એકજ પરિવારના ત્રણેય ભાઈ-બહેન Ph.D. સ્કોલર-Three Siblings Ph.D. Scholars

સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ
ભાવનગર Three Siblings Ph.D. Scholars: જ્ઞાન એ એવી જ્યોત છે જે એક દીવાથી બીજા દીવાને પ્રગટાવે છે.
ભાવનગરના જોષી પરિવારે આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. એક જ ઘરના ત્રણેય
ભાઈ-બહેને ઉચ્ચ શિક્ષણનું શિખર સર કરી સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ અને કીર્તિ
વધારી છે.
પરિવારની લાડલી ગુંજનબેન જોષી એ Ph.D.ની પદવી પ્રાપ્ત કરી

પરિવારની લાડલી દીકરી ડૉ. ગુંજનબેન હરકિશનભાઈ જોષી સરકારી ઉચ્ચતર
માધ્યમિક શાળા, સેંદરદા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમણે “પ્રાથમિક
શિક્ષણની ગુણવત્તા: આચાર્યો, શિક્ષકો અને વાલીઓની દૃષ્ટિએ” વિષય પર ડૉ.
ધીરજલાલ રાઠોડ સાહેબનાં માર્ગદર્શન હેઠળ સંશોધન કરી તા. 21/10/2026ના રોજ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી Ph.D.ની પદવી પ્રાપ્ત કરી છે.
પાર્થભાઈ જોષીએ પણ એન્જિનિયરિંગક્ષેત્ર માં Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરી
જ્યારે સર ભાવસિંહજી પોલીટેકનિક ભાવનગર ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ.
પાર્થભાઈ હરકિશનભાઈ જોષીએ “Development of Self Compacting Concrete Using
Ceramic Waste” વિષય પર એન્જિનિયરિંગ શાખામાં ડૉ. દિવ્યકુમાર પારેખ સાહેબનાં
માર્ગદર્શન હેઠળ સંશોધન કરી તા. 23/10/2026ના રોજ GTU કેમ્પસ અમદાવાદ ખાતે
સફળતાપૂર્વક Ph.D.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

પરિવારના નાના પુત્ર રાજકુમારે પણ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું
પરિવારના નાના પુત્ર રાજકુમારે “Awareness and Uses of E-Resources in
Secondary Teacher Education” વિષય પર ડૉ. સુરેશચંદ્ર દવે સાહેબનાં માર્ગદર્શનહેઠળ શોધકાર્ય પૂર્ણ કરી ભાવનગર યુનિવર્સિટીમાં થીસીસ સબમિટ કરી દીધી છે. હવે ફાઇનલ વાઇવાની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
માતા મંજુલાબેને નું હૃદય ગૌરવથી ભરાઈ ગયું
આ સિદ્ધિ અંગે માતા મંજુલાબેને હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સંતાનોની આ
સફળતાથી તેમનું હૃદય ગૌરવથી ભરાઈ ગયું છે. વૈદિક કાળથીજ બ્રહ્મસમાજ ઉચ્ચ
શિક્ષાના આદાન પ્રદાન સાથે જોડાયેલ છે અને મારા ત્રણેય સંતાનોએ Ph.D ડિગ્રી વડે
તેમનું આ બ્રહ્મ કર્મ અને ધર્મ જાળવી રાખ્યું તેનો આનંદ છે . સ્વ. પિતાશ્રી
હરકિશનભાઈ જોષીએ વાવેલા સંસ્કાર અને શિક્ષણના બીજ આજે વટવૃક્ષ બનીને જોષી
પરિવારનું માન વધાર્યું છે. દિવંગત પિતાનું સ્વપ્ન સંતાનોએ સાકાર કર્યું છે.એક જ
પરિવારના ત્રણેય ભાઈ-બહેન Ph.D. સ્કોલર બન્યા હોય તેવું કદાચ ગુજરાતનું આ
એકમાત્ર ઘર હોય તો નવાઈ નહીં.
આ પણ વાંચો: કચ્છ Kadva Patidar Samajના ઘરમાં ત્રીજું બાળક જન્મશે તો સમાજ આપશે રૂ.50 હજાર, જાણો શું છે આખી યોજના
Three Siblings Ph.D. Scholars– આવનારી પેઢીઓ માટે જોષી પરિવાર પ્રેરણારૂપ બન્યો
ભાવનગર ઔદિચ્ય ઝાલાવાડી 450 બ્રાહ્મણ સમાજનાં હોદ્દેદાર તથા ગુજરાત માધ્યમિક
શિક્ષક સંઘના પ્રમુખ તરુણભાઈ વ્યાસે જણાવ્યું કે, “સમગ્ર જ્ઞાતિ અને બ્રહ્મ સમાજને આ
પરિવાર પર ગૌરવ છે. આવો ગૌરવવંતો ઇતિહાસ ભાવનગરના નામે જ નોંધાયો છે
અને ભવિષ્યમાં પણ રહેશે.”
જોષી પરિવારની આ યશગાથા આવનારી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. તે સાબિત કરે છે કે
સંસ્કાર, પરિશ્રમ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા હોય, તો કોઈ શિખર દૂર નથી.
આ પણ વાંચો: Kutch Tourism: વિશ્વ પ્રવાસન દિવસ પર કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ