Home › GUJARAT › ગાંધીધામ (Gandhidham)SOG ની ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપાઈ
GUJARAT

ગાંધીધામ (Gandhidham)SOG ની ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ કાર્યવાહી બે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ ઝડપાઈ

Share this article WhatsApp Facebook Telegram

Gandhidham: ગુજરાતના કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દરમિયાન ગાંધીધામ વિસ્તારમાં પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા Operation Delta Hunt અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે પાસપોર્ટ અને ભારતીય વિઝા વગર ભારતમાં રહેતી બે બાંગ્લાદેશી મહિલાઓ ને ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ ગાંધીધામ એસ.ઓ.જી.ની ટીમને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર બોરીચી વિસ્તારમાં બે મહિલાઓ શંકાસ્પદ રીતે ફરી રહી છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મેઘપર બોરીચીમાં હ્યુન્ડાઇ શોરૂમ નજીક આવેલા રેલ્વે પુલિયા પાસેથી બંને મહિલાને ઝડપી લેવામાં આવી હતી.

Gandhidham SOGની તપાસમાં બંને મહિલાઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું

પોલીસે પકડેલી બંને મહિલાઓની પૂછપરછ અને તપાસ કરતા તેઓ બાંગ્લાદેશની નાગરિક હોવાનું સામે આવ્યું હતું તેમની ઓળખ 32 વર્ષે સાથી હુસેન સિગધાર અને 29 વર્ષથી મિનારા બેગમ મુલ્લા તરીકે થઈ હતી
પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ સાથી હુસેન સિગધાર મૂળ બાંગ્લાદેશના ગોપાલગંજ જિલ્લાની રહેવાસી છે અને હાલ સુરતના પાલ વિસ્તારમાં રહેતી હતી. જ્યારે મિનારા બેગમ મુલ્લા મૂળ બાંગ્લાદેશના ખુલનાં જિલ્લાની રહેવાસી છે અને હાલ મુંબઈ નજીક આવેલા નાલાસોપારા વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

પાસપોર્ટ અને ભારતીય વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી નો ખુલાસો

પોલીસ તપાસ દરમિયાન બંને મહિલાઓ પાસે ભારતમાં રહેવા માટે જરૂરી પાસપોર્ટ અને ભારતીય વિઝા ન હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક તપાસ મુજબ બંને મહિલાઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી હતી
આ મામલે પોલીસે બંને મહિલાઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. ત્યારબાદ અંજાર પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી નોંધ કરાવવામાં આવી હતી

આ પણ વાંચો: Swachhta Survekshan Award 2025-26 સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતના શહેરોનો દેશભરમાં ડંકો અમદાવાદ સાણંદને પ્રથમ સ્થાન

પૂર્વ કચ્છ SOG દ્વારા વધુ તપાસ શરૂ

આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ SOG દ્વારા બંને મહિલાઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેઓ ભારતમાં ક્યારે અને કેવી રીતે પ્રવેશ કરી હતી અહીં કોના સંપર્કમાં હતી અને તેમની અન્ય કોઈ પ્રવૃત્તિઓ છે કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે

ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અંગે પોલીસની તપાસ વધુ મહત્વની બની છે હાલ બંને મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે

ગાંધીધામ SOG ની કાર્યવાહીની મુખ્ય વિગતો

ઓપરેશન ડેલ્ટા હન્ટ દ્વારા કાર્યવાહી
પૂર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસ સ્ટેશન
મેઘપર બોરીચી ગાંધીધામ નજીક થી ધરપકડ
પકડાયેલી મહિલાઓની ઓળખ બાંગ્લાદેશી
પકડાયેલી મહિલાઓની ઉંમર 1 મહિલા 32 વર્ષ અને બીજી મહિલા 29 વર્ષ
ત્રણ મોબાઈલ કબજે લેવાયા
અંજાર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી

આ પણ વાંચો: Kevadi Eco Tourism Safari Booking ગાઈડ, દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ પ્રથમ જંગલ સફારી જાણો ટિકિટ નો ભાવ અને સમય

Related News