Gujarat teacher requirement ગુજરાતમાં 11000 શિક્ષકોની ભરતી પણ કચ્છ ને માત્ર 568 શિક્ષકો ફાળવાયા 1501 જગ્યાઓ હજુ ખાલી

Gujarat teacher requirement: ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે રાજ્ય સરકારે 11 શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે આ આ ભરતીથી રાજ્યની શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે તેવી આશા હતી પરંતુ કચ્છ જિલ્લાની સ્થિતિએ ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે કચ્છમાં 2069 શિક્ષકોની જરૂરિયાત સામે પ્રથમ તબક્કામાં માત્ર 568 શિક્ષકો જ ફાળવવામાં આવ્યા છે એટલે કે હજુ પણ 1501 શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી છે
સરકારની આ ફાળવણીને પગલે કચ્છના વાલીઓ શિક્ષણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સરહદી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતા કચ્છમાં પહેલેથી જ શિક્ષકોની અછતનો પ્રશ્ન છે ત્યારે આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહેતા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gujarat teacher requirement અંતર્ગત પ્રથમ તબક્કામાં 8167 ઉમેદવારોને ભલામણ પત્રો
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકારે કુલ 11000 શિક્ષકોની ભરતી જાહેર કરી હતી ભરતીના પ્રથમ તબક્કામાં 8167 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે ભલામણ પત્રો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પસંદગી પામેલા ઉમેદવારોમાં ખુશી નો મહાલ જોવા મળ્યો હતો. જોકે અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષકોની ફાળવણીના આંકડા સામે આવ્યા બાદ ખાસ કરીને કચ્છ જિલ્લામાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
કચ્છની જેટલા શિક્ષકોની જરૂર હતી તેની સરખામણીએ બહુ જ ઓછી સંખ્યામાં શિક્ષકો મળતા સ્થાનિક સ્તરે અન્યાય થયા ની લાગણી ઉભી થઈ છે.
કચ્છમાં 2069 શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર 568 ની ફાળવણી
કચ્છ જિલ્લા માટે સરકારી પ્રાથમિક શાળાઓમાં કુલ 2069 શિક્ષકોની માંગણી કરવામાં આવી હતી પરંતુ ભરતીના પ્રથમ રાઉન્ડમાં જિલ્લાને માત્ર 568 શિક્ષકો જ ફાળવવામાં આવ્યા છે.
આ આંકડા પ્રમાણે કચ્છમાં હજુ પણ 1501 શિક્ષકોની ઘટ છે એટલે કે જિલ્લાની કુલ જરૂરિયાતના આશરે 72.5% શિક્ષકો હજુ મળ્યા નથી
ભરતી ની વિગતો
ગુજરાતમાં જાહેર થયેલી કુલ ભરતી 11000
પ્રથમ તબક્કામાં ભલામણ પત્ર મેળવનારા ઉમેદવારો 8167
કચ્છમાં જરૂરી શિક્ષકો 2069
કચ્છને ફાળવાયેલા શિક્ષકો 568
હજુ ખાલી રહેલી જગ્યાઓ 1501
જરૂરિયાત સામે શિક્ષકોની ઘટ 72.5 ટકા
આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી રહેતા કચ્છના શિક્ષણ જગતમાં ચિંતા વધી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વખતે ભરતી વખતે કચ્છની વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે શિક્ષકોની ફાળવણી થવી જોઈએ
સરહદી વિસ્તાર અને અંતરિયાળ કચ્છમાં શિક્ષણનું સ્તર કથળવાની ચિંતા
કચ્છ ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને અનેક ગામો એકબીજાથી દૂર આવેલા છે સરહદી વિસ્તારો અને અંતરિયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે સરકારી શાળાઓ જ શિક્ષણનો મુખ્ય આધાર છે
આવા વિસ્તારોમાં પૂરતા શિક્ષકો ન હોય તો બાળકોના અભ્યાસ પર સીધી અસર પડે છે ઘણી જગ્યાએ એક જ શિક્ષક એક થી વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી નિભાવવી પડેછે
આથી કચ્છમાં શિક્ષકોની ઘટ માત્ર ભરતીના આંકડા પૂરતી બાબત નથી પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો એક પ્રશ્ન છે
વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓનું માનવું છે કે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને શાળાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શિક્ષકોની ફાળવણી થવી જોઈએ
26 નવેમ્બર સુધીમાં પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ
ભરતી પ્રક્રિયા હેઠળ અનુસૂચિત જાતિ (SC) અનુસૂચિત જનજાતિ (ST) અને સામાજિક તથા શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) બક્ષીપંચ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી છે
સંબંધીત તંત્રને 26 નવેમ્બર સુધીમાં તમામ જરૂરી પ્રમાણપત્રોની સઘન ચકાસણી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 નવેમ્બરના રોજ શાળા પસંદગી કેમ યોજવામાં આવશે આ કેમ્પમાં ઉમેદવારોને શાળા પસંદ કરવાની તક આપવામાં આવશે અને ત્યારબાદ નિમણૂક ના હુકમો આપવામાં આવશે
આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા ના આ તબક્કાને પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે
1501 ખાલી જગ્યાઓ માટે જ્ઞાન સહાયકોની નિમણૂક કરાય છે
કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટ પૂરી ન થતા તંત્ર દ્વારા વચગાળાનો રસ્તો આપવા અપનાવવામાં આવ્યો છે ખાલી રહેલી 1501 જગ્યાઓ માટે માસિક ફિક્સ વેતનથી જ્ઞાન સહાયકો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
આ નિર્ણયથી શાળાઓમાં શિક્ષકોની અછતને થોડા સમય માટે રાહત મળી શકે છે જોકે જ્ઞાન સહાયકોની નિમણૂક કાયમી શિક્ષકોની જરૂરિયાતનો સંપૂર્ણ ઉકેલ નથી
વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓનું કહેવું છે કે બાળકોને સારું અને સતત શિક્ષણ મળે તે માટે શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક થઈ ખૂબ જરૂરી છે માત્ર કામ ચલાવ વ્યવસ્થા થી વર્ષોથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે નહીં
આ પણ વાંચો: એકજ પરિવારના ત્રણેય ભાઈ-બહેન Ph.D. સ્કોલર-Three Siblings Ph.D. Scholars
કચ્છના સ્થાનિક યુવાનોને ભરતીમાં અગ્રતા આપવાની માલ
કચ્છમાં શિક્ષકોની ઘટ્ટ દૂર કરવા માટે સ્થાનિક યુવાનોને ભરતીમાં અગ્રતા આપવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે જાણકારોના મતે કચ્છના સ્થાનિક યુવાનો અહીંની ભૌગોલિક પરિસ્થિતિ ગામડાની મુશ્કેલી અને સ્થાનિક જરૂરિયાતોથી સારી રીતે પરિચિત હોય છે જો લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને યોગ્ય તક મળે તો અંતરિયાળ ગામોની શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી શકે છે
તેમનું માનવું છે કે કચ્છની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરતી અને શિક્ષકોની ફાળવણી માટે અલગથી આયોજન કરવું જરૂરી છે અન્યથા દર વખતે ભરતી થયા પછી પણ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ યથાવત રહેવાની શક્યતા છે
કચ્છના વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ક્યારે મળશે
ગુજરાતમાં 11,000 શિક્ષકોની ભરતીની જાહેરાતથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ગત દૂર થવાની આશા જાગી હતી પરંતુ કચ્છમાં 2069 ની જરૂરિયાત સામે માત્ર 568 શિક્ષકો મળતા આ આશા પર સવાલ ઊભા થયા છે
હાલમાં 1501 જગ્યાઓ ખાલી છે અને તેના માટે જ્ઞાન સહાયકોની કામ ચલાવ વ્યવસ્થા કરવામાં આવી રહી છે બીજી તરફ કચ્છના વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓ કાયમી શિક્ષકોની નિમણૂક થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે
હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કચ્છની શિક્ષકોની ઘટ દૂર કરવા માટે સરકાર અને શિક્ષણ વિભાગ શું પગલાં લે છે કારણ કે કચ્છના અંતરિયાળ ગામડાના બાળકોને પણ રાજ્યના અન્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ જેવી જ શિક્ષણની તક મળવી જરૂરી છે
આ પણ વાંચો: Kutch Tourism: વિશ્વ પ્રવાસન દિવસ પર કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ