Home › GUJARAT › PM Narendra Modi Gujarat visit 13 અને 14 નવેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન
GUJARAT

PM Narendra Modi Gujarat visit 13 અને 14 નવેમ્બરે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી અંબાજી મંદિરમાં કરશે દર્શન

Share this article WhatsApp Facebook Telegram

PM Narendra Modi Gujarat visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના બે દિવસથી પ્રવાસે આવી રહ્યા છે આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન તેઓ ગુજરાતની મુલાકાત લેશે વડાપ્રધાનના આ પ્રવાસને લઈને રાજ્યમાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર અને અંબાજીની મુલાકાત લેશે આ પ્રવાસમાં તેઓ ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે અને બીજા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરશે

13 નવેમ્બરે ગાંધીનગર પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરે ગુજરાત આવશે પ્રવાસના પ્રથમ દિવસે તેઓ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રોકાશે અહીં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે

આ દરમિયાન રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને બેઠકો યોજાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ બેઠકો અંગે સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી

14 નવેમ્બરે અંબાજી મંદિરમાં કરશે પૂજા અર્ચના

ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 14 નવેમ્બરે વડાપ્રધાન મોદી બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ મંદિર અંબાજી પહોંચશે અહીં તેઓ શક્તિપીઠમાં બિરાજમાન માતા અંબાના દર્શન કરશે અને પરંપરાગત રીતે પૂજા અર્ચના કરશે
અંબાજી મંદિર દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે વડાપ્રધાનની મુલાકાતને કારણે મંદિર પરિસરમાં પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે

આ પણ વાંચો: એકજ પરિવારના ત્રણેય ભાઈ-બહેન Ph.D. સ્કોલર-Three Siblings Ph.D. Scholars

સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
અંબાજી મંદિર પરિસર ઉપરાંત આસપાસના વિસ્તારોને વડાપ્રધાનના કાપલાના માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે શ્રદ્ધાળુઓની અવરજવર અને સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવી રહી છે

પીએમ મોદી ગુજરાત વિઝીટ પ્રવાસનું સંપૂર્ણ સમયપત્રક

13 નવેમ્બર 2026 ગાંધીનગર ગુજરાત આગમન અને લોક ભવન ખાતે રાત્રી રોકાણ કરશે
14 નવેમ્બર 2026 અંબાજી બનાસકાંઠા માતા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે ખાસ કરીને અંબાજી ખાતે તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે

નોંધ પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર શક્ય છે

આ પણ વાંચો: Gujarat teacher requirement ગુજરાતમાં 11000 શિક્ષકોની ભરતી પણ કચ્છ ને માત્ર 568 શિક્ષકો ફાળવાયા 1501 જગ્યાઓ હજુ ખાલી

Related News