Gujju Love Guru Chandan Rathod

Gujju Love Guru Chandan Rathodનું અકસ્માતમાં મોત, ત્રણ કલાક પહેલા બનાવેલી છેલ્લી રીલ વાયરલ

Gujju Love Guru Chandan Rathodના અચાનક થયેલા મોતના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે વાવ થરાદ વિસ્તારના કોમેડી કિંગ અને ગુજ્જુ લવ તરીકેની ઓળખ ધરાવતા ચંદનભાઈ દેંગાભાઈ રાઠોડનું ભાભર સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત થયું છે. ખાસ વાત એ છે કે અકસ્માતના આશરે ત્રણ કલાક પહેલા તેમની બનાવેલી તેમની છેલ્લી રીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી અત્યારે વાયરલ થઈ રહી છે.

ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી મનોરંજન ભરી સામગ્રીને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. instagram પર તેમના આશરે 1.8 મિલિયન ફોલોવર્સછે. તેમના અચાનક મોતના સમાચાર સામે આવ્યા બાદ તેમની છેલ્લી રિલ પર મોટી સંખ્યામાં તેમના ચાહકોએ ઈમોશનલ કોમેન્ટસ કરી છે.

Gujju Love Guru Chandan Rathod ની છેલ્લી રીલ માં શું કહ્યું હતું?

અકસ્માતના થોડા કલાકો પહેલા બનાવેલી પોતાની છેલ્લી રીલ માં ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડ જીવન અને મોત અંગે વાત કરી હતી.

વીડિયોમાં તેમણે કહ્યું હતું કે જેનો ભરોસો નથી ને તેનું નામ છે જિંદગી અને જેનો સો ટકા ભરોસો છે તેનું નામ છે મોત.

ચંદન રાઠોડ ના અકસ્માતના સમાચાર સામે આવ્યા બાદ આ શબ્દોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રીલ નો સમય અને ત્યારબાદ બનેલી ઘટના જોઈને ચાહકોમાં આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ છે.

કેટલાક લોકો ને તેમના આ શબ્દો ખૂબ જ ભાવુક લાગી રહ્યા છે. જોકે ચંદન રાઠોડ ને અકસ્માત થવાનો પહેલેથી કોઈ અંદાજ હતો કે નહીં તે કહેઉ આપણાં માટે મુશ્કેલ છે.

ભાભર સુઈગામ હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત

મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ભાભર સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક બે બાઈક સામસામે અથડાઈ હતી ટક્કર એટલી ગંભીર હતી કે ચંદન રાઠોડ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભાભરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ચંદન રાઠોડના અચાનક અવસાનથી તેમના પરિવારજનો મિત્રો અને ચાહકોમાં ભારે દુઃખ જોવા મળી રહ્યું છે વાવ થરાદ ઉપરાંત સુઈગામ અને આસપાસના વિસ્તારમાં પણ તેમના મૃત્યુ થી શોક નો માહોલ છે.

Instagram પર 1.8 મિલિયનથી વધુ ફોલોવર્સ ધરાવે છે ચંદન રાઠોડ

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટું નામ બની ચૂક્યા હતા. Instagram પર તેમના આશરે 1.8 મિલિયન ફોલોવર્સ છે. તેમની કોમેડી અને અલગ અંદાજની રિલ લોકો ખૂબ પસંદ કરતા હતા તેમના વિડીયો ખાસ કરીને ગુજરાતના સોશિયલ મીડિયા યુઝર્સમાં લોકપ્રિય હતા પોતાની આગવી કોમેડી સ્ટાઈલને કારણે તેમણે થોડા સમયમાં મોટી સંખ્યામાં ચાહકો બનાવી લીધા હતા. હવે તેમના અવસાન બાદ ચાહકો તેમની રિલ પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

મોતનું નોટિફિકેશન નથી આવતું. જેવી મોમેન્ટ્સ

ચંદન રાઠોડની છેલ્લી રીલ પર ચાહકોએ અનેક દુખદ કોમેન્ટસ કરી છે. એક યુઝરે લખ્યું કે મોતનું નોટિફિકેશન નથી આવતું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે મોતનો કોઈ ઓટીપી આવતો નથી.

કેટલાક યુઝર્સ જીવનની અનિશ્ચિતતા અંગે પણ વાત કરી છે એ કોમેન્ટ્સમાં લખવામાં આવ્યું કે માણસ આખી જિંદગી બધું જીતવા માટે દોડતો રહે છે. પરંતુ અંતે બધું જ અહીં છોડીને જવું પડે છે.

આવી કોમેન્ટ દર્શાવે છે કે ચંદન રાઠોડના અચાનક મોતથી તેમના ચાહકો કેટલા દુખી થઈ ગયા છે.

ચાહકોને લાગી રહી છે છેલ્લી રીલ વધુ ખાસ

ચંદન રાઠોડના મોત બાદ તેમની છેલ્લી રિલને લઈને સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.કેટલાક યુઝર્સ નું કહેવું છે કે તેમના આ વીડિયોમાં બોલાયેલા શબ્દો જાણે તેમના મોત સાથે જોડાયેલા હોય તેવું લાગે છે.

એક ચાહકે લખ્યું કે આપણા સૌના પ્રિય કોમેડી કિંગ અને ગુજ્જુ લવ ગુરુ હવે આપણી વચ્ચે હાજર નથી
એ વાત માનવી ખુબ મુશ્કેલ છે. ચંદન રાઠોડની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી.

કેટલાક યુઝર્સ તો એવી પણ કમેન્ટ કરી કે જાણે ચંદન રાઠોડ ને પહેલેથી જ કંઈ આભાસ થઈ ગયો હોય અને તેની તેમને જીવન અને મોત અંગેની વાત કરી હોય.

જોકે આવી વાતો માત્ર સોશિયલ મીડિયા યુઝર્સ ની લાગણી અને વ્યક્તિગત ભાવ દર્શાવે છે. ચંદન રાઠોડ ને પોતાના અકસ્માત અંગે પહેલેથી જાણકારી હતી અથવા તેમને મોતનો આભાસ થયો હતો. તેનો જવાંબ આપણે આપી શકતા નથી.

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડ ને ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડ ને તેમના ચાહકો કોમેડી કિંગ તરીકે ઓળખતા હતા. તેમના કોમેડી વિડિયો અને સોશિયલ મીડિયા પરના અંદાજે તેમણે અલગ ઓળખ બનાવી હતી.

તેમના અચાનક અવસાનના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ખાસ કરીને તેમની છેલ્લી રીલ પર ચાહકોની ભાઉક કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે.


એક તરફ ચંદન રાઠોડના મોતથી તેમના પરિવાર અને ચાહકોમાં શોક છે. ત્યારે બીજી તરફ તેમની છેલ્લી રીલ સતત ચર્ચામાં છે. અકસ્માતના માત્ર થોડા કલાકો પહેલા બનાવવામાં આવેલા આ વીડિયોને કારણે ચાહકો માટે આ રીલ હવે તેમની યાદ સાથે જોડાઈ ગઈ છે.

ચંદન રાઠોડનું અચાનક અવસાન તેમના ચાહકો માટે મોટો આઘાત છે. તેમની છેલ્લી રીલ માં જીવન અને મોત અંગે પહેલા શબ્દો ભલે આજે લોકોને અલગ તરીકે લાગી રહ્યા હોય પરંતુ તેમના અકસ્માત અંગે કોઈ આગાહી કે જાણકારી હતી તેવું કહેવા માટે હાલમાં કોઈ સત્તાવાર આધાર નથી. ચાહકો હવે તેમના વિડીયો અને યાદો દ્વારા પોતાના પ્રિય કોમેડી કિંગ ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Nakhatrana (નખત્રાણા) પોલીસે લૂંટ અને હત્યા નો ભેદ ઉકેલ્યો

1 thought on “Gujju Love Guru Chandan Rathodનું અકસ્માતમાં મોત, ત્રણ કલાક પહેલા બનાવેલી છેલ્લી રીલ વાયરલ”

  1. Pingback: Nakhatrana (નખત્રાણા) પોલીસે લૂંટ અને હત્યા નો ભેદ ઉકેલ્યો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top