Nakhatrana: નખત્રાણા પોલીસે મુંજલ ગામ નજીક બનેલા લૂંટ અને ગુનાહિત હત્યાના બનાવનો ભેદ ઉકેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, કેબલ વાયર ચોરી કરવા આવેલા બે શખ્સોએ દંપત્તિ પર હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ખેડૂત હીરાભાઈ દિનેશભાઈ નાયકનું મોત થયું હતું.
મળતી માહિતી પ્રમાણે 11 સપ્ટેમ્બર ની રાત્રે અંદાજે ત્રણ વાગ્યા ના અરસામાં મુંજલ ગામ નજીક આ બનાવ બન્યો હતો. કેબલ વાયર ચોરી કરવા આવેલા શખ્સોએ દંપત્તિને નિશાન બનાવ્યું હતું હુમલા દરમિયાન ધારદાર હથિયાર વડે ગંભીર ઇજા પહોંચતા ખેડૂત હીરાભાઈ દિનેશભાઈ નાયક નું મોત નીપજ્યું હતું.
નખત્રાણા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા
બનાવની ગંભીરતા જોતા નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ સર્વેલેન્સ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના સર્વેલેન્સની મદદથી પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસે આ કેસમાં હાસમ ઉસ્માન વંદા ઉંમર વર્ષ 38 અને સાએબ આમદ વંદા ઉંમર વર્ષ 23 ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ ખાવડા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે અને હાલ માધાપર ના સોનાપુરી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
ચોરીનો માલ ખરીદનારની પણ ધરપકડ
પોલીસ તપાસ દરમિયાન ચોરી નો મુદ્દામાલ ખરીદનાર વ્યક્તિની પણ માહિતી સામે આવી હતી. પોલીસે ભુજના ભક્તિનગર વિસ્તારમાં રહેતા ઝુબેર રજક કુંભારની પણ ધરપકડ કરી છે.
પોલીસી આરોપીઓ પાસેથી ચોરીના ગુનામાં વપરાયેલો તથા ચોરી કરેલો મુદ્દા માલ પણ કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
હાસમ વંદા સામે અગાઉથી 20 ગુનાઓ નોંધાયેલા છે
પોલીસ તપાસમાં હાસમ ઉસ્માન વંદા સામે અગાઉથી ચોરી સહિતના આશરે 20 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે અન્ય વિસ્તારોમાં પણ બોરવેલ પર કેબલ વાયર ચોરી કરી હોવાની કબુલાત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આરોપીઓએ રૂરાણી ડેમ, કોટડી-ફોટેડી, માધાપર, જટાવીરા, ભારાપર, ગઢશીશા, માંડવી રોડ મેઘપર ,અને સામત્રા ટોલ પ્લાઝા સહિતના વિસ્તારોમાં કેબલ વાયર ચોરી કરી હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
નખત્રાણા પોલીસે ટેકનિકલ સર્વેલેન્સની મદદથી સમગ્ર કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે. હવે પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરીને આ ટોળકી સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ, અને અગાઉના કેટલા બનાવવામાં તેઓની સંડોવણી છે તે અંગે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Gujju Love Guru Chandan Rathodનું અકસ્માતમાં મોત, ત્રણ કલાક પહેલા બનાવેલી છેલ્લી રીલ વાયરલ


Pingback: Gujju Love Guru Chandan Rathod
Pingback: Nakhtrana: (નખત્રાણા) દેવીસરની સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વાલીઓમાં રોષ - Satyanad