિવસેને દિવસે ગંભીર બની રહ્યો છે એક તરફ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો બીજી તરફ નવી ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો પણ લાંબા સમય થી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં TET-1ની પરીક્ષા નું જાહેરનામું વહેલી તકે બહાર પાડીને શિક્ષકોની નવી ભરતી શરૂ કરવામાં આવે તેવી તેવી માંગ લોકો દ્વારા જોર પકડી રહી છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીં શિક્ષકોની ખાલી જગ્યાઓ નો આંકડો ચિંતા જનક છે. મળતી વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં કુલ 2069 શિક્ષકોની ઘટ સામે માત્ર 568 શિક્ષકોની ભરતી થઈ શકી છે. એટલે હજુ પણ 1501 કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે આના કારણે અનેક સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો ના ભણતર માં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

ગુજરાતમાં ધોરણ 1 થી 5 માં 16 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવાનો દાવો

રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે અંદાજે 16,000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવા છતાં TET-1ની નવી પરીક્ષા નું જાહેરનામું બહાર પાડ્યું નથી જેને લઈને શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.

જાગૃત નાગરિકો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે હવે વધુ રાહ જોવડાવ્યા વગર TET-1ની પરીક્ષાની જાહેરાત કરવામાં આવે અને ત્યારબાદ ભરતીની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધારવામાં આવે

10 હજાર શિક્ષકોની ભરતી(Teacher recruitment) ની વાત છતાં જાહેરાત માં વિલંબ?

થોડા સમય પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10,000 શિક્ષકોની ભરતી(Teacher recruitment) માટે શિક્ષણ વિભાગને મંજૂરી આપવા તૈયાર છે. આ નિવેદન બાદ શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં આશા જાગી હતી.

પરંતુ હજુ સુધી TET-1ની પરીક્ષા ને લઈને કોઈ સત્તાવાર જાહેરાત બહાર ન પડતા ઉમેદવારોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જ્યારે શાળાઓમાં શિક્ષકોની અછત છે અને સરકાર પણ ભરતી માટે તૈયાર હોવાનું જણાવી ચૂકી છે. ત્યારે જાહેરાત કરવામાં આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

TET-1 Recruitment- 1 થી 5 ધોરણ ની ભરતી શરૂ કરવાની માંગ

ધોરણ 6 થી 8 માટે અગાઉ લેવામાં આવેલી TET-2 પરીક્ષામાં 37,450 ઉમેદવારો પાસ થયા હતા. આમાંથી 22,162 ઉમેદવારો એવા હતા જેમણે 90 થી વધુ ગુણ મેળવ્યા હતા.

આ આંકડાને ધ્યાનમાં રાખીને હાલ ધોરણ 1 થી 5 ની ભરતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે પ્રાથમિક શિક્ષણના પાયાના ધોરણનું ખાસ મહત્વ છે. નાના બાળકોને શરૂઆતથી જ પૂરતા અને કાયમી શિક્ષકો મળે એ જરૂરી છે.

કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક ભરતી શરૂ કરો

કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા હજુ સમય લાગી શકે છે ત્યારે આ દરમિયાન શાળાઓમાં શિક્ષકોની ઘટ વધુ ન વધે તે માટે ધોરણ 1 થી 5 ની અગાઉ બંધ રાખવામાં આવેલી જ્ઞાન સહાયક ભરતી શરૂ કરવાની પણ માંગ જોર પકડી રહી છે.

લોકોનું કહેવું છે કે જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન પહોંચે.

આ પણ વાંચો: આ વર્ષે ઠંડીના દિવસો ઘટવાની શક્યતા,શું આ El Nino ની અસર છે?

કચ્છમાં શિક્ષકોની બદલી અટકાવવા બોન્ડની રકમ વધારવાની માંગ

કચ્છ જેવા વિસ્તારોમાં શિક્ષકોની ઘટના પ્રશ્ન ભરતી પૂરતો નથી અહીં ભરતી થયા પછી કેટલાક સમય બાદ શિક્ષકો અન્ય જિલ્લામાં બદલી કરાવી લેતા હોવાની સમસ્યા પણ સામે આવે છે. તેના કારણે કચ્છની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ફરી ઊભી થાય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કચ્છમાં ખાસ ભરતી કરવામાં આવે ત્યારે શિક્ષકો માટે બોન્ડની રકમ ₹3 લાખથી વધારીને ₹25 લાખ કરવાની માંગ પણ કરવામાં આવી છે. માંગણી કરનારાઓનું માનવું છે કે આવી જોગવાઈ થી શિક્ષકો લાંબા સમય સુધી કચ્છમાં ફરજ બજાવે અને વારંવાર થતી બદલીનું પ્રમાણ ઘટે

હવે TET-1 ભરતી અંગે ક્યારેય નિર્ણય લેવાશે?

હાલ કચ્છ સહિત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓનો પ્રશ્ન શિક્ષણ માટે ચિંતા નો વિષે છે. એક તરફ બાળકોના શિક્ષણનો સવાલ છે, તો બીજી તરફ વર્ષોથી તૈયારી કરી રહેલા ઉમેદવારો પણ ભરતીની રાહ જોઈને બેઠા છે.

આ સંજોગોમાં TET-1 ની પરીક્ષા નું જાહેરનામું વહેલી તકે બહાર પાડવામાં આવે ધોરણ 1 થી 5 ની કાયમી ભરતી શરૂ થાય અને ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી અંગે પણ યોગ્ય નિર્ણય લેવાય તેવી લોકો દ્વારા માંગ કરવા માં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ રજૂઆતોને ધ્યાનમાં લઈને ક્યારે પગલાં ભરે છે તે જોવાનું રહ્યું

આ પણ વાંચો: કચ્છ(Kutch)ના ખીદરત ટાપુ(Khidrat Island) પર પરવાનગી વગર ફરતા પાંચ માછી મારો ઝડપાયા

Related News