કચ્છ Kadva Patidar Samajના ઘરમાં ત્રીજું બાળક જન્મશે તો સમાજ આપશે રૂ.50 હજાર, જાણો શું છે આખી યોજના

સુરતમાં કચ્છ Kadva Patidar Samaj દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છના કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત જોન દ્વારા ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવા માટે નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સમાજના જે દંપતિને ત્રીજું સંતાન થશે તેને 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ આપવામાં આવશે.
સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી સમાજમાં વસ્તી વૃદ્ધિનો દર ઘટી રહ્યો છે. પરિવારોમાં સંતાનોની સંખ્યા ઓછી થતી જતા, ભવિષ્યમાં સામાજિક અસંતુલનની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ત્રીજા સંતાનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રીજું સંતાન જન્મે તો 50હજાર ની FD
કચ્છના કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત જોન દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ત્રીજા સંતાનના જન્મ પર દંપત્તિને 50,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરવામાં આવશે. સમાજનો હેતુ માત્ર આર્થિક સહાય કરવાનો નથી પરંતુ પરિવારોને ત્રીજા સંતાન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
રૂપિયા 50,000ની આ FD બાળકના ભવિષ્ય માટે ઉપયોગી બની શકે છે. સમાજના આગેવાનોનું માનવું છે કે, આવી પહેલથી પરિવારોમાં ત્રીજા સંતાન અંગે વિચારણા વધશે, અને સાથે સાથે બાળકના ભવિષ્ય માટે નાણાકીય સુરક્ષાનો એક આધાર પણ મળશે.
સુરતમાં યોજાયેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય
આ યોજના અંગેનો નિર્ણય સુરતમાં યોજાયેલી સમાજની બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. બેઠકમાં સમાજના મોભીઓ આગેવાનો અને વિવિધ ઘટક સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન સમાજની વસ્તી સાથે જોડાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પરિવારોમાં સંતાનોની સંખ્યા ઘટતી જતી હોવાને કારણે ભવિષ્યમાં ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ ચર્ચા બાદ ત્રીજા સંતાનને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 50,000 ની એફડી આપવાની યોજના શરૂ કરવાનો નિર્ણય સમાજ દ્વારા લેવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત ઝોનમાં 26 ઘટક સમાજ
કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત જોન હેઠળ હાલમાં કુલ 26 ઘટક સમાજનો કાર્યરત છે. આ તમામ ઘટક સમાજો પોતાના સ્તરે સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.
નવી બાળ પ્રોત્સાહન યોજના પણ આ સંગઠનાત્મક માળખા હેઠળ આગળ વધારવામાં આવશે, સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ દ્વારા યોજનાને લઈને જરૂરી કામગીરી કરવામાં આવશે.
સમાજના આગેવાનોનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી અને નાના પરિવારની વિચારસરણીને કારણે પરિવારોમાં સંતાનોની સંખ્યા ઓછી થઈ રહી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહે તો સમાજની વસ્તી પર તેની અસર જોવા મળી શકે છે.
વસ્તીમાં ઘટાડો અને સામાજિક અસંતુલન ની ચિંતા
સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આ યોજના પાછળનું મુખ્ય કારણ, સમાજમાં ઘટતી જતી વસ્તી છે, પરિવારનું કદ નાનું થતું જાય છે, અને ઘણા પરિવારો બે સંતાન સુધી જ મર્યાદિત રહે છે. જેના કારણે ભવિષ્યમાં સમાજની વસ્તીનું પ્રમાણ ઘટી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમાજ દ્વારા ત્રીજા સંતાનના જન્મને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રૂપિયા 50,000 ની FD દ્વારા પરિવારને આર્થિક મદદ મળે, અને સાથે ત્રીજા બાળકના જન્મને લઈને સકારાત્મક વાતાવરણ ઊભું થાય, તેઓ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Rashtriya ekta divas 2026 ગુજરાતમાં Bharat Parvaની ઉજવણી દેશની એકતા અને વિવિધતાનો જોવા મળશે સંગમ
સમાજની નવી પહેલની ચર્ચા
સામાન્ય રીતે સમાજ દ્વારા શિક્ષણ, આરોગ્ય, લગ્ન સહાય, રોજગાર, અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ ત્રીજા સંતાનના જન્મ પર સીધી રીતે 50હજારની FD આપવાની આ શરૂવાત ને એક અલગ પ્રકારની સામાજિક યોજના તરીકે જોવામાં આવી રહી છે.
સુરતમાં યોજાયેલી બેઠકમાં આ યોજનાની જાહેરાત સાથે સમાજના આગેવાનો દ્વારા વસ્તી અને પરિવારના બદલાતા માળખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં આ યોજનાનો લાભ કયા નિયમો હેઠળ મળશે, અને તેની અમલવારી કેવી રીતે કરવામાં આવશે તેની વિગતો સમાજના સંગઠન દ્વારા નક્કી કરવામાં આવશે.
Kadva Patidar Samajદ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના, હાલમાં દક્ષિણ ગુજરાત ઝોનમાં 26 ઘટક સમાજો સાથે જોડાયેલી છે. સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, વસ્તીમાં થઈ રહેલા ઘટાડા અને તેનાથી ઊભા થઈ શકે તેવા સામાજિક અસંતુલનને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે.